Amitabh Bachchanએ જયા બચ્ચનનો જાહેરમાં પકડ્યો હાથ, વાયરલ થયો VIDEO


Amitabh Bachchan
Amitabh Bachchanએ જયા બચ્ચનનો જાહેરમાં પકડ્યો હાથ, વાયરલ થયો VIDEO


Amitabh Bachchan
Amitabh Bachchan: જયા બચ્ચન સામાન્ય રીતે પાપારાઝી અને કેમેરાથી અંતર રાખે છે. તે ઘણીવાર તેમની હાજરી પર નારાજગી વ્યક્ત કરતી જોવા મળી છે, ક્યારેક ફ્લેશ માટે તો ક્યારેક વધારે અવાજ માટે પાપારાઝી પર ગુસ્સો કરતી જોવા મળે છે, જ્યારે તે તાજેતરમાં અમિતાભ બચ્ચન સાથે મુંબઈમાં ગીતકાર ગુલઝારના નવી બુક લોન્ચ ઈવેન્ટમાં પહોંચી હતી, ત્યારે તેનો સ્વભાવ એકદમ અલગ હતો.
આ કાર્યક્રમ દરમિયાન, જયા બચ્ચન ખુશ અને હસતી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અમિતાભ બચ્ચન તેને સ્ટેજ પર આવવા માટે હાથ આગળ આપે છે, અને જ્યારે જયા બચ્ચન પાછળ ફરે છે, ત્યારે તે હસતી જોવા મળે છે. જયા બચ્ચનનો આ સ્વભાવ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન એકસાથે મળ્યા જોવા
ગીતકાર ગુલઝારના પુસ્તક લોન્ચ પ્રસંગે જયા બચ્ચન અમિતાભ બચ્ચન સાથે જોવા મળ્યા હતા. જયા બચ્ચનો વ્હાઈટ સલવાર સૂટ પહેર્યો હતો, જ્યારે બિગ બીએ વ્હાઈટ કુર્તા-પાયજામા અને બ્લુ જોધપુરી જેકેટ પહેર્યું હતું. જયા બચ્ચન સ્ટેજ તરફ જતા હતા, ત્યારે બિગ બીએ તેમને સ્ટેજ પર આવવા માટે પોતાનો હાથ આપ્યો. ઈવેન્ટ દરમિયાન ગુલઝાર પણ સ્ટેજ પર હાજર હતા. જયા સ્ટેજ પર આવતાની સાથે જ તેમના ચહેરા પર મોટું સ્મિત હતું, અને તેમને હસતા જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ તેમના પર કોમેન્ટનો વરસાદ કરી રહ્યા છે.
View post on Instagram
જયા બચ્ચનનો વીડિયો થયો વાયરલ
સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પણ જયા બચ્ચનનો આ વીડિયો શેર કર્યો છે, જેમાં જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન ગુલઝાર સાથે ફોટો પડાવતા જોઈ શકાય છે. આ દરમિયાન ગુલઝાર સાહેબ કંઈક કહે છે અને જયા બચ્ચન હસવા લાગે છે. અમિતાભ બચ્ચન પણ પોતાને રોકી શક્યા નહીં અને હસવા લાગ્યા. હવે સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વીડિયો પર ફની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક ફેને લખ્યું છે કે - 'શું જયાજી પણ હસે છે?' જ્યારે અન્ય યુઝરે લખ્યું છે કે 'શું હું જે જોઈ રહ્યો છું તે વાસ્તવિક છે... જયાજી હસી રહ્યા છે?' બીજા યુઝરે લખ્યું છે કે 'જયાજીને આ રીતે હસતા જોઈને ખૂબ આનંદ થાય છે. મારી ઓલ ટાઈમ ફેવરિટ.'
આ ફિલ્મમાં જોવા મળશે અમિતાભ બચ્ચન
આ ઈવેન્ટમાં અમિતાભ બચ્ચનની હાજરી પણ મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરતી હતી. કૌન બનેગા કરોડપતિ 18ના તાજેતરના એપિસોડમાં બિગ બીએ ખુલાસો કર્યો કે તેઓ KBC ના શૂટિંગ દરમિયાન લપસી ગયા હતા, જેના કારણે તેમના ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ ઈજા છતાં બિગ બીએ 2 ઓક્ટોબરના રોજ ગુલઝારના પુસ્તક લોન્ચ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને તેઓ કોઈપણ સપોર્ટ વગર ચાલતા જોવા મળ્યા હતા. વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં નાગ અશ્વિનની "કલ્કી 2" અને કોર્ટરૂમ થ્રિલર "સેક્શન 84" માં જોવા મળશે. જયા બચ્ચન આગામી સમયમાં વિકાસ બહલની "દિલ કા દરવાજા ખોલ ના ડાર્લિંગ" માં જોવા મળશે.
આ પણ વાંચો: Yami Gautam અને આદિત્ય ધરે છોડ્યું મુંબઈ, 25 એકર જમીન પર બનેલા 100 વર્ષ જૂના ઘરમાં રહેશે કપલ




