Operation Sindoor: ઓપરેશન સિંદૂર ફિલ્મમાં કાર્તિક આર્યનની એન્ટ્રી? વિવેક અગ્નિહોત્રી કરશે કામ!


Operation Sindoor
Operation Sindoor: ઓપરેશન સિંદૂર ફિલ્મમાં કાર્તિક આર્યનની એન્ટ્રી? વિવેક અગ્નિહોત્રી કરશે કામ!


Operation Sindoor
Operation Sindoor: બોલીવુડ એક્ટર કાર્તિક આર્યન પોતાની આગામી ફિલ્મને લઈને સતત ચર્ચામાં છે. હવે તેના નામ સાથે વધુ એક મોટા પ્રોજેક્ટની ચર્ચા શરૂ થઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ જાણીતા ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીની આગામી ફિલ્મ 'ઓપરેશન સિંદૂર'માં કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં જોવા મળી શકે છે. પરંતુ આ અંગે નિર્માતાઓ તરફથી હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
કાર્તિક આર્યન બનશે ફિલ્મનો હીરો?
તાજેતરમાં મીડિયા રિપોર્ટ મુજબમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ઓપરેશન સિંદૂર' માટે કાર્તિક આર્યનને પસંદ કરવામાં આવ્યો છે. આ સમાચાર સામે આવ્યા બાદ ફેન્સમાં ફિલ્મને લઈને ઉત્સુકતા વધી છે.
આ ફિલ્મ લેફ્ટનન્ટ જનરલ કે. જે. એસ. 'ટાઈની' ઢિલ્લોનનાં પુસ્તક Operation Sindoor: The Untold Story of India's Deep Strikes Inside Pakistan પર આધારિત હોવાનું જણાવવામાં આવ્યું છે. પરંતુ કાર્તિકની ભૂમિકા અને ફિલ્મની અન્ય વિગતો અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
ક્યારે થઈ હતી ફિલ્મની જાહેરાત?
વિવેક અગ્નિહોત્રીએ ટી-સિરીઝ સાથે મળીને 26 માર્ચ, 2026ના રોજ ‘ઓપરેશન સિંદૂર’ની સત્તાવાર જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટની જાહેરાત બાદથી જ ફિલ્મને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ભૂષણ કુમારની ટી-સિરીઝ અને વિવેક અગ્નિહોત્રી આ ફિલ્મ સાથે જોડાયેલા છે. પરંતુ કાર્તિક આર્યનને ફિલ્મમાં સામેલ કરવામાં આવ્યો હોવાના સમાચાર વચ્ચે મેકર્સની સત્તાવાર જાહેરાત મહત્ત્વપૂર્ણ રહેશે.
શું હતું ‘ઓપરેશન સિંદૂર’?
‘ઓપરેશન સિંદૂર’ ભારતીય સશસ્ત્ર દળો દ્વારા 7 મે, 2025ના રોજ હાથ ધરવામાં આવેલી લશ્કરી કાર્યવાહી હતી. 22 એપ્રિલ, 2025ના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યાં હતાં. આ ઐતિહાસિક ઘટનાને મોટા પડદા પર રજૂ કરવાનો પ્રયાસ ફિલ્મ દ્વારા કરવામાં આવશે. હવે કાર્તિક આર્યન ખરેખર આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે કે નહીં અને ફિલ્મનું શૂટિંગ ક્યારે શરૂ થશે, તે અંગેની સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો: The Great Indian Kapil Show: દિવાળી સ્પેશિયલમાં શાહિદ કપૂર, મીરા અને ઈશાન ખટ્ટરે મચાવી ધૂમ, પ્રોમો થયો રિલીઝ





