Ramayana: નેપાળમાં સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ‘રામાયણ’, ‘પુષ્પા 2’ અને ‘બાહુબલી 2’નો રેકોર્ડ તોડ્યો


Ramayana: નેપાળમાં ‘રામાયણ’એ તોડ્યો ‘પુષ્પા 2’નો રેકોર્ડ
Ramayana: નેપાળમાં સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ‘રામાયણ’, ‘પુષ્પા 2’ અને ‘બાહુબલી 2’નો રેકોર્ડ તોડ્યો


Ramayana: નેપાળમાં ‘રામાયણ’એ તોડ્યો ‘પુષ્પા 2’નો રેકોર્ડ
Ramayana: નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘રામાયણ: પાર્ટ 1’એ નેપાળના બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ બનાવ્યો છે. રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી સ્ટારર આ ફિલ્મ નેપાળમાં સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ છે. ફિલ્મે અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ‘પુષ્પા 2: ધ રૂલ’ને પાછળ છોડીને આ સિદ્ધિ મેળવી છે.
મીડિયા રિપોર્ટ મુજબ ‘રામાયણ: પાર્ટ 1’એ નેપાળમાં ત્રીજા વીકએન્ડ સુધીમાં 26.90 કરોડ નેપાળી રૂપિયા (NPR) એટલે કે ભારતીય ચલણમાં આશરે 16.81 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ પહેલાં નેપાળમાં સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મનો રેકોર્ડ ‘પુષ્પા 2’ના નામે હતો. આ ફિલ્મે ત્યાં 26.46 કરોડ નેપાળી રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
નેપાળમાં સામાન્ય રીતે સાઉથ ભારતીય ફિલ્મોનો દબદબો જોવા મળ્યો છે. અગાઉ ‘બાહુબલી 2’, ‘KGF ચેપ્ટર 2’ અને ‘RRR’ જેવી ફિલ્મોએ પણ સારો બિઝનેસ કર્યો હતો. પરંતુ આ વખતે ‘રામાયણ’એ નવો રેકોર્ડ બનાવ્યો છે.
નેપાળમાં સૌથી વધુ કમાણી કરનારી ટોપ 5 ભારતીય ફિલ્મ
‘રામાયણ: પાર્ટ 1’ (2026) – 26.90 કરોડ (NPR)
‘પુષ્પા 2: ધ રૂલ’ (2024) – 26.46 કરોડ (NPR)
‘બાહુબલી 2: ધ કન્ક્લૂઝન’ (2017) – 23 કરોડ (NPR)
‘KGF ચેપ્ટર 2’ (2022) – 19.80 કરોડ (NPR)
‘RRR’ (2022) – 17.12 કરોડ (NPR)
નેપાળ સાથે ‘રામાયણ’નું ખાસ ક્નેક્શન
નેપાળમાં ‘રામાયણ’ની સફળતા પાછળ ધાર્મિક અને સાંસ્કૃતિક જોડાણ પણ મહત્વનું માનવામાં આવે છે. રામાયણની કથા અનુસાર, માતા સીતાનો જન્મ જનકપુરમાં થયો હતો, જે હાલ નેપાળમાં આવેલું છે. પ્રાચીન મિથિલા નગરી તરીકે ઓળખાતા આ સ્થળ પર રાજા જનકનું શાસન હતું. માન્યતા અનુસાર, માતા સીતાનું બાળપણ અહીં જ વીત્યું હતું અને ભગવાન રામ સાથે વિવાહ પહેલાં તેઓ અહીં રહેતાં હતાં. જનકપુરમાં આવેલું પ્રસિદ્ધ જાનકી મંદિર આજે પણ નેપાળનાં મુખ્ય તીર્થસ્થળોમાંનું એક છે.
ભારત સહિત વિશ્વભરમાં પણ ફિલ્મની કમાણી
નેપાળ ઉપરાંત ભારતમાં અને અન્ય દેશોમાં પણ ‘રામાયણ’ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મે 19 દિવસમાં ભારતમાં નેટ 955.45 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેમાં હિન્દીમાં 725 કરોડ, કન્નડમાં 76.15 કરોડ, તેલુગુમાં 56.90 કરોડ, મલયાલમમાં 49.95 કરોડ અને તમિલમાં 47.45 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. સેકનિલ્કના આંકડા અનુસાર, ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન 1,709.65 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. પરંતુ આ આંકડામાં 18મા અને 19મા દિવસનું ઓવરસીઝ કલેક્શન સામેલ નથી.
આ પણ વાંચો: Ayushmann Khurrana: સંત કબીરદાસની ભૂમિકામાં જોવા મળશે આયુષ્માન ખુરાના? મેકર્સે કહી આ વાત




