Ramayana: ઓસ્કારમાં છવાઈ રણબીર કપૂરની 'રામાયણ', ટોપ 20 ફિલ્મમાં મળી જગ્યા, આ કેટેગરીમાં થઈ શોર્ટલિસ્ટ


Ramayana: ઓસ્કર 2027માં રણબીર કપૂરની 'રામાયણ'ની એન્ટ્રી
Ramayana: ઓસ્કારમાં છવાઈ રણબીર કપૂરની 'રામાયણ', ટોપ 20 ફિલ્મમાં મળી જગ્યા, આ કેટેગરીમાં થઈ શોર્ટલિસ્ટ


Ramayana: ઓસ્કર 2027માં રણબીર કપૂરની 'રામાયણ'ની એન્ટ્રી
Ramayana: રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ: પાર્ટ 1'ને લઈને ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે આ ફિલ્મે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ફિલ્મ ઓસ્કર 2027ની વિઝ્યુઅલ ઈફેક્ટ્સ કેટેગરીમાં ટોપ 20 ફિલ્મોના લિસ્ટમાં શોર્ટલિસ્ટ થઈ છે.
'ધ ઓડિસી' સહિત આ ફિલ્મો પણ લિસ્ટમાં સામેલ
મીડિયા રિપોર્ટ મુજબ ઓસ્કરની વિઝ્યુઅલ ઈફેક્ટ્સ કેટેગરીની શોર્ટલિસ્ટમાં ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ 'ધ ઓડિસી'નો પણ સમાવેશ થયો છે. આ ઉપરાંત 'એવેન્જર્સ: ડૂમ્સડે', 'બેકરૂમ્સ', 'ડ્યૂન: પાર્ટ 3', 'ગોડઝિલા માઈનસ ઝીરો', 'હાર્ટ ઓફ ધ બીસ્ટ', 'મોઆના', 'પ્રોજેક્ટ હેઈલ મેરી', 'ધ શીપ ડિટેક્ટિવ્સ', 'સુપરગર્લ', 'વ્હેલફોલ' અને 'વાઈલ્ડવુડ' જેવી ફિલ્મો પણ આ લિસ્ટમાં છે.
'રામાયણ'નું નિર્દેશન નિતેશ તિવારીએ કર્યું છે, જ્યારે ફિલ્મના નિર્માતા નમિત મલ્હોત્રા છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ શાનદાર કમાણી કરી હોવાનું જણાવાયું છે.
'રામાયણ'નું બોક્સ ઓફિસ કલેક્શન
ફિલ્મે પહેલા દિવસે 64.85 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પ્રથમ અઠવાડિયામાં ફિલ્મનું નેટ કલેક્શન 564.60 કરોડ રૂપિયા અને ગ્રોસ કલેક્શન 675.05 કરોડ રૂપિયા રહ્યું હતું. બીજા અઠવાડિયામાં ફિલ્મે 299.15 કરોડ રૂપિયાનું નેટ અને 357.10 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું હતું.
ફિલ્મે 16મા દિવસે 15.75 કરોડ, 17મા દિવસે 27.65 કરોડ, 18મા દિવસે 35.60 કરોડ, 19મા દિવસે 12.70 કરોડ અને 20મા દિવસે 17.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્રીજા અઠવાડિયામાં ફિલ્મનું કલેક્શન 109.20 કરોડ રૂપિયા રહ્યું હતું. વિદેશી બજારમાં ફિલ્મે 575 કરોડ રૂપિયાની કમાણી કરી હોવાનું જણાવાયું છે. ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન 1,737.15 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે.
આ બોલીવુડ સ્ટાર્સ મળ્યા જોવા
ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં છે, જ્યારે સાઈ પલ્લવી માતા સીતાનું પાત્ર ભજવી રહી છે. રવિ દુબે લક્ષ્મણ અને યશ રાવણના પાત્રમાં જોવા મળે છે. આ સિવાય લારા દત્તા કૈકેયીના પાત્રમાં છે. રકુલ પ્રીત સિંહ, અરુણ ગોવિલ અને વિવેક ઓબેરોય સહિતના કલાકારો પણ ફિલ્મનો ભાગ છે.
'રામાયણ' 2 ભાગમાં રિલીઝ થવાની છે. તેનો પહેલો ભાગ થિયેટરોમાં આવી ચૂક્યો છે, જ્યારે બીજો ભાગ 2028માં રિલીઝ થવાનો છે. બીજા ભાગમાં સની દેઓલ હનુમાનજીની ભૂમિકામાં જોવા મળશે. પરંતુ હજુ સુધી તેમનો લુક જાહેર કરવામાં આવ્યો નથી.
આ પણ વાંચો: Shraddha Kapoor: શ્રદ્ધા કપૂરની 'ઈઠ્ઠા'એ રિલીઝ પહેલાં રચ્યો ઈતિહાસ, એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયું નામ




