Mirzapur The Movie Box Office : ધ મૂવી’નો ભૌકાલ, પહેલા જ દિવસે ₹24.75 કરોડની ધમાકેદાર કમાણી



Mirzapur The Movie Box Office
Mirzapur The Movie Box Office : ધ મૂવી’નો ભૌકાલ, પહેલા જ દિવસે ₹24.75 કરોડની ધમાકેદાર કમાણી



Mirzapur The Movie Box Office
Mirzapur The Movie Box Office : OTT પ્લેટફોર્મ પર દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવનારી ‘મિર્ઝાપુર’ની કહાની હવે મોટા પડદા પર પહોંચી છે અને ઓપનિંગ ડે પર જ ફિલ્મે શાનદાર કમાણી કરી છે. કાલીન ભૈયા, ગુડ્ડૂ પંડિત, મુન્ના ભૈયા અને બબ્બન બબુઆ જેવા લોકપ્રિય પાત્રોની વાપસીએ દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.
મિર્ઝાપુરના પાત્રો ફરી છવાયા
ફિલ્મની રિલીઝ પહેલાં જ તેની એડવાન્સ બુકિંગ પરથી સંકેત મળી ગયા હતા કે ‘મિર્ઝાપુર: ધ મૂવી’ બોક્સ ઓફિસ પર ડબલ ડિજિટમાં ઓપનિંગ કરી શકે છે. જોકે પ્રથમ દિવસના આંકડા અપેક્ષા કરતાં પણ વધુ મજબૂત રહ્યા હોવાનું સામે આવ્યું છે. આપેલી માહિતી અનુસાર, ફિલ્મે ઓપનિંગ ડે પર ₹24.75 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મની કુલ ઓક્યુપન્સી લગભગ 42.7 ટકા રહી હતી અને દેશભરમાં 11 હજારથી વધુ શો બુક થયા હતા.
હિન્દી વર્ઝને ફિલ્મની કમાણીમાં સૌથી મોટો ફાળો આપ્યો છે. હિન્દીમાં ફિલ્મે આશરે ₹24.60 કરોડની કમાણી કરી હોવાનું જણાવાયું છે. જ્યારે તેલુગુ વર્ઝનમાંથી અંદાજે ₹15 લાખની કમાણી થઈ છે. તેલુગુમાં ઓક્યુપન્સી હિન્દીની સરખામણીએ ઓછી રહી હતી.
₹250 કરોડના બજેટ સામે ₹24.75 કરોડની ઓપનિંગ
ફિલ્મનું ગ્રોસ કલેક્શન આશરે ₹29.70 કરોડ સુધી પહોંચ્યું હોવાનું અહેવાલમાં જણાવાયું છે. હવે ફિલ્મ માટે સૌથી મહત્વપૂર્ણ વીકએન્ડ રહેવાનો છે. શનિવાર અને રવિવારે દર્શકોની સંખ્યા વધે તો ફિલ્મની કમાણીમાં વધુ મોટો ઉછાળો જોવા મળી શકે છે.
‘મિર્ઝાપુર: ધ મૂવી’નું બજેટ આશરે ₹250 કરોડ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેથી ફિલ્મને સફળ ગણાવવા માટે આગળના દિવસોમાં બોક્સ ઓફિસ પર સતત મજબૂત કમાણી કરવી પડશે. હાલ ફિલ્મ હજુ ₹50 કરોડના આંકડાથી દૂર છે, પરંતુ શરૂઆતના આંકડા નિર્માતાઓ માટે ચોક્કસપણે રાહત આપનારા છે.
પહેલેથી જ અન્ય ફિલ્મો વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે
ખાસ વાત એ છે કે બોક્સ ઓફિસ પર પહેલેથી જ અન્ય ફિલ્મો વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. આવી સ્થિતિમાં ‘મિર્ઝાપુર: ધ મૂવી’એ શરૂઆતમાં જ મજબૂત કમાણી કરીને પોતાની હાજરી નોંધાવી છે. હવે સૌની નજર વીકએન્ડ કલેક્શન પર છે. જો ફિલ્મની કમાણીની ગતિ યથાવત રહે છે, તો આગામી દિવસોમાં ‘મિર્ઝાપુર: ધ મૂવી’ બોક્સ ઓફિસ પર વધુ મોટો આંકડો પાર કરી શકે છે. બીજી તરફ, ફિલ્મની એન્ટ્રીથી અન્ય ચાલી રહેલી ફિલ્મોના બિઝનેસ પર કેટલી અસર પડે છે તે પણ જોવાનું રસપ્રદ રહેશે.

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



