Katrina Kaif: કેટરિના કૈફ અને વિકી કૌશલે આપી સરપ્રાઈઝ, દીકરા વિહાનની તસવીર કરી શેર

Katrina Kaif: કેટરિના કૈફ અને વિકી કૌશલે દિવાળીએ દીકરા વિહાનની પહેલી ફેમિલી તસવીર શેર કરી. વ્હાઈટ કુર્તા અને યલો કોટીમાં વિહાનની ક્યૂટનેસે ફેન્સનું દિલ જીત્યું.
Nancy Shukal
Nancy Shukal
Katrina Kaif: કેટરિના-વિકીએ શેર કરી દીકરા વિહાનની તસવીરKatrina Kaif: કેટરિના-વિકીએ શેર કરી દીકરા વિહાનની તસવીર

Katrina Kaif: કેટરિના-વિકીએ શેર કરી દીકરા વિહાનની તસવીર

Katrina Kaif: બોલીવુડના પોપ્યુલર કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલે દિવાળીના ખાસ અવસર પર પોતાના ફેન્સને સુંદર ગિફ્ટ આપી છે. લગ્નજીવન અને અંગત જીવનને ખાનગી રાખતા આ કપલે પોતાના દીકરા વિહાનની પહેલી તસવીર શેર કરીને તેનો ચહેરો દુનિયાને બતાવ્યો છે.

દીકરાના જન્મના લગભગ એક વર્ષ બાદ કેટરિના અને વિકીએ ફેમિલી ફોટો શેર કર્યો છે. આ તસવીર સામે આવતાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે અને ફેન્સ નાનકડા વિહાનની ક્યૂટનેસ પર ફિદા થઈ ગયા છે.

વ્હાઈટ કુર્તા અને યલો કોટીમાં જોવા મળ્યો વિહાન

કેટરિના અને વિકીએ શેર કરેલી ફેમિલી તસવીરમાં બંને પોતાના દીકરા સાથે જોવા મળી રહ્યા છે. કેટરિના યલો કલરના સુંદર ડ્રેસમાં જોવા મળે છે, જ્યારે વિકી કૌશલ વ્હાઈટ કુર્તા-પાયજામામાં જોવા મળે છે. બીજી તરફ નાનકડો વિહાન સફેદ કુર્તા-પાયજામા સાથે યલો જેકેટમાં ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે. તસવીરમાં વિહાન હસતો જોવા મળે છે, જેને જોઈને ફેન્સ તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે.

View post on Instagram

7 નવેમ્બર 2025ના રોજ થયો હતો વિહાનનો જન્મ

કેટરિના અને વિકીએ સપ્ટેમ્બર 2025માં માતા-પિતા બનવાની ખુશખબર શેર કરી હતી. ત્યારબાદ 7 નવેમ્બર 2025ના રોજ તેમના ઘરે દીકરાનો જન્મ થયો હતો. 7 જાન્યુઆરીએ કપલે પોતાના દીકરાનું નામ વિહાન હોવાનું જાહેર કર્યું હતું. પરંતુ અત્યાર સુધી બંનેએ દીકરાનો ફેસ રિવીલ કર્યો ન હતો. હવે દિવાળીના અવસરે શેર કરેલી આ તસવીરથી ફેન્સની લાંબી રાહનો અંત આવ્યો છે.

સેલેબ્સે પણ તસવીર પર વરસાવ્યો પ્રેમ

વિહાનની પહેલી તસવીર પર બોલીવુડના અનેક સેલેબ્સે પ્રતિક્રિયા આપી છે. અનન્યા પાંડે, શીતલ ઠાકુર, શિબાની દાંડેકર, મલાઈકા અરોરા અને ચિત્રાંગદા સિંહ સહિત અનેક કલાકારોએ કપલની તસવીર પર પ્રેમ વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર કેટલાક ફેન્સ વિહાનને કેટરિના જેવો તો કેટલાક વિકી જેવો ગણાવી રહ્યા છે.

બોડી શેમિંગ પર કેટરિનાએ ટ્રોલર્સને આપ્યો જવાબ

તાજેતરમાં કેટરિના કૈફને તેના લુક અને વધેલા વજનને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ કેટરિનાએ પોતાના બ્યુટી બ્રાન્ડના એક કાર્યક્રમમાં ઓનલાઈન ટ્રોલિંગ અને બોડી શેમિંગ અંગે વાત કરી હતી. તેને કહ્યું હતું કે લોકોએ આવી બાબતો પ્રત્યે સતર્ક રહેવું જોઈએ અને બીજાની અપેક્ષાઓ પૂરી કરવાની કોશિશમાં પોતાની ઓળખ અને આત્મસન્માન ગુમાવવું જોઈએ નહીં.

આ પણ વાંચો: Kajal Aggarwal: 'મંદોદરી'ના શાહી અંદાજમાં કાજલ અગ્રવાલ, 'રામાયણ'ના સેટ પરથી શેર કરી BTS તસવીરો