Ramayana: 'રામાયણ'ની ટીમને મળ્યા અમિત શાહ, ફિલ્મની સફળતા અને સાંસ્કૃતિક રજૂઆતની કરી પ્રશંસા

Ramayana: અમિત શાહે ફિલ્મ 'રામાયણ'ની ટીમ સાથે મુલાકાત કરી અને વૈશ્વિક સફળતા સાથે ભારતીય સંસ્કૃતિને મોટા પડદા પર રજૂ કરવાના પ્રયાસની પ્રશંસા કરી.
Nancy Shukal
Nancy Shukal
Ramayana: અમિત શાહે કરી 'રામાયણ'ની ટીમની પ્રશંસાRamayana: અમિત શાહે કરી 'રામાયણ'ની ટીમની પ્રશંસા

Ramayana: અમિત શાહે કરી 'રામાયણ'ની ટીમની પ્રશંસા

Ramayana: નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'રામાયણ' આ દિવસોમાં દુનિયાભરમાં ચર્ચામાં છે. રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ જેવા કલાકારોની ભૂમિકાવાળી આ ફિલ્મને ભારતીય તેમજ વિદેશી દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફિલ્મના મેકર નમિત મલ્હોત્રા સહિત સમગ્ર ટીમ સાથે મુલાકાત કરી હતી. આ ખાસ મુલાકાતમાં તેમને ફિલ્મની વૈશ્વિક સફળતા અને ભારતીય સંસ્કૃતિ તથા વારસાને મોટા પડદા પર રજૂ કરવાના પ્રયાસની પ્રશંસા કરી હતી.

અમિત શાહે ફિલ્મની ટીમને આપી અભિનંદન

આ મુલાકાતમાં મેકર નમિત મલ્હોત્રા, નિર્દેશક નિતેશ તિવારી, એક્ટર રણબીર કપૂર અને એક્ટ્રેસ સાઈ પલ્લવી હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત પ્રાઈમ ફોક્સના બિઝનેસ હેડ નીરજ શાંઘાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અમિત શાહે ફિલ્મને દુનિયાભરમાં મળી રહેલા પ્રતિસાદ બદલ ટીમને અભિનંદન આપ્યા હતા. તેમને ભારતીય સિનેમા દ્વારા દેશની સાંસ્કૃતિક વિરાસતને આંતરરાષ્ટ્રીય દર્શકો સુધી પહોંચાડવાના પ્રયાસને મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. ફિલ્મની ભવ્યતા અને સિનેમેટિક રજૂઆતની સાથે તેમને રામાયણના વિષય તથા તેના સાંસ્કૃતિક મહત્ત્વ અંગે પણ ચર્ચા કરી હતી. મહાકાવ્ય સાથે જોડાયેલી તેમની જાણકારી અને ફિલ્મની બારીકીઓ અંગેની ચર્ચાથી મેકર્સ પણ પ્રભાવિત થયા હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

View post on Instagram

દુનિયાભરમાં 2,000 કરોડ રૂપિયાની નજીક પહોંચી ફિલ્મ

'રામાયણ' 5 નવેમ્બર, 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને ભારતમાં જ નહીં, પરંતુ વિદેશી બજારોમાં પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેની કમાણી હવે દુનિયાભરમાં 2,000 કરોડ રૂપિયાના આંકડાની નજીક પહોંચી ગઈ હોવાનું જણાવવામાં આવ્યું છે.

ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી માતા સીતા અને યશ રાવણની ભૂમિકામાં છે. આ ઉપરાંત રવિ દુબે અને સની દેઓલ સહિતના કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળે છે. ફિલ્મના સંગીતની જવાબદારી એ.આર. રહેમાન અને હોલીવુડના સંગીતકાર હાન્સ ઝિમરે સંભાળી છે.

નમિત મલ્હોત્રા માટે યાદગાર બની મુલાકાત

નમિત મલ્હોત્રા અને યશે મળીને આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. ભારતીય મહાકાવ્ય રામાયણને આંતરરાષ્ટ્રીય સ્તરના સિનેમેટિક અનુભવ સાથે રજૂ કરવા માટે મેકર્સે લાંબા સમય સુધી તૈયારી અને મહેનત કરી છે. અમિત શાહ તરફથી મળેલી પ્રશંસાને કારણે ફિલ્મની ટીમ માટે આ સફર વધુ યાદગાર બની છે. ફિલ્મને મળી રહેલા વૈશ્વિક પ્રતિસાદ વચ્ચે ભારતીય સંસ્કૃતિ અને સિનેમાને આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવાના પ્રયાસ તરીકે પણ તેને જોવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Ramayana: ઓસ્કારમાં છવાઈ રણબીર કપૂરની 'રામાયણ', ટોપ 20 ફિલ્મમાં મળી જગ્યા, આ કેટેગરીમાં થઈ શોર્ટલિસ્