Yami Gautam અને આદિત્ય ધરે છોડ્યું મુંબઈ, 25 એકર જમીન પર બનેલા 100 વર્ષ જૂના ઘરમાં રહેશે કપલ


Yami Gautam
Yami Gautam અને આદિત્ય ધરે છોડ્યું મુંબઈ, 25 એકર જમીન પર બનેલા 100 વર્ષ જૂના ઘરમાં રહેશે કપલ


Yami Gautam
Yami Gautam: એક્ટ્રેસ યામી ગૌતમ અને ધુરંધર ફેમ ડાયરેક્ટર આદિત્ય ધરને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક પાવરફુલ કપલ માનવામાં આવે છે. બંનેએ પોતાના કામથી ફેન્સના દિલ જીતી લીધા છે. મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવનાર આ કપલ હવે મુંબઈ છોડ્યું છે.
એક રિપોર્ટમાં જણાવાયું છે કે યામી ગૌતમ ધર અને આદિત્ય ધરે મુંબઈની ધમાલથી દૂર હિમાચલ પ્રદેશમાં રહેવાનું નક્કી કર્યું છે. બંને પોતાની પર્સનલ લાઈફને પ્રાઈવેટ રાખવા માગે છે, તેથી તેમને હિમાચલમાં જ પોતાનું જીવન વિતાવવાનું નક્કી કર્યું છે. પરંતુ કામના કારણે બંને મુંબઈ આવતા-જતા રહેશે.
મીડિયા રિપોર્ટ મુજબ યામી ગૌતમ અને આદિત્ય ધરે તેમના પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને વિભાજીત કરી દીધા છે. તેમના વર્ક શેડ્યૂલ મુજબ બંને મુંબઈમાં હશે, પરંતુ તેઓ રહેવા માટે હિમાચલ પ્રદેશ ગયા છે. આદિત્ય ધર સાથે લગ્ન કરતા પહેલા યામીએ હિમાચલ પ્રદેશના મંડીના ગોહર વિસ્તારમાં 100 વર્ષ જૂની હેરિટેજ મિલકત ખરીદી હતી. આ હેરિટેજ ઘર 25 એકરમાં ફેલાયેલું છે. એવું કહેવાય છે કે આ મિલકત યામીના પરિવાર અને બાળપણની યાદો સાથે સંકળાયેલી છે.
જૂન 2021 માં આદિત્ય ધર અને યામીના લગ્ન થયા ત્યારે આ મિલકત વધુ ખાસ બની ગઈ. હિમાચલમાં તેનું ઘર લાકડા અને પથ્થરથી બનેલું છે, અને તેમાં એક સુંદર બગીચો છે જ્યાં સફરજન, બટાકા, આલુ અને આદુ ઉગાડવામાં આવે છે.
મુંબઈમાં ક્યાં રહેતું હતું આ કપલ?
લગ્ન પછી સંપૂર્ણપણે હિમાચલ પ્રદેશમાં સ્થળાંતર કરતા પહેલા આદિત્ય અને યામી મુંબઈના ખાર વેસ્ટમાં રહેતા હતા. તે એક મોટું એપાર્ટમેન્ટ હતું જે કપલે ભાડે રાખ્યું હતું. ધુરંધરના પહેલા ભાગના પ્રમોશન દરમિયાન આદિત્ય ધરે મજાકમાં પોતાના ઘર વિશે કહ્યું કે "મારું ઘર ચિત્રકાર ધુરંધર માર્ગ પર છે."
આ ફિલ્મમાં જોવા મળશે યામી ગૌતમ
ધુરંધર અને ધુરંધર 2 ની શાનદાર સફળતા પછી આદિત્ય ધર દેશના સૌથી વધુ ડિમાન્ડિંગ ડાયરેક્ટર બની ગયો છે. તેમની ફિલ્મ અત્યાર સુધીની બીજી સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની છે. યામી ગૌતમે તાજેતરમાં જ આર્ટિકલ 370 માટે બેસ્ટ એક્ટ્રેસનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો છે. તે આગામી ફિલ્મ "નઈ નવેલી" માં જોવા મળશે, જે 16 ઓક્ટોબર, 2026 ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.
આ પણ વાંચો: Salman Khanની 'માતૃભૂમિ' થિયેટરમાં ક્યારે રિલીઝ થશે? ફિલ્મના નવા વર્ઝનને મળી લીલી ઝંડી!




