Kavya Anirudh Reception:કાવ્યા મારન-અનિરુદ્ધ રવિચંદરનું ગ્રાન્ડ રિસેપ્શન, દિગ્ગજ હસ્તીઓએ આપી હાજરી

Kavya Anirudh Reception: કાવ્યા મારન અને અનિરુદ્ધનું ચેન્નાઈમાં રિસેપ્શન યોજાયું. લાલ લહેંગામાં કાવ્યા છવાઈ, જ્યારે ફિલ્મ અને ક્રિકેટ જગતની હસ્તીઓએ હાજરી આપી.
Nancy Shukal
Nancy Shukal
Kavya Anirudh Reception: કાવ્યા અને અનિરુદ્ધના રિસેપ્શનની તસવીર થઈ વાયરલKavya Anirudh Reception: કાવ્યા અને અનિરુદ્ધના રિસેપ્શનની તસવીર થઈ વાયરલ

Kavya Anirudh Reception: કાવ્યા અને અનિરુદ્ધના રિસેપ્શનની તસવીર થઈ વાયરલ

Kavya Anirudh Reception: સનરાઈઝર્સ હૈદરાબાદની CEO કાવ્યા મારન અને જાણીતા મ્યુઝિક કમ્પોઝર અનિરુદ્ધ રવિચંદરનાં લગ્નનું ભવ્ય રિસેપ્શન 21 નવેમ્બરે ચેન્નાઈમાં યોજાયું. ગ્રીસમાં લગ્નના 10 દિવસ બાદ આયોજિત આ સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ચેન્નાઈની ITC ગ્રાન્ડ ચોલા હોટેલમાં યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં ફિલ્મ, ક્રિકેટ, રાજકારણ અને બિઝનેસ જગતની અનેક જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી.

લાલ લહેંગામાં કાવ્યા મારને ખેંચ્યું ધ્યાન

વેડિંગ રિસેપ્શનમાં કાવ્યા મારન અને અનિરુદ્ધ રવિચંદરનો શાહી અંદાજ જોવા મળ્યો હતો. નવી નવેલી દુલ્હન કાવ્યા મારને રેડ કલરનો હેવી એમ્બ્રોઈડરીવાળો લહેંગો પહેર્યો હતો. આ ટ્રેડિશનલ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. બીજી તરફ અનિરુદ્ધ રવિચંદરે ડાર્ક મરૂન અને બ્લેક શેડની હેવી એમ્બ્રોઈડરીવાળી ઈન્ડો-વેસ્ટર્ન શેરવાની પહેરી હતી. બંનેએ પોતાના લુકમાં ટ્રેડિશનલ અને આધુનિક ફેશનનું સુંદર મિશ્રણ રજૂ કર્યું હતું.

માતા-પિતા અને પરિવાર સાથે પડાવ્યા ફોટા

સન ન્યૂઝ તમિલ દ્વારા રિસેપ્શનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. એક તસવીરમાં કાવ્યા અને અનિરુદ્ધ પોતાના માતા-પિતા સાથે જોવા મળે છે. આ ફોટોમાં અનિરુદ્ધનાં માતા-પિતા લક્ષ્મી રવિચંદર અને રાઘવેન્દ્ર રવિચંદર તેમજ કાવ્યાનાં માતા-પિતા કલાનિધિ મારન અને કાવેરી મારન પણ સાથે જોવા મળે છે. આ સિવાય તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજય પણ આ ખાસ તસવીરમાં સામેલ થયા હતા.

View post on Instagram

રિસેપ્શનમાં દિગ્ગજ હસ્તીઓનો જમાવડો

આ સેરેમનીમાં સાઉથ સિનેમાના અનેક જાણીતા કલાકારોએ હાજરી આપી હતી. મહેશ બાબુ, રજનીકાંત, કમલ હાસન, સિદ્ધાર્થ, અદિતિ રાવ હૈદરી અને ફિલ્મમેકર એટલી સહિતની હસ્તીઓ કપલને શુભેચ્છા આપવા પહોંચી.

View post on Instagram

ક્રિકેટ જગતમાંથી ડેલ સ્ટેન, ડેનિયલ વિટોરી અને કેન વિલિયમસન પણ આ ઉજવણીમાં સામેલ થયા હતા. રાજકીય ક્ષેત્રમાંથી તમિલનાડુના મુખ્યમંત્રી વિજયની હાજરી પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી.

11 નવેમ્બરે ગ્રીસમાં કર્યા હતા લગ્ન

તમને જણાવી દઈએ કે કાવ્યા મારન અને અનિરુદ્ધ રવિચંદરે 11 નવેમ્બરે ગ્રીસમાં પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. બંનેએ પરંપરાગત હિંદુ લગ્નવિધિને બદલે સેલ્ફ રિસ્પેક્ટ મેરેજની પદ્ધતિથી લગ્ન કર્યા હતા. આ પ્રાઈવેટ સેરેમનીમાં સુપરસ્ટાર રજનીકાંત અને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન પણ હાજર રહ્યા હતા. હવે ચેન્નાઈમાં યોજાયેલા રિસેપ્શનની તસવીરો કપલના ફેન્સમાં ચર્ચાનો વિષય બની છે.

આ પણ વાંચો: Koffee With Karan 9: 'કોફી વિથ કરણ 9'માં અક્ષય કુમાર અને રવિ કિશન મચાવશે ધૂમ, એક્ટરે કર્યો મોટો ખુલાસો!