Amitabh Bachchan: અમિતાભ બચ્ચનની તબિયત બગડી, 'કૌન બનેગા કરોડપતિ'નું શૂટિંગ અટકાવાયું


Amitabh Bachchan: અમિતાભ બચ્ચનની તબિયત બગડી
Amitabh Bachchan: અમિતાભ બચ્ચનની તબિયત બગડી, 'કૌન બનેગા કરોડપતિ'નું શૂટિંગ અટકાવાયું


Amitabh Bachchan: અમિતાભ બચ્ચનની તબિયત બગડી
Amitabh Bachchan: અમિતાભ બચ્ચન છેલ્લા કેટલાક સમયથી પોતાની તબિયતને લઈને ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ મુજબ તેમની તબિયત સારી ન હોવાને કારણે લોકપ્રિય ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ' (KBC)નું શૂટિંગ હાલ પૂરતું અટકાવી દેવામાં આવ્યું છે. અમિતાભ બચ્ચને તાજેતરમાં સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ડોક્ટરે તેમને થોડો સમય આરામ કરવાની સલાહ આપી છે. તેમને પોતાના બ્લોગમાં રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા વિશે પણ લખ્યું હતું.
મીડિયા રિપોર્ટ મુજબ શો સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે અમિતાભ બચ્ચનની તબિયત સારી ન હોવાથી મેકર્સે નવા એપિસોડનું શૂટિંગ હાલ રોકી દીધું છે. આ દરમિયાન ચેનલ દિવાળી સ્પેશિયલ વીક અંતર્ગત અગાઉના કેટલાક એપિસોડનું પુનઃપ્રસારણ કરી રહી છે. આ એપિસોડમાં ફિલ્મી દુનિયાની જાણીતી હસ્તીઓ મહેમાન તરીકે આવી હતી.
રણબીર કપૂર સાથેનો એપિસોડ છેલ્લે શૂટ થયો હતો
મીડિયા રિપોર્ટ મુજબ શોનો છેલ્લો મોટો સેલિબ્રિટી એપિસોડ રણબીર કપૂર, સાઈ પલ્લવી અને રવિ દુબે સાથે શૂટ કરવામાં આવ્યો હતો. ત્રણેય કલાકારો તેમની આગામી ફિલ્મ 'રામાયણ'ના પ્રમોશન માટે KBCના સેટ પર પહોંચ્યા હતા. આ એપિસોડ ફિલ્મની રિલીઝની આસપાસ ટેલિકાસ્ટ કરવાની યોજના હતી. પરંતુ અમિતાભ બચ્ચનની તબિયતને ધ્યાનમાં રાખીને ચેનલે આ આયોજનમાં ફેરફાર કર્યો હતો. દિવાળી સ્પેશિયલ વીકની શરૂઆત પણ આ જ એપિસોડથી કરવામાં આવી હતી.
આગામી સપ્તાહથી ફરી શરૂ થઈ શકે છે શૂટિંગ
મીડિયા રિપોર્ટ મુજબ જો અમિતાભ બચ્ચનની તબિયતમાં સુધારો થશે તો આગામી સપ્તાહથી KBCનું શૂટિંગ ફરી શરૂ થઈ શકે છે. પરંતુ શૂટિંગ શરૂ કરવાનો અંતિમ નિર્ણય તેમની તબિયત પર આધારિત રહેશે.
બ્લોગમાં અમિતાભે જણાવી સ્થિતિ
અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું હતું કે તેઓ ધીમે ધીમે રોજિંદા જીવન અને કામ તરફ પરત ફરી રહ્યા છે. તેમને જણાવ્યું કે નિયમિત દિનચર્યાથી દૂર રહ્યા બાદ ફરી તેમાં જોડાવું અલગ અનુભવ હોય છે. તેમને એ પણ લખ્યું કે કેટલીકવાર તેમને ચશ્માં, મોબાઈલ અને આગળ શું કરવાનું હતું તે પણ યાદ રહેતું નથી. થોડા કલાક પહેલાં કરેલું કામ પણ ક્યારેક યાદ આવતું નથી, જ્યારે શાળાના આઠમા ધોરણના દિવસો આજે પણ સારી રીતે યાદ છે. હાલમાં KBCના ફેન્સ અમિતાભ બચ્ચનની તબિયતમાં સુધારો થાય અને શોનું શૂટિંગ ફરી શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો: Ramayana: 'રામાયણ'ના સેટ પર દીકરી રાહાને તડકાથી બચાવતો જોવા મળ્યો રણબીર કપૂર, આલિયાએ શેર કરી BTS તસવીરો




