Kajal Aggarwal: 'મંદોદરી'ના શાહી અંદાજમાં કાજલ અગ્રવાલ, 'રામાયણ'ના સેટ પરથી શેર કરી BTS તસવીરો

Kajal Aggarwal: કાજલ અગ્રવાલે 'રામાયણ'ના સેટ પરથી મંદોદરીના શાહી અને ભવ્ય લુકની તસવીરો શેર કરી. નિતેશ તિવારી, નમિત મલ્હોત્રા અને કલાકારોનો આભાર માન્યો.
Nancy Shukal
Nancy Shukal
Kajal Aggarwal: મંદોદરીના લુકમાં કાજલ અગ્રવાલે શેર કર્યા ફોટોKajal Aggarwal: મંદોદરીના લુકમાં કાજલ અગ્રવાલે શેર કર્યા ફોટો

Kajal Aggarwal: મંદોદરીના લુકમાં કાજલ અગ્રવાલે શેર કર્યા ફોટો

Kajal Aggarwal: નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી મેગા બજેટ ફિલ્મ 'રામાયણ'ની રિલીઝ બાદ તેના કલાકારો સતત ચર્ચામાં છે. 5 નવેમ્બર, 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થયેલી આ ફિલ્મમાં રણબીર કપૂરે ભગવાન શ્રીરામ, સાઈ પલ્લવીએ માતા સીતા અને યશે રાવણની ભૂમિકા ભજવી છે.

આ ઉપરાંત એક્ટ્રેસ કાજલ અગ્રવાલ પણ રાવણની પત્ની મંદોદરીના પાત્રમાં જોવા મળી છે. હવે કાજલે ફિલ્મના સેટ પરથી કેટલીક ખાસ તસવીરો શેર કરીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે.

મંદોદરીના લુકમાં જોવા મળ્યો રાજવી ઠાઠ

કાજલ અગ્રવાલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મંદોદરીના પાત્રની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેનો શાહી અને ભવ્ય અંદાજ જોવા મળી રહ્યો છે. આ સાથે જ તેણે એક લાંબી પોસ્ટ લખીને ફિલ્મનો ભાગ બનવાની ખુશી વ્યક્ત કરી છે. કાજલે જણાવ્યું કે 'રામાયણ' જેવી મહાન કથા સાથે જોડાવું તેના માટે ગર્વની વાત છે. ભલે ફિલ્મમાં તેની ભૂમિકા નાની હોય, પરંતુ ભારતીય સંસ્કૃતિ, ઈતિહાસ અને આસ્થા સાથે જોડાયેલી આ વાર્તાનો હિસ્સો બનવું તેના માટે ખાસ અનુભવ છે.

View post on Instagram

નમિત મલ્હોત્રા અને નિતેશ તિવારીનો માન્યો આભાર

કાજલે ફિલ્મના મેકર નમિત મલ્હોત્રા અને દિગ્દર્શક નિતેશ તિવારીનો ખાસ આભાર માન્યો હતો. તેને આ પ્રોજેક્ટનો ભાગ બનવાની તક આપવા બદલ બંનેનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેણે રણબીર કપૂર, સાઈ પલ્લવી, યશ, રવિ દુબે, સની દેઓલ અને લારા દત્તા સહિતના કલાકારોનાં કામનાં વખાણ કર્યા હતા. કાજલે જણાવ્યું કે તમામ કલાકારોની મહેનત, પ્રતિભા અને સમર્પણ પ્રેરણાદાયક છે.

ફિલ્મના સેટ પરની યાદો કરી શેર

કાજલે રકુલ પ્રીત સિંહ, વિવેક ઓબેરોય અને આદિનાથ કોઠારે સાથે વિતાવેલા સમયને પણ યાદ કર્યો હતો. તેણે જણાવ્યું કે તેમની સાથે કામ કરવું, વાતો કરવી અને મસ્તીભરી પળો વિતાવવી ખૂબ જ આનંદદાયક રહી હતી. કાજલના મતે કેટલીક ફિલ્મો કલાકારની ભૂમિકાની લંબાઈથી નહીં, પરંતુ તેની વાર્તા અને તેની સાથે જોડાયેલી લાગણીઓથી યાદગાર બને છે.

તમને જણાવી દઈએ કે 'રામાયણ'નું નિર્દેશન નિતેશ તિવારીએ કર્યું છે અને મેકર નમિત મલ્હોત્રા છે. ફિલ્મનો બીજો ભાગ દિવાળી 2028માં થિયેટરમાં રિલીઝ થવાનો છે.

આ પણ વાંચો: Matrubhoomi: કોણ છે અજાઈ અને ઈવાર? 'માતૃભૂમિ'માં સલમાન ખાનના દીકરાનો રોલ કરી રહ્યા છે ટીવીના ફેમસ કપલના પુત્રો