Get News Alerts

Never miss breaking news updates.

Love and War: 'લવ એન્ડ વોર' માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લુક જાહેર, અલગ અંદાજમાં મચાવી ધૂમ

Love and War: સંજય લીલા ભણસાલીની ફિલ્મ "લવ એન્ડ વોર" માંથી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પછી વિકી કૌશલનો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો છે.
Nancy ShuklaUpdated on: 26 Sep 2026 02:26 PM IST
Love and War: 'લવ એન્ડ વોર' માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લુક જાહેર, અલગ અંદાજમાં મચાવી ધૂમLove and War: 'લવ એન્ડ વોર' માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લુક જાહેર, અલગ અંદાજમાં મચાવી ધૂમ

Love and War

Love and War: સંજય લીલા ભણસાલીની મોસ્ટ અપેક્ષિત ફિલ્મ "લવ એન્ડ વોર" ના રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો ફર્સ્ટ લુક શેર કર્યા પછી મેકર્સે હવે એક ખાસ વિન્ટેજ-સ્ટાઈલ પોસ્ટરમાં વિકી કૌશલનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે.

આ પોસ્ટરમાં વિકી વિન્ટેજ હેરકટ અને મૂછોમાં જોવા મળે છે. તે લાઈટરથી સિગારેટ સળગાવતો જોવા મળે છે. પોસ્ટરમાં એક્ટરનો ડાઘવાળો ચહેરો, હાથમાં સિગારેટ અને આંખોમાં ગુસ્સો સ્પષ્ટપણે દેખાય છે. ફેન્સ વિકી કૌશલનો આ નવો લુક પસંદ કરી રહ્યા છે.

લવ એન્ડ વોરમાંથી વિકી કૌશલનો ફર્સ્ટ લુક

પોસ્ટર શેર કરતાં એક્ટર વિકી કૌશલે કેપ્શનમાં લખ્યું છે કે "નઝરેન મિલેંગી, લેકિન હટેંગી નહીં!" પોસ્ટરમાં ફિલ્મની રિલીઝ તારીખ પણ જાહેર કરવામાં આવી હતી. "લવ એન્ડ વોર" 21 જાન્યુઆરી, 2027 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

પોસ્ટર તરત જ વાયરલ થઈ ગયું, આલિયા ભટ્ટે કોમેન્ટ સેક્શનમાં ફાયર ઈમોજીની કોમેન્ટ કરી. એક્ટ્રેસ સોનમ કપૂરે પણ તાળીઓ પાડતા ઈમોજી સાથે પોસ્ટ પર પ્રતિક્રિયા આપી.

View post on Instagram

'લવ એન્ડ વોર' ફિલ્મથી રણબીર-આલિયાનો ફર્સ્ટ લુક

ગુરુવારે મેકર્સે રણબીર કપૂરનું ફર્સ્ટ-લૂક પોસ્ટર રિલીઝ કર્યું. એક્ટર એક વિન્ટેજ સ્પોર્ટ્સ કારની ડ્રાઈવર સીટ પર બેઠેલો જોવા મળ્યો હતો, તેના હાથમાં ગોળી વાગી હતી. તેવી જ રીતે, શુક્રવારે, મેકર્સે આલિયા ભટ્ટનું ફર્સ્ટ-લૂક પોસ્ટર રિલીઝ કર્યું. એક્ટ્રેસ રેડ કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે, અને બેકગ્રાઉન્ડ વાતાવરણ 1960 અને 1970 ના દાયકાની ફિલ્મોમાં દર્શાવવામાં આવેલા રેટ્રો કેબરે ગીતોની યાદ અપાવે છે. જ્યારે તેમના પાત્રો વિશે હજુ સુધી વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી, આ ફિલ્મ એક રોમેન્ટિક છે. "લવ એન્ડ વોર" 21 જાન્યુઆરી, 2027 ના રોજ હિન્દી, તમિલ અને તેલુગુમાં વિશ્વભરમાં રિલીઝ થશે.

આલિયા-રણબીરની બીજી ફિલ્મ સાથે

"લવ એન્ડ વોર" પછી આ આ જોડીની બીજી ફિલ્મ છે, જેની જાહેરાત જાન્યુઆરી 2024 માં પહેલી વાર કરવામાં આવી હતી. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર અગાઉ અયાન મુખર્જીની "બ્રહ્માસ્ત્ર" માં જોવા મળ્યા હતા. "લવ એન્ડ વોર" ફિલ્મ મેકર્સ સંજય લીલા ભણસાલી સાથે વિકી કૌશલનો પહેલો પ્રોજેક્ટ છે. "લવ એન્ડ વોર" 425 કરોડ રૂપિયાના બજેટમાં બની રહી છે. થોડા મહિના પહેલા, "વેરાયટી ઈન્ડિયા" ના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફિલ્મના 3 મુખ્ય કલાકારોએ તેના માટે કોઈ ફી લીધી નથી.

આ પણ વાંચો: Kalki 2: પ્રભાસની 'કલ્કી 2' ક્યારે થશે રિલીઝ? ડાયરેક્ટરે કર્યો મોટો ખુલાસો

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.