Nandish Sandhu Wedding: રશ્મિ દેસાઈના એક્સ પતિ નંદીશ સંધુએ ગર્લફ્રેન્ડ કવિતા બેનર્જી સાથે કર્યા બીજા લગ્ન

Nandish Sandhu Wedding: નંદીશ સંધુએ કોલકાતામાં કવિતા બેનર્જી સાથે બંગાળી રીતિ-રિવાજ મુજબ બીજા લગ્ન કર્યા. અગાઉ તેઓ રશ્મિ દેસાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાયો હતો.
Nancy Shukal
Nancy Shukal
Nandish Sandhu: નંદીશ સંધુએ કવિતા બેનર્જી સાથે કર્યા બીજા લગ્નNandish Sandhu: નંદીશ સંધુએ કવિતા બેનર્જી સાથે કર્યા બીજા લગ્ન

Nandish Sandhu: નંદીશ સંધુએ કવિતા બેનર્જી સાથે કર્યા બીજા લગ્ન

Nandish Sandhu Wedding: ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈના પૂર્વ પતિ અને જાણીતા એક્ટર નંદીશ સિંહ સંધુ ફરી એકવાર લગ્નજીવનની નવી શરૂઆત કરી છે. નંદીશે શનિવાર, 14 નવેમ્બર 2026ના રોજ કોલકાતામાં એક્ટ્રેસ અને લાંબા સમયથી ગર્લફ્રેન્ડ રહેલી કવિતા બેનર્જી સાથે બંગાળી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા છે.

આ લગ્ન સેરેમની બે દિવસ સુધી ચાલી હતી. 13 નવેમ્બરથી સગાઈ અને સંગીત સેરેમની સાથે લગ્નની ઉજવણી શરૂ થઈ હતી. ત્યારબાદ હલ્દી સહિતની વિધિઓ યોજાઈ હતી.

બંગાળી પરંપરા મુજબ લગ્ન કર્યા

નંદીશ સંધુ અને કવિતા બેનર્જીએ બંગાળી પરંપરા મુજબ લગ્ન કર્યા હતા. પરંતુ બંનેએ હજુ સુધી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની સત્તાવાર તસવીરો શેર કરી નથી. પરંતુ લગ્નમાં હાજર રહેલા તેમના નજીકના મિત્રો અને મહેમાનોએ સોશિયલ મીડિયા પર અનેક તસવીરો અને વીડિયો શેર કર્યા છે. આ તસવીરો અને વીડિયોને કપલે પણ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર રીશેર કર્યા છે.

લગ્નના ખાસ અવસર પર કવિતા રેડ અને ક્રીમ કલરની સુંદર બનારસી સિલ્ક સાડીમાં જોવા મળી હતી. જ્યારે નંદીશે ક્રીમ કલરની પરંપરાગત સિલ્ક ધોતી અને કુર્તો પહેર્યો હતો. લગ્નના એક વીડિયોમાં કવિતા બંગાળી લગ્નની ખાસ વિધિ 'સાત પાક' કરતી જોવા મળી હતી. આ વિધિમાં દુલ્હન વરરાજાની આસપાસ સાત ફેરા લેતા જોવા મળે છે. આ દરમિયાન નંદીશના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોવા મળી હતી.

કોણ છે નંદીશ સંધુની બીજી પત્ની કવિતા બેનર્જી?

કવિતા બેનર્જી પણ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે અને એક્ટ્રેસ તરીકે ઓળખાય છે. નંદીશ અને કવિતાએ વર્ષ 2025માં સગાઈની જાહેરાત કરી હતી. બંનેની ઉંમરમાં લગભગ 10 વર્ષનો તફાવત છે. નંદીશનો જન્મ 25 ડિસેમ્બર 1981ના રોજ રાજસ્થાનના ધૌલપુરમાં થયો હતો, જ્યારે કવિતાનો જન્મ 12 જુલાઈ 1992ના રોજ થયો હતો.

રશ્મિ દેસાઈ સાથે કર્યા હતા લગ્ન

નંદીશ સંધુના આ બીજા લગ્ન છે. અગાઉ તેને જાણીતી ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈ સાથે લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત લોકપ્રિય ટીવી શો 'ઉતરન'ના સેટ પર થઈ હતી. સાથે કામ કરતાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારબાદ 12 ફેબ્રુઆરી 2012ના રોજ રાજસ્થાનના ધૌલપુરમાં બંનેએ લગ્ન કર્યા હતા.

પરંતુ લગ્નજીવન લાંબું ટકી શક્યું ન હતું. લગ્નના 2 વર્ષ બાદ 2014માં બંનેએ અલગ થવાની જાહેરાત કરી હતી અને વર્ષ 2016માં સત્તાવાર રીતે છૂટાછેડા લીધા હતા. હવે નંદીશે કવિતા બેનર્જી સાથે બીજા લગ્ન કરીને જીવનની નવી શરૂઆત કરી છે.

આ પણ વાંચો: Amitabh Bachchan: ટાઈગર શ્રોફની કાર પર ફાયરિંગ બાદ અમિતાભ-અક્ષયની સુરક્ષા વધારી