Get News Alerts

Never miss breaking news updates.

Main Hoon Na 2: શાહરૂખ ખાનની 'મૈં હૂં ના' ની સિક્વલ બનશે? ડાયરેક્ટર ફરાહ ખાને આપી હિન્ટ

Main Hoon Na 2: અર્જુન કપૂરની વિનંતી પર, ફરાહ ખાને "મૈં હૂં ના" ની સિક્વલ બનાવવાનો સંકેત આપ્યો છે. શાહરૂખ ખાન અભિનીત આ ફિલ્મને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.
Nancy ShuklaUpdated on: 24 Sep 2026 07:30 PM IST
Main Hoon Na 2: શાહરૂખ ખાનની 'મૈં હૂં ના' ની સિક્વલ બનશે? ડાયરેક્ટર ફરાહ ખાને આપી હિન્ટMain Hoon Na 2: શાહરૂખ ખાનની 'મૈં હૂં ના' ની સિક્વલ બનશે? ડાયરેક્ટર ફરાહ ખાને આપી હિન્ટ

Main Hoon Na 2

Main Hoon Na 2: બોલીવુડ એક્ટર શાહરૂખ ખાને પોતાના કરિયરમાં ઘણી એવી ફિલ્મમાં એક્ટિંગ કરી છે, જે લોકો વર્ષો પછી પણ જોવાનો આનંદ માણે છે. આવી જ એક ફિલ્મ છે "મૈં હૂં ના". 2004 માં રિલીઝ થયેલી આ ફિલ્મનું નિર્દેશન ફરાહ ખાન દ્વારા કરવામાં આવ્યું હતું.

ફરાહ ખાને આ ફિલ્મથી ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. હવે તેણે કંઈક એવું પોસ્ટ કર્યું છે જેનાથી ફેન્સ "મૈં હૂં ના" ની સિક્વલ માટે એક્સાઈટેડ છે. ફેન્સ ફરાહ ખાનની પોસ્ટને હિન્ટ તરીકે જોઈ રહ્યા છે.

બોલીવુડ એક્ટર અર્જુન કપૂરે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી, જેમાં તે "મૈં હૂં ના" જોતો જોતો જોવા મળે છે. તેને લખ્યું છે કે "આ ડિજિટલ યુગમાં હોટલમાં ચેક ઈન કરતી વખતે અચાનક ટીવી પર મારી મનપસંદ ફિલ્મ જોવાનો આનંદ." તેને ફરાહ ખાનને ટેગ કરીને લખ્યું છે કે "શક્ય તેટલી વહેલી તકે સિક્વલની જરૂર છે." ફરાહ ખાને પોસ્ટ પર પ્રતિક્રિયા આપી.

Shah Rukh Khan.webp

ફરાહ ખાને શું કહ્યું?

ફરાહ ખાને તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર અર્જુન કપૂરની પોસ્ટ શેર કરી અને લખ્યું છે કે "હાહાહા... જો તમે તમારા દિલથી કંઈક માગો છો..." ફરાહની આ લાઈન હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફેન્સ કહી રહ્યા છે કે તે 'મૈં હૂં ના 2' તરફ ઈશારો કરી રહી છે. હાલમાં સિક્વલ વિશે કોઈ સત્તાવાર અપડેટ નથી, પરંતુ જો ફરાહ ખરેખર ફિલ્મ બનાવે છે, તો તે શાહરૂખ ખાનના ફેન્સ માટે એક મોટી ટ્રીટ હશે.

મૈં હૂં ના બોક્સ ઓફિસ કલેક્શન

"મૈં હૂં ના" માં શાહરૂખ ખાન સાથે સુષ્મિતા સેન જોવા મળી હતી. આ ફિલ્મમાં ઝાયેદ ખાન અને અમૃતા રાવે પણ જોવા મળ્યા હતો. સુનિલ શેટ્ટીએ વિલનની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો, જેના કારણે તેને બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું અને તે હિટ રહી. બોક્સ ઓફિસ મુજબ "મૈં હૂં ના" 25 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી. ભારતમાં તેને 36.20 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ફિલ્મની વર્લ્ડવાઈડ કમાણી 73.30 કરોડ હતી.

આ પણ વાંચો: Ahaan Panday અને અનીત પદ્દા સાથે મળશે જોવા, મોહિત સૂરીની આગામી ફિલ્મને લઈને સામે આવ્યું અપડેટ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.