Amitabh Bachchan: મુંબઈને બોમ્બથી ઉડાવવાની ધમકી, અમિતાભ બચ્ચનના બંગલાને પણ નિશાન બનાવવાની ચેતવણી


Amitabh Bachchan: મુંબઈને બોમ્બથી ઉડાવવાની ધમકી, અમિતાભ બચ્ચનનું ઘર નિશાને
Amitabh Bachchan: મુંબઈને બોમ્બથી ઉડાવવાની ધમકી, અમિતાભ બચ્ચનના બંગલાને પણ નિશાન બનાવવાની ચેતવણી


Amitabh Bachchan: મુંબઈને બોમ્બથી ઉડાવવાની ધમકી, અમિતાભ બચ્ચનનું ઘર નિશાને
Amitabh Bachchan: મુંબઈમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. એક ધમકીભર્યા ઈમેઈલમાં બોલીવુડના સ્ટાર અમિતાભ બચ્ચનના બંગલા સહિત મુંબઈનાં અનેક મહત્ત્વનાં સ્થળોને નિશાન બનાવવાની ચેતવણી આપવામાં આવી છે. આ ઈમેઇલમાં મુંબઈના મેયરની ઓફિસ, વિવિધ બેંકો, કોર્ટ, છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને મહાલક્ષ્મી રેસકોર્સનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધમકી બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) મુખ્યાલયમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે.
BMC મુખ્યાલયમાં બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ
ધમકીની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સુરક્ષાકર્મીઓએ BMC મુખ્યાલય અને મેયરની ઓફિસના ખૂણેખૂણાની તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત ઈમેઈલમાં ઉલ્લેખિત અન્ય સ્થળોએ પણ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. તમામ સ્થળોએ સઘન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
કલાકો સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, તમામ ચિહ્નિત સ્થળોએ તપાસ પૂર્ણ કરવામાં આવી છે. પરંતુ તપાસ દરમિયાન ક્યાંયથી પણ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી મળી આવી નથી.
ઈમેઈલમાં ખાલિસ્તાન સમર્થિત સંદર્ભનો પણ ઉલ્લેખ
આ ધમકીભર્યા ઈમેઈલમાં ખાલિસ્તાન સમર્થિત સંદર્ભો અને ઉશ્કેરણીજનક સંદેશાઓ પણ લખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ બાબતને ગંભીરતાથી લઈને સુરક્ષા એજન્સીઓએ તપાસ તેજ કરી છે. ઈમેઈલ ક્યાંથી મોકલવામાં આવ્યો હતો અને તેની પાછળ કયા લોકોનો હાથ છે, તે દિશામાં મુંબઈ પોલીસ તથા સાયબર સેલ તપાસ કરી રહ્યા છે.
પ્રાથમિક દૃષ્ટિએ આ ઈમેઈલ કોઈ અસામાજિક તત્ત્વ દ્વારા લોકોમાં ભય ફેલાવવાના ઈરાદે મોકલવામાં આવ્યો હોવાની આશંકા છે. પરંતુ તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલાની હકીકત સ્પષ્ટ થશે.




