Priyanka Chopra: પ્રિયંકા ચોપરાની દીકરી માલતીએ સંભળાવ્યો ગાયત્રી મંત્ર, ક્યૂટ વીડિયોએ જીત્યું ફેન્સનું દિલ


Priyanka Chopra: પ્રિયંકાની દીકરી માલતીએ સંભળાવ્યો ગાયત્રી મંત્ર
Priyanka Chopra: પ્રિયંકા ચોપરાની દીકરી માલતીએ સંભળાવ્યો ગાયત્રી મંત્ર, ક્યૂટ વીડિયોએ જીત્યું ફેન્સનું દિલ


Priyanka Chopra: પ્રિયંકાની દીકરી માલતીએ સંભળાવ્યો ગાયત્રી મંત્ર
Priyanka Chopra: બોલીવુડથી લઈને હોલીવુડ સુધી પોતાની ઓળખ બનાવનાર એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના પરિવાર અને પર્સનલ લાઈફની સુંદર પળો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
હાલમાં જ એક્ટ્રેસે એક એવો વીડિયો શેર કર્યો છે, જેણે સોશિયલ મીડિયા પર લોકોનું દિલ જીતી લીધું છે. આ વીડિયોમાં તેની નાનકડી દીકરી માલતી ગાયત્રી મંત્રનો જાપ કરતી જોવા મળી રહી છે.
માતા અને દીકરીની આ સુંદર પળો જોઈને ફેન્સ ખૂબ જ ખુશ થઈ રહ્યા છે. વીડિયોમાં પ્રિયંકા પોતાની દીકરીને ખોળામાં લઈને ગાયત્રી મંત્ર બોલી રહી છે. તેની સાથે નાનકડી માલતી પણ પોતાની ક્યૂટ અવાજમાં મંત્ર બોલવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. માલતીની આ સુંદર અંદાજે સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્યાન ખેંચ્યું છે.
માલતીને ભારતીય સંસ્કારો સાથે જોડે છે પ્રિયંકા
પ્રિયંકાએ શેર કરેલા આ વીડિયોને ફેન્સ તરફથી ખૂબ પ્રેમ મળી રહ્યો છે. લોકો એક્ટ્રેસના ઉછેરની રીત અને દીકરીને ભારતીય સંસ્કૃતિ તથા પરંપરાઓ સાથે જોડીને રાખવાના પ્રયાસની પ્રશંસા કરી રહ્યા છે.
View post on Instagram
આ પોસ્ટમાં માત્ર ગાયત્રી મંત્રનો વીડિયો જ નહીં, પરંતુ પ્રિયંકાએ પોતાના બીચ વેકેશનની કેટલીક તસવીરો અને ફિલ્મના સેટ પરથી પડદા પાછળની ઝલક પણ શેર કરી છે. આ તસવીરો અને વીડિયોના કલેક્શન સાથે તેને લખ્યું હતું કે, 'આ દિવસોમાં ઘણું બધું ચાલી રહ્યું છે, પરંતુ હું એક સપનાની દુનિયા જેવી જગ્યાએ છું.'
ફિલ્મ 'વારાણસી'થી ભારતીય સિનેમામાં કરશે વાપસી
પ્રિયંકા ચોપરાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં દિગ્દર્શક એસ.એસ. રાજામૌલીની ફિલ્મ 'વારાણસી'માં જોવા મળશે. આ ફિલ્મ દ્વારા તે ફરી એકવાર ભારતીય સિનેમામાં વાપસી કરશે. ફિલ્મમાં તેની સાથે સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 7 એપ્રિલ 2027ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે.
આ સિવાય પ્રિયંકા પાસે અનેક આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ પણ છે. તે રસેલ ક્રો સાથે સાયન્સ ફિક્શન એક્શન થ્રિલર ફિલ્મ 'બ્લૂફ્લાય'માં જોવા મળશે, જેનું નિર્દેશન નિમરોડ એન્ટલ કરી રહ્યા છે. આ સિવાય તે નિકોલસ સ્ટોલરની 'જજમેન્ટ ડે' અને મીરા નાયરની બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મ 'અમરી'નો પણ ભાગ છે. 'અમરી'માં ઓર્લાન્ડો બ્લૂમ પણ જોવા મળશે.




