Get News Alerts

Never miss breaking news updates.

Mushtaq Khan: એક્ટર મુશ્તાક ખાનનું નિધન, 15 દિવસથી હોસ્પિટલમાં હતા દાખલ

Mushtaq Khan: ફેમસ એક્ટર મુશ્તાક ખાનનું નિધન થયું છે. "વેલકમ", "આશિકી" અને "મુઝસે શાદી કરોગી" જેવી ફિલ્મોમાં એક્ટિંગ કરનાર આ એક્ટર 15 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતો.
Nancy ShuklaUpdated on: 24 Sep 2026 08:07 PM IST
Mushtaq Khan: એક્ટર મુશ્તાક ખાનનું નિધન, 15 દિવસથી હોસ્પિટલમાં હતા દાખલMushtaq Khan: એક્ટર મુશ્તાક ખાનનું નિધન, 15 દિવસથી હોસ્પિટલમાં હતા દાખલ

Mushtaq Khan

Mushtaq Khan: બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા એક્ટર મુશ્તાક ખાનનું 24 સપ્ટેમ્બરે નિધન થયું છે. તેઓ ‘વેલકમ’, ‘આશિકી’, ‘મુઝસે શાદી કરોગી’ અને ‘હમ હૈં રાહી પ્યાર કે’ જેવી ફિલ્મોમાં પોતાના યાદગાર એક્ટિંગ માટે જાણીતા હતા. તેમના ફિલ્મી કરિયર દરમિયાન તેમને ખાસ કરીને સપોર્ટિંગ અને કોમેડી ભૂમિકાઓથી દર્શકોમાં પોતાની આગવી ઓળખ બનાવી હતી.

15 દિવસથી હોસ્પિટલમાં હતા દાખલ

મળતી માહિતી મુજબ મુશ્તાક ખાન છેલ્લા કેટલાક સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા અને મુંબઈની નાણાવટી મેક્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. હોસ્પિટલમાં કેન્સર સારવાર માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ છે. મુશ્તાક ખાને પોતાના કરિયરમાં અનેક હિન્દી ફિલ્મોમાં વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી હતી.

‘વેલકમ’માં તેમના પાત્રને દર્શકોએ ખાસ પસંદ કર્યું હતું. આ સિવાય ‘હમ હૈં રાહી પ્યાર કે’, ‘આશિકી’ અને ‘મુઝસે શાદી કરોગી’ જેવી ફિલ્મોમાં પણ તેમની હાજરી નોંધપાત્ર રહી હતી. તેઓ પોતાના સ્વાભાવિક કોમિક ટાઈમિંગ અને સપોર્ટિંગ પાત્રોને અસરકારક રીતે રજૂ કરવા માટે જાણીતા હતા.

ફેન્સમાં શોકની લાગણી

તેમના નિધનના સમાચારથી ફિલ્મ જગત અને તેમના ફેન્સમાં શોકની લાગણી પ્રસરી છે. પડદા પર પોતાના અભિનયથી દર્શકોને હસાવનાર આ કલાકારના અવસાનથી તેમના સાથી કલાકારો અને ફેન્સમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ મુશ્તાક ખાનની અંતિમ વિધિ 25 સપ્ટેમ્બરે કરવામાં આવશે.

મુશ્તાક ખાનની હાલત ખરાબ હતી!

મુશ્તાક ખાન પણ 2024 માં એક ભયાનક અપહરણનો ભોગ બન્યો હતો. 20 નવેમ્બર, 2024 ના રોજ, તેને એક કાર્યક્રમમાં હાજરી આપવાના બહાને મેરઠ લઈ જવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ તેમને દિલ્હી એરપોર્ટથી કારમાં લલચાવીને લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં બિજનૌરમાં બંધક બનાવવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ ગુનેગારોએ તેને લગભગ 12 કલાક સુધી ત્રાસ આપ્યો અને 1 કરોડ રૂપિયાની ખંડણી માગી.

મુશ્તાક ખાને સમજાવ્યું કે અપહરણકારો એ જાણીને આશ્ચર્યચકિત થઈ ગયા કે એક્ટર પાસે આટલા પૈસા નથી. તેઓ માનતા હતા કે ફિલ્મ ઉદ્યોગમાં કામ કરતો દરેક એક્ટર લાખો કમાય છે. મુશ્તાક કોઈક રીતે છટકી ગયા અને પછી પોતાની અગ્નિપરીક્ષાનું વર્ણન કર્યું.

આ પણ વાંચો: Main Hoon Na 2: શાહરૂખ ખાનની 'મૈં હૂં ના' ની સિક્વલ બનશે? ડાયરેક્ટર ફરાહ ખાને આપી હિન્ટ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.