Kalki 2: પ્રભાસની 'કલ્કી 2' ક્યારે થશે રિલીઝ? ડાયરેક્ટરે કર્યો મોટો ખુલાસો


Kalki 2
Kalki 2: પ્રભાસની 'કલ્કી 2' ક્યારે થશે રિલીઝ? ડાયરેક્ટરે કર્યો મોટો ખુલાસો


Kalki 2
Kalki 2: સમગ્ર ભારતમાં સુપરસ્ટાર પ્રભાસની 2026ની શરૂઆત આશાસ્પદ રહી નથી. આ વર્ષે રિલીઝ થયેલી તેમની હોરર-કોમેડી, "ધ રાજા સાબ" ફેન્સને પ્રભાવિત કરવામાં નિષ્ફળ ગઈ અને બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી. પરંતુ આ ફ્લોપ હોવા છતાં પ્રભાસ પાસે ઘણી મેગા-બજેટ અને બ્લોકબસ્ટર ફિલ્મોની લાઈન છે.
ઐતિહાસિક બ્લોકબસ્ટર "કલ્કી 2898 એડી" નો બીજો ભાગ 2024માં રિલીઝ થવાની રાહ જોઈ રહ્યો છે. હવે ફિલ્મના ડાયરેક્ટર નાગ અશ્વિને "કલ્કી" સિક્વલની રિલીઝ યોજનાઓ જાહેર કરી છે.
તાજેતરમાં, વેરાયટી ઈન્ડિયા સાથે વાત કરતી વખતે ડાયરેક્ટર નાગ અશ્વિનને "કલ્કી 2" વિશે પૂછવામાં આવ્યું. તેમને પૂછવામાં આવ્યું કે "કલ્કી 2" માટે અપેક્ષાઓ ખૂબ વધી ગઈ છે. ફિલ્મ વિશે લેટેસ્ટ અપડેટ શું છે? શૂટિંગ ક્યારે પૂર્ણ થશે? ડાયરેક્ટરે કહ્યું કે "અમે ઓક્ટોબરના મધ્યમાં નિયમિત શૂટિંગ શરૂ કરી રહ્યા છીએ, કારણ કે હવે અમારી પાસે બધા કલાકારો માટે કોલ શીટ્સ છે."
ફિલ્મનું શૂટિંગ ક્યારે પૂર્ણ થશે?
આ દરમિયાન પ્રભાસના કલ્કી 2 ના ડાયરેક્ટર નાગ અશ્વિને પણ કહ્યું કે "આ વર્ષની શરૂઆતમાં, અમે કમલ સર અને બચ્ચન સર સાથે અલગ-અલગ દ્રશ્યો શૂટ કર્યા હતા. અમે પ્રભાસની કોલ શીટની રાહ જોઈ રહ્યા હતા. હવે તે મામલો ઉકેલાઈ ગયો છે. અમને આશા છે કે આવતા વર્ષના મધ્ય સુધીમાં એટલે કે 2027 સુધીમાં આખું શૂટિંગ પૂર્ણ થઈ જશે. તે પછી અમે પોસ્ટ-પ્રોડક્શન શરૂ કરીશું. ચાલો પહેલા શૂટિંગ પૂર્ણ કરીએ, એકવાર તે થઈ જાય, પછી આપણે રિલીઝ તારીખ વિશે વાત કરી શકીએ છીએ."
આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે?
ડાયરેક્ટરે રિલીઝ તારીખ વિશે કંઈ કહ્યું ન હતું, પરંતુ તેમને સંકેત આપ્યો હતો કે કલ્કીનો બીજો ભાગ 2028 માં રિલીઝ થશે. તેમને એ પણ સ્પષ્ટ કર્યું કે ફિલ્મમાં કોઈ નવા એલિમેન્ટ સામેલ કરવામાં આવી રહ્યા નથી. "અમે જે સ્ટોરીથી શરૂઆત કરી હતી તે ચાલુ રાખી રહ્યા છીએ, અને તેમાં પહેલાથી જ ઘણા બધા પાત્રો છે." અંતે તેમને કહ્યું કે "આ ફક્ત એક ફ્રેન્ચાઈઝી કરતાં વધુ છે. મને લાગે છે કે અમે એક દુનિયા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, 'કલ્કી' બ્રહ્માંડ જેવું કંઈક. અમે અલગ અલગ વાર્તાઓ પર કામ કરી રહ્યા છીએ, તેમને એકસાથે લાવવાનો અને આ વિશાળ દુનિયાને વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ."
"ધ રાજા સાબ" ની નિષ્ફળતા છતાં પ્રભાસની લાઈનઅપ એટલી પ્રભાવશાળી છે કે ફેન્સને આશા છે કે તે ટૂંક સમયમાં ફરી એકવાર બોક્સ ઓફિસના રેકોર્ડ તોડશે.
આ પણ વાંચો: Mushtaq Khan: એક્ટર મુશ્તાક ખાનનું નિધન, 15 દિવસથી હોસ્પિટલમાં હતા દાખલ





