Miss Universe 2026: ભારતની કાજિયા લિઝ મેજો ટોપ-30માં, જાણો કોને જીત્યો તાજ?

Miss Universe 2026: મિસ યુનિવર્સ 2026માં ભારતની કાજિયા લિઝ મેજો ટોપ-30માં પહોંચી, જ્યારે પાકિસ્તાનની મિસ્બાહ અને બાંગ્લાદેશની સમીરા બહાર થઈ.
Nancy Shukal
Nancy Shukal
Miss Universe 2026: મિસ યુનિવર્સ 2026નો કોને જીત્યો તાજ?Miss Universe 2026: મિસ યુનિવર્સ 2026નો કોને જીત્યો તાજ?

Miss Universe 2026: મિસ યુનિવર્સ 2026નો કોને જીત્યો તાજ?

Miss Universe 2026: મિસ યુનિવર્સ 2026નો ગ્રાન્ડ ફિનાલે 24 નવેમ્બરે પ્યુર્ટો રિકોમાં યોજાયો હતો. ભારતમાં આ સ્પર્ધાનું પ્રસારણ 25 નવેમ્બરની સવારે 5:30 વાગ્યે કરવામાં આવ્યું હતું. આ વખતે પ્યુર્ટો રિકોની જેનિફર બેરેટોએ મિસ યુનિવર્સ 2026નો તાજ જીત્યો છે. સ્પર્ધામાં 116 દેશ અને વિવિધ પ્રદેશોની સુંદરીઓએ ભાગ લીધો હતો. ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશની પ્રતિનિધિઓ પણ આ સ્પર્ધામાં સામેલ થઈ હતી.

ભારત તરફથી કેરળની 19 વર્ષની કાજિયા લિઝ મેજોએ ભાગ લીધો હતો. તે ટોપ-30માં સ્થાન મેળવવામાં સફળ રહી હતી, પરંતુ ત્યારબાદ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ હતી. બીજી તરફ પાકિસ્તાનની મિસ્બાહ અરશદ અને બાંગ્લાદેશની સમીરા ખાન માહી ટોપ-30માં પણ સ્થાન મેળવી શકી ન હતી.

પાકિસ્તાનની મિસ્બાહ અરશદ ટોપ-30માં પણ ન પહોંચી

મિસ યુનિવર્સ પાકિસ્તાન મિસ્બાહ અરશદની સ્પર્ધામાં સફર ટોપ-30ના રાઉન્ડ પહેલાં જ પૂર્ણ થઈ ગઈ હતી. તેના બહાર થયા બાદ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે મિસ્બાહે ગૌરવ, હિંમત અને શાલીનતા સાથે પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું છે. મિસ યુનિવર્સના મંચ પર તેની હાજરીએ દરેક ક્ષણને ખાસ બનાવી હતી.

મિસ્બાહ આ વખતે મિસ યુનિવર્સનો તાજ જીતી શકી નથી, પરંતુ તેણે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે મિસ યુનિવર્સ સ્પર્ધામાં ટુ-પીસ સ્વિમસૂટ પહેરનારી પાકિસ્તાનની પ્રથમ પ્રતિનિધિ બની હતી.

View post on Instagram

બાંગ્લાદેશની સમીરા ખાન માહીનું સપનું પણ તૂટ્યું

બાંગ્લાદેશ તરફથી સમીરા ખાન માહીએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. પરંતુ તે પણ ટોપ-30માં સ્થાન મેળવી શકી ન હતી. આ સ્પર્ધામાં પીપલ્સ ચોઈસ વોટિંગ દ્વારા એક સ્પર્ધકને સીધા ટોપ-30માં પ્રવેશવાની તક આપવામાં આવી હતી.

ગ્રાન્ડ ફિનાલે શરૂ થવાના આશરે એક કલાક પહેલાં સુધી સમીરા ખાન માહી પબ્લિક વોટિંગમાં આગળ ચાલી રહી હતી. પરંતુ તે પોતાની લીડ જાળવી શકી ન હતી. અંતે ઈક્વાડોરની ડાલિયા બુકારમે પીપલ્સ ચોઈસ વોટિંગ જીતીને સીધું સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું.

ભારતની કાજિયા લિઝ મેજોએ ટોપ-30માં બનાવ્યું સ્થાન

ભારત તરફથી 19 વર્ષની કાજિયા લિઝ મેજોએ સ્પર્ધામાં ટોપ-30 સુધી પહોંચીને સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ તે વિજેતા બની શકી ન હતી અને ટોપ-30ના રાઉન્ડ બાદ તેની સફર પૂર્ણ થઈ હતી. આમ, ભારતની પ્રતિનિધિ ટોપ-30 સુધી પહોંચી હતી, જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશની સ્પર્ધકો આ તબક્કા સુધી પણ પહોંચી શકી ન હતી.

આ પણ વાંચો: Ramayana: નેપાળમાં સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ‘રામાયણ’, ‘પુષ્પા 2’ અને ‘બાહુબલી 2’નો રેકોર્ડ તોડ્યો