Munna Bhai MBBS: નવા વર્ઝનમાં આવશે 'મુન્નાભાઈ MBBS', જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ?

Munna Bhai MBBS: સંજય દત્તની લોકપ્રિય ફિલ્મ 'મુન્નાભાઈ MBBS' 11 ડિસેમ્બરે 8K વર્ઝનમાં ફરી સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મનો ઓડિયો પણ ડોલ્બી 5.1માં રિમાસ્ટર કરાયો છે.
Nancy Shukal
Nancy Shukal
Munna Bhai MBBS: ફરી રિલીઝ થશે 'મુન્નાભાઈ MBBS'Munna Bhai MBBS: ફરી રિલીઝ થશે 'મુન્નાભાઈ MBBS'

Munna Bhai MBBS: ફરી રિલીઝ થશે 'મુન્નાભાઈ MBBS'

Munna Bhai MBBS: બોલીવુડ એક્ટર સંજય દત્તની પોપ્યુલર ફિલ્મ 'મુન્નાભાઈ MBBS' ફરી એકવાર સિનેમાઘરોમાં ધૂમ મચાવવા આવી રહી છે. વર્ષ 2003માં રિલીઝ થયેલી આ ફિલ્મ આજે પણ દર્શકોની પસંદગીમાં સામેલ છે. હવે મેકર્સે ફિલ્મને નવા અંદાજમાં ફરીથી રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. ખાસ વાત એ છે કે આ વખતે દર્શકોને ફિલ્મનું 8K વર્ઝન જોવા મળશે, જેમાં અગાઉની સરખામણીમાં વધુ સ્પષ્ટ પિક્ચર ક્વોલિટી અને ડોલ્બી 5.1માં રિમાસ્ટર કરેલો ઓડિયો હશે.

11 ડિસેમ્બરે ફરી સિનેમાઘરોમાં આવશે ફિલ્મ

મેકર્સે 'મુન્નાભાઈ MBBS'ની રી-રિલીઝની તારીખ જાહેર કરવાની સાથે એક ટ્રેલર વીડિયો પણ શેર કર્યો છે. આ ટ્રેલરમાં ફિલ્મનાં જૂનાં અને લોકપ્રિય દૃશ્યોની ઝલક જોવા મળે છે. ફિલ્મ 11 ડિસેમ્બરે ફરી થિયેટરમાં રિલીઝ થશે.

ટ્રેલર શેર કરતી વખતે મેકર્સે લખ્યું છે કે “એક જાદુ કી ઝપ્પી, ઢેર સારી મસ્તી અને અપુન કા સ્ટાઈલ! બોલે તો, ફુલ ઓન એન્ટરટેઈનમેન્ટ.” આ ફિલ્મનો 'જાદુ કી ઝપ્પી' ડાયલોગ આજે પણ દર્શકોમાં ખૂબ લોકપ્રિય છે.

સંજય દત્ત સાથે જોવા મળ્યા હતા આ કલાકારો

'મુન્નાભાઈ MBBS'નું નિર્માણ વિધુ વિનોદ ચોપડાએ કર્યું હતું, જ્યારે રાજકુમાર હિરાણીએ તેનું નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મ રાજકુમાર હિરાણીની નિર્દેશક તરીકેની પ્રથમ ફિલ્મ હતી. તેમાં સંજય દત્ત સાથે અરશદ વારસી, ગ્રેસી સિંહ, બોમન ઈરાની, સુનીલ દત્ત અને જિમી શેરગિલ જેવા કલાકારો જોવા મળ્યા હતા.

ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ સારું પ્રદર્શન કર્યું હતું. વિશ્વભરમાં તેને 34.6 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું હતું. વર્ષ 2006માં મેકર્સે તેનો બીજો ભાગ 'લગે રહો મુન્નાભાઈ' રજૂ કર્યો હતો, જે પણ હિટ રહ્યો હતો.

'મુન્નાભાઈ 3' પર પણ ચાલી રહ્યું છે કામ

'મુન્નાભાઈ' ફ્રેન્ચાઈઝીના ફેન્સ માટે વધુ એક સારા સમાચાર છે. દિગ્દર્શક રાજકુમાર હિરાણી 'મુન્નાભાઈ 3' પર કામ કરી રહ્યા હોવાના અહેવાલ છે. ફિલ્મની સ્ક્રિપ્ટ લખવાની પ્રક્રિયા ચાલી રહી છે અને આ કામમાં ફરહાદ સામજી પણ જોડાયા છે.

રાજકુમાર હિરાણી અગાઉ કહી ચૂક્યા છે કે ઉત્તમ સ્ક્રિપ્ટ તૈયાર થશે ત્યારે જ તેઓ ત્રીજો ભાગ બનાવશે. મીડિયા રિપોર્ટ મુજબ જો સ્ક્રિપ્ટનું કામ સમયસર પૂર્ણ થશે તો 'મુન્નાભાઈ 3' વર્ષ 2027માં ફ્લોર પર જઈ શકે છે. પરંતુ ફિલ્મના શૂટિંગ અંગે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી.

આ પણ વાંચો: Ramayana: ઓસ્કારમાં છવાઈ રણબીર કપૂરની 'રામાયણ', ટોપ 20 ફિલ્મમાં મળી જગ્યા, આ કેટેગરીમાં થઈ શોર્ટલિસ્ટ