The Great Indian Kapil Show: દિવાળી સ્પેશિયલમાં શાહિદ કપૂર, મીરા અને ઈશાન ખટ્ટરે મચાવી ધૂમ, પ્રોમો થયો રિલીઝ


Shahid Kapoor
The Great Indian Kapil Show: દિવાળી સ્પેશિયલમાં શાહિદ કપૂર, મીરા અને ઈશાન ખટ્ટરે મચાવી ધૂમ, પ્રોમો થયો રિલીઝ


Shahid Kapoor
The Great Indian Kapil Show: કપિલ શર્માના પોપ્યુલર કોમેડી શો 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'ની પાંચમી સીઝનમાં આ વખતે દિવાળી સ્પેશિયલ એપિસોડ ફેન્સને હસાવવા માટે તૈયાર છે. આ ખાસ એપિસોડમાં બોલીવુડ એક્ટર શાહિદ કપૂર તેની પત્ની મીરા રાજપૂત કપૂર અને ભાઈ ઈશાન ખટ્ટર સાથે જોવા મળશે. નેટફ્લિક્સે બુધવારે આ એપિસોડનો 1 મિનિટ 52 સેકન્ડનો ફની પ્રોમો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
‘ઝિંગ ઝિંગ ઝિંગાટ’ પર શાહિદ અને ઈશાને મચાવી ધૂમ
પ્રોમોની શરૂઆતમાં શાહિદ કપૂર અને ઈશાન ખટ્ટર ‘ઝિંગ ઝિંગ ઝિંગાટ’ ગીત પર ધમાકેદાર અંદાજમાં ડાન્સ કરતા જોવા મળે છે. બંને ભાઈઓની મસ્તી જોઈને શોના મહેમાન નવજોત સિંહ સિદ્ધુ પણ ખુશ થઈ જાય છે. તેઓ બંનેના વખાણ કરતાં કહે છે, "દો ભાઈ, દોનોં તબાહી!" આ મજેદાર ક્ષણ પ્રોમોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
પહેલીવાર શોમાં જોવા મળશે મીરા રાજપૂત
આ એપિસોડ મીરા રાજપૂત માટે પણ ખાસ છે, કારણ કે તે પહેલીવાર આ શોમાં જોવા મળશે. કપિલ શર્મા તેને પૂછે છે કે શું આ તેનું પહેલું ટેલિવિઝન અપિયરન્સ છે, જેના જવાબમાં મીરા હા કહે છે.
View post on Instagram
આ દરમિયાન શાહિદ 'ઉડતા પંજાબ' ફિલ્મ સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો પણ સંભળાવે છે. તે કહે છે કે ફિલ્મ પૂરી થયા પછી મીરા તેની સાથે એડિટિંગ રૂમમાં ફિલ્મ જોવા આવી હતી. ફિલ્મ પૂરી થતાં મીરા સોફાની બીજી તરફ ખસી ગઈ હતી. આ વાત પર કપિલ મજાક કરતાં કહે છે કે જો મીરાએ 'કબીર સિંહ' જોઈ હોત, તો કદાચ તેનાથી દૂર જ ભાગી ગઈ હોત!
શાહિદે બાળપણમાં ઈશાનનાં ડાયપર બદલ્યાં
શોમાં શાહિદ પોતાના નાના ભાઈ ઈશાન વિશે પણ રસપ્રદ ખુલાસો કરે છે. તે કહે છે કે બાળપણમાં તેને ઈશાનનાં ડાયપર બદલ્યાં હતાં અને હવે વૃદ્ધાવસ્થામાં ઈશાન તેના ડાયપર બદલવાની વાત કરે છે. આ સાંભળીને ઈશાન હસવા લાગે છે.
મીરા શાહિદને બાળકોને ખૂબ લાડ લડાવનાર પિતા ગણાવે છે. તે કહે છે કે શાહિદ બાળકોને ખૂબ બગાડે છે, પરંતુ ખોટી રીતે નહીં. શાહિદ પણ આ વાતને મજાકિયા અંદાજમાં રજૂ કરે છે. આ દિવાળી સ્પેશિયલ એપિસોડમાં ત્રણેયની મસ્તી અને કપિલની કોમેડી જોવા માટે ફેન્સમાં ઉત્સુકતા વધી છે.
આ પણ વાંચો: Ranbir Kapoor આ બે વ્યક્તિની આંખોમાં આંખ નાખીને વાત નથી કરી શકતો, KBCમાં કર્યો ભાવુક ખુલાસો





