Ramayana: 6 દિવસમાં 823 કરોડની કમાણી, ગદર 2 અને બાહુબલી સહિત 5 ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા

Ramayana: રણબીર કપૂરની રામાયણે 6 દિવસમાં વિશ્વભરમાં 823.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ગદર 2, બાહુબલી, PK અને છાવા સહિત પાંચ ફિલ્મોના રેકોર્ડ તોડ્યા.
Nancy Shukal
Nancy Shukal
Ramayana: રામાયણ ફિલ્મે 6 દિવસમાં 823 કરોડની કમાણીRamayana: રામાયણ ફિલ્મે 6 દિવસમાં 823 કરોડની કમાણી

Ramayana: રામાયણ ફિલ્મે 6 દિવસમાં 823 કરોડની કમાણી

Ramayana: રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ' બોક્સ ઓફિસ પર જોરદાર પ્રદર્શન કરી રહી છે. રિલીઝના 6 દિવસમાં જ આ માઈથોલોજિકલ ફિલ્મે વિશ્વભરમાં 823.50 કરોડ રૂપિયાની કમાણી કરીને સૌને ચોંકાવી દીધા છે. શરૂઆતમાં ફિલ્મના બજેટ અને પ્રમોશનની સરખામણીએ બોક્સ ઓફિસ કલેક્શન અપેક્ષા પ્રમાણે ન હોવાની ચર્ચા થઈ રહી હતી, પરંતુ હવે ફિલ્મે કમાણીના મામલે જોર પકડ્યું છે. ખાસ વાત એ છે કે ફિલ્મે વીકએન્ડ કરતાં પણ વીકડેઝમાં શાનદાર કમાણી કરી છે.

ફિલ્મમાં રણબીર કપૂરના અભિનય ઉપરાંત એક્શન સિક્વન્સ, સ્ટારકાસ્ટ અને શાનદાર VFXની પણ પ્રશંસા થઈ રહી છે. ફિલ્મને મળી રહેલા પ્રતિસાદને જોતા આગામી દિવસોમાં પણ તેના કલેક્શનમાં વધારો થવાની શક્યતા છે.

છઠ્ઠા દિવસે કેટલી કમાણી કરી?

સેકનિલ્કના અહેવાલ મુજબ 'રામાયણ'એ રિલીઝના છઠ્ઠા દિવસે ભારતમાં અંદાજે 94 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. ફિલ્મે 6 દિવસમાં ભારતમાં 440.45 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન અને 526.50 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન નોંધાવ્યું છે.

વિદેશી બજારમાં પણ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 6 દિવસમાં ફિલ્મનું ઓવરસીઝ કલેક્શન 297 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ સાથે ફિલ્મની કુલ વર્લ્ડવાઈડ કમાણી 823.50 કરોડ રૂપિયા થઈ છે. આ આંકડો ફિલ્મને ભારતીય સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં વધુ મજબૂત સ્થાન અપાવે છે.

આ 5 મોટી ફિલ્મોને પાછળ છોડી

'રામાયણ'એ માત્ર 6 દિવસમાં જ ભારતીય સિનેમાની 5 મોટી ફિલ્મોના લાઈફટાઈમ કલેક્શનને પાછળ છોડી દીધા છે. જેમાં પ્રભાસની 'બાહુબલી: ધ બિગિનિંગ' (650 કરોડ), સની દેઓલની 'ગદર 2' (691.08 કરોડ), રજનીકાંતની '2.0' (723.70 કરોડ), આમિર ખાનની 'પીકે' (769.89 કરોડ) અને વિકી કૌશલની 'છાવા' (807.91 કરોડ)નો સમાવેશ થાય છે.

હવે ફિલ્મની નજર આગામી બોક્સ ઓફિસ રેકોર્ડ પર છે. બુધવારે પણ તેની કમાણીમાં વધારો થવાની આશા છે. આ દરમિયાન થિયેટરોમાં ચાલી રહેલી રજનીકાંતની 'જેલર 2' માટે પણ 'રામાયણ' મોટો પડકાર બની શકે છે.

આ પણ વાંચો: Ranbir Kapoor: જમાઈ રણબીર કપૂર 'રામાયણ'માં બન્યો ભગવાન રામ, મહેશ ભટ્ટે ગર્વથી કહી આ વાત