Ramayana: રણબીર કપૂરની ‘રામાયણ’એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, 7 દિવસમાં 935 કરોડ રૂપિયાની કમાણી

Ramayana: રણબીર કપૂરની ‘રામાયણ: પાર્ટ 1’એ 7 દિવસમાં 935 કરોડની કમાણી કરી છે. ફિલ્મ રણબીરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની, પરંતુ રેકોર્ડથી પાછળ છે.
Nancy Shukal
Nancy Shukal
Ramayana: રામાયણની 7 દિવસમાં 935 કરોડની કમાણીRamayana: રામાયણની 7 દિવસમાં 935 કરોડની કમાણી

Ramayana: રામાયણની 7 દિવસમાં 935 કરોડની કમાણી

Ramayana: બોલીવુડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ: પાર્ટ 1’ બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. 5 નવેમ્બરે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે માત્ર 7 દિવસમાં જ 935 કરોડ રૂપિયાનું વર્લ્ડવાઈડ કલેક્શન કરી લીધું છે. આ સાથે જ ફિલ્મ રણબીર કપૂરના કરિયરની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મે ‘બાહુબલી 2’ અને ‘KGF 2’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોના શરૂઆતના 7 દિવસના કલેક્શનને પણ પાછળ છોડી દીધું છે.

નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને દિવાળી બાદ બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. પરંતુ 935 કરોડની કમાણી છતાં ફિલ્મ પ્રથમ 7 દિવસના કલેક્શનના મામલે દેશની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની શકી નથી.

પ્રથમ 7 દિવસની કમાણીમાં ‘પુષ્પા 2’ નંબર-1

વર્લ્ડવાઈડ કલેક્શનના આધારે પ્રથમ 7 દિવસમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોના લિસ્ટમાં ‘પુષ્પા 2: ધ રૂલ’ પ્રથમ સ્થાને છે. જ્યારે ‘ધુરંધર 2: ધ રિવેન્જ’ બીજા અને ‘રામાયણ: પાર્ટ 1’ ત્રીજા સ્થાને છે.

પ્રથમ નંબર: ‘પુષ્પા 2’ – 1,012 કરોડ રૂપિયા

બીજો નંબર: ‘ધુરંધર 2’ – 1,006.50 કરોડ રૂપિયા

ત્રીજો નંબર: ‘રામાયણ: પાર્ટ 1’ – 935 કરોડ રૂપિયા

રણબીર કપૂરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

‘રામાયણ’ પહેલાં રણબીર કપૂરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ ‘એનિમલ’ હતી. વર્ષ 2023માં રિલીઝ થયેલી આ ફિલ્મે વિશ્વભરમાં 915 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. પરંતુ ‘રામાયણ’એ માત્ર સાત દિવસમાં જ આ આંકડો પાર કરી લીધો છે.

રણબીર કપૂરની સૌથી વધુ કમાણી કરનારી ટોપ 5 ફિલ્મનું લિસ્ટ

1. રામાયણ (2026) – 935 કરોડ રૂપિયા

2. એનિમલ (2023) – 915 કરોડ રૂપિયા

3. સંજૂ (2018) – 588.50 કરોડ રૂપિયા

4. બ્રહ્માસ્ત્ર પાર્ટ 1 (2022) – 431 કરોડ રૂપિયા

5. યે જવાની હૈ દીવાની (2013) – 318 કરોડ રૂપિયા

1000 કરોડની ક્લબમાં એન્ટ્રી કરવાની તૈયારી

રણબીર કપૂરની અત્યાર સુધીની કોઈ પણ ફિલ્મ 1000 કરોડ રૂપિયાની ક્લબમાં સામેલ થઈ નથી. પરંતુ ‘રામાયણ: પાર્ટ 1’ આ સિદ્ધિની ખૂબ નજીક પહોંચી ગઈ છે. ફિલ્મને 1000 કરોડનો આંકડો પાર કરવા માટે વધુ 65 કરોડ રૂપિયાની કમાણી કરવાની જરૂર છે.

જો ફિલ્મ આ સિદ્ધિ હાંસલ કરશે તો તે સૌથી ઝડપથી 1000 કરોડની કમાણી કરનારી ભારતીય ફિલ્મોની લિસ્ટમાં ત્રીજા સ્થાને પહોંચી શકે છે. હવે સૌની નજર ફિલ્મના આગામી દિવસોના બોક્સ ઓફિસ કલેક્શન પર છે.

આ પણ વાંચો: Amitabh Bachchan: મુંબઈને બોમ્બથી ઉડાવવાની ધમકી, અમિતાભ બચ્ચનના બંગલાને પણ નિશાન બનાવવાની ચેતવણી