Hero Ki Horrorine: એકતા કપૂરની હોરર ફિલ્મનો ખૌફનાક ફર્સ્ટ લુક થયો જાહેર


Hero Ki Horrorine: એકતા કપૂરની હોરર ફિલ્મનો ફર્સ્ટ લુક
Hero Ki Horrorine: એકતા કપૂરની હોરર ફિલ્મનો ખૌફનાક ફર્સ્ટ લુક થયો જાહેર


Hero Ki Horrorine: એકતા કપૂરની હોરર ફિલ્મનો ફર્સ્ટ લુક
Hero Ki Horrorine: બોલીવુડમાં અત્યારે હોરર અને સુપરનેચરલ ફિલ્મોનો ક્રેઝ વધી રહ્યો છે. ત્યારે મેકર એકતા આર. કપૂર અને અમર બૂટાલા તેમની નવી હોરર-કોમેડી ફિલ્મ 'હીરો કી હોરરાઈન' લઈને આવી રહ્યાં છે. 13 તારીખના ખાસ અવસરે મેકર્સે ફિલ્મનું ટાઈટલ અને ફર્સ્ટ લુક મોશન પોસ્ટર જાહેર કર્યું છે. જય હો મીડિયા વેન્ચર્સ અને બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મનું નિર્દેશન સાજિદ ખાન કરી રહ્યા છે. આ ફિલ્મ 2027માં થિયેટરમાં રિલીઝ થશે.
ફર્સ્ટ લુક પોસ્ટરે વધારી દર્શકોની ઉત્સુકતા*
ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર ખૂબ જ ડરામણું છે. અંધકાર અને ધુમાડાથી ભરેલા બેકગ્રાઉન્ડમાં લોહીથી લથબથ લાલ સાડી પહેરેલી એક ભયાનક મહિલા જોવા મળે છે. તેના વિખરાયેલા લાંબા વાળ, વિકૃત ચહેરો, સફેદ આંખો, અણીદાર દાંત અને પંજા જેવા હાથ પોસ્ટરને વધુ ખૌફનાક બનાવે છે. ફિલ્મના નામમાં હીરો અને હિરોઈનનો ઉલ્લેખ છે, પરંતુ પોસ્ટર પરથી સ્પષ્ટ થાય છે કે તેમાં હોરર સાથે એન્ટરટેઈનમેન્ટનો પણ ભરપૂર ડોઝ જોવા મળશે.
ગોવિંદાના પુત્ર યશવર્ધનનું થશે બોલીવુડ ડેબ્યૂ?
ફિલ્મની સ્ટારકાસ્ટને લઈને મેકર્સે હજુ સત્તાવાર રીતે સંપૂર્ણ વિગતો જાહેર કરી નથી. પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ એક્ટર ગોવિંદાના પુત્ર યશવર્ધન આહુજા આ ફિલ્મથી બોલીવુડમાં અભિનયની શરૂઆત કરી શકે છે.
View post on Instagram
તેમની સાથે 'લાપતા લેડીઝ'માં ફૂલ કુમારીનું પાત્ર ભજવનાર નિતાંશી ગોયલ મુખ્ય ભૂમિકામાં જોવા મળી શકે છે. આ ઉપરાંત સુનીતા આહુજા, ચંકી પાંડે, જેમી લીવર, બૃજેન્દ્ર કાલા અને સિમરત કૌર પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં હોવાની ચર્ચા છે.
સાજિદ ખાન કરશે દિગ્દર્શન ક્ષેત્રે વાપસી
'હે બેબી' અને 'હાઉસફુલ' જેવી ફિલ્મોનું નિર્દેશન કરી ચૂકેલા સાજિદ ખાન લાંબા સમય બાદ દિગ્દર્શક તરીકે મોટા પડદા પર વાપસી કરી રહ્યા છે. ફિલ્મનું નિર્માણ એકતા કપૂર, શોભા કપૂર અને અમર બૂટાલા કરી રહ્યા છે. હવે 2027માં રિલીઝ થનારી આ હોરર-કોમેડી ફિલ્મ દર્શકોને કેટલી ડરાવે છે તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો: Ramayana: રણબીર કપૂરની ‘રામાયણ’એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, 7 દિવસમાં 935 કરોડ રૂપિયાની કમાણી




