Miss Universe 2026: વિશ્વસુંદરીનો તાજ જીતવા માટે રસાકસી જોવા મળશે, ભારતનું પ્રતિનિધિત્વ કરશે 19 વર્ષની કાજિયા લિઝ મેજો

Miss Universe 2026: મિસ યુનિવર્સ 2026માં 116 દેશોની સ્પર્ધકો વચ્ચે મુકાબલો થશે. ભારત તરફથી 19 વર્ષની કાજિયા લિઝ મેજો તાજ જીતવા મેદાનમાં ઉતરશે.
Kunjan Shukal
Kunjan Shukal
વિશ્વસુંદરીનો તાજ જીતવા માટે રસાકસી જોવા મળશેવિશ્વસુંદરીનો તાજ જીતવા માટે રસાકસી જોવા મળશે

વિશ્વસુંદરીનો તાજ જીતવા માટે રસાકસી જોવા મળશે

Miss Universe 2026: દુનિયાની પ્રતિષ્ઠિત સૌંદર્ય સ્પર્ધા મિસ યુનિવર્સ 2026નો ગ્રાન્ડ ફિનાલે યોજાવા જઈ રહ્યો છે. આ વખતે 116 દેશો અને પ્રદેશોની સ્પર્ધકો વચ્ચે વિશ્વસુંદરીનો તાજ જીતવા માટે રસાકસી જોવા મળશે. ભારતીય ચાહકોની નજર ખાસ કરીને ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી 19 વર્ષીય કાજિયા લિઝ મેજો પર છે. મિસ યુનિવર્સ સ્પર્ધાની 75મી આવૃત્તિ 24 નવેમ્બર 2026ના રોજ પ્યુઅર્ટો રિકોના સાન જુઆનમાં આવેલા જોસ મિગેલ એગ્રેલોટ કોલિઝિયમ ખાતે યોજાવાની છે. ગ્રાન્ડ ફિનાલેમાં વર્તમાન મિસ યુનિવર્સ અને મેક્સિકોની ફાતિમા બોશ પોતાની ઉત્તરાધિકારીને તાજ પહેરાવશે.

View post on Instagram

કોણ છે કાજિયા લિઝ મેજો?

કાજિયા લિઝ મેજોનો જન્મ સંયુક્ત આરબ અમીરાત (UAE)માં થયો છે, જ્યારે તેમના મૂળ કેરળ સાથે જોડાયેલા છે. તેમણે 23 ઓગસ્ટ 2026ના રોજ જયપુરમાં યોજાયેલી રાષ્ટ્રીય સ્પર્ધામાં મિસ યુનિવર્સ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. હવે તેઓ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. કાજિયા પોતાની સુંદરતા ઉપરાંત ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને રજૂ કરવાની શૈલીને કારણે પણ ચર્ચામાં છે. તેઓ પોતાના પોશાક અને ખાસ લુક દ્વારા કેરળની સાંસ્કૃતિક વિરાસતની ઝલક વિશ્વ સમક્ષ રજૂ કરી રહ્યા છે. તેમની સામે અન્ય 115 દેશની પ્રતિભાશાળી સ્પર્ધકોનો પડકાર રહેશે.

ભારતમાં ક્યારે જોઈ શકાશે ગ્રાન્ડ ફિનાલે?

મિસ યુનિવર્સ 2026નો ગ્રાન્ડ ફિનાલે 24 નવેમ્બરે રાત્રે 8 વાગ્યે ઈસ્ટર્ન ટાઈમ મુજબ યોજાવાનો છે. ભારતીય સમય પ્રમાણે દર્શકો 25 નવેમ્બરની સવારે 6:30 વાગ્યાથી આ સ્પર્ધા જોઈ શકશે. આ વખતનો વિજેતા તાજ પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. તેમાં 3,000થી વધુ હીરા જડવામાં આવ્યા હોવાનો અહેવાલ છે. હવે જોવાનું એ રહેશે કે કાજિયા લિઝ મેજો આ ભવ્ય સ્પર્ધામાં ભારત માટે તાજ જીતવામાં સફળ થાય છે કે નહીં.

આ પણ વાંચો: Ramayana: નેપાળમાં સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ‘રામાયણ’, ‘પુષ્પા 2’ અને ‘બાહુબલી 2’નો રેકોર્ડ તોડ્યો