Hanuman Ansh નો બોક્સ ઓફિસ પર ધમાકો, ₹2 કરોડની ફિલ્મે કમાયા ₹122 કરોડ



Hanuman Ansh
Hanuman Ansh નો બોક્સ ઓફિસ પર ધમાકો, ₹2 કરોડની ફિલ્મે કમાયા ₹122 કરોડ



Hanuman Ansh
Hanuman Ansh : માત્ર ₹2 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર 31 દિવસમાં ₹122.13 કરોડનું નેટ કલેક્શન કરીને સૌને ચોંકાવી દીધા છે. ફિલ્મની કમાણીમાં સતત જોવા મળતી તેજીએ તેને બોક્સ ઓફિસની સફળ ફિલ્મોની યાદીમાં સ્થાન અપાવ્યું છે.
7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ‘હનુમાન અંશ’એ શરૂઆતના દિવસોમાં ખાસ કમાણી કરી નહોતી. ફિલ્મે માત્ર ₹10 લાખની ઓપનિંગ સાથે શરૂઆત કરી હતી. શરૂઆતના 16 દિવસ સુધી ફિલ્મની દૈનિક કમાણી લાખોમાં જ રહી હતી અને કોઈપણ દિવસે એક કરોડ રૂપિયાનો આંકડો પાર કરી શકી નહોતી.
ભારત બાદ હવે વિદેશમાં ધૂમ મચાવશે ‘હનુમાન અંશ’
જોકે 17મા દિવસથી ફિલ્મની કમાણીમાં મોટો ફેરફાર જોવા મળ્યો. તે દિવસે ફિલ્મે ₹2.20 કરોડનું કલેક્શન કર્યું અને ત્યારબાદ ફિલ્મની બોક્સ ઓફિસ રફ્તાર સતત વધતી ગઈ. ધીમે ધીમે ફિલ્મે 100 કરોડ ક્લબમાં પ્રવેશ કર્યો અને હવે તેનું કુલ કલેક્શન ₹122 કરોડને પાર પહોંચી ગયું છે. ફિલ્મના 31મા દિવસે એટલે કે રવિવારે ₹22.75 કરોડનું નેટ કલેક્શન થયું હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ફિલ્મનું અત્યાર સુધીનું સૌથી મોટું સિંગલ-ડે કલેક્શન છે. આ પહેલાં 30મા દિવસે ફિલ્મે ₹16.50 કરોડની કમાણી કરી હતી, જે તે સમય સુધીનો સૌથી મોટો એક દિવસનો આંકડો હતો.
11 સપ્ટેમ્બરે ઓવરસીઝ રિલીઝ
આંકડાઓ જોતા ખાસ વાત એ છે કે ફિલ્મનું બજેટ માત્ર ₹2 કરોડ હોવાનું જણાવાયું છે. તેની સામે ₹122.13 કરોડનું ઘરેલુ કલેક્શન ફિલ્મની અસાધારણ સફળતા દર્શાવે છે. ફિલ્મની લાંબા સમય સુધી જળવાયેલી કમાણી એ પણ બતાવે છે કે રિલીઝના એક મહિના બાદ પણ દર્શકોમાં તેનો રસ યથાવત છે.
હવે ‘હનુમાન અંશ’ની સફળતાની ગૂંજ ભારત બહાર પણ સંભળાવવાની તૈયારી છે. 11 સપ્ટેમ્બરે ફિલ્મને વિદેશી બજારોમાં રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઓવરસીઝ ડિસ્ટ્રિબ્યુશનની જવાબદારી હોમ્બલે ફિલ્મ્સ સંભાળી રહી હોવાનું જણાવાયું છે.
₹122 કરોડ પાર! ‘હનુમાન અંશ’નો ચમત્કાર
હોમ્બલે ફિલ્મ્સ અગાઉ ‘KGF’, ‘પુષ્પા’, ‘કાંતારા’ અને ‘સાલાર’ જેવી લોકપ્રિય ફિલ્મો સાથે જોડાયેલી રહી છે. હવે ‘હનુમાન અંશ’ને વિદેશી દર્શકો સુધી પહોંચાડવાની જવાબદારી પણ આ કંપની સંભાળશે. આ રીતે માત્ર ₹2 કરોડના બજેટથી શરૂ થયેલી ‘હનુમાન અંશ’ની સફર ₹122 કરોડથી વધુના કલેક્શન સુધી પહોંચી છે અને હવે ફિલ્મની નજર ઓવરસીઝ માર્કેટ પર છે.
આ પણ વાંચો : Punjab ના અમૃતસર એરપોર્ટ પર દેખાયા શંકાસ્પદ ડ્રોન, 7 ફલાઈટ્સને તાત્કાલિક ડાવયર્ટ કરાઈ

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



