Get News Alerts

Never miss breaking news updates.

Punjab ના અમૃતસર એરપોર્ટ પર દેખાયા શંકાસ્પદ ડ્રોન, 7 ફલાઈટ્સને તાત્કાલિક ડાવયર્ટ કરાઈ

Punjab ના અમૃતસર સ્થિત શ્રી ગુરુ રામદાસ જી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શંકાસ્પદ ડ્રોન દેખાતા સુરક્ષા તંત્રમાં હડકંપ મચી ગયો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 07 Sep 2026 08:39 AM IST
Punjab ના અમૃતસર એરપોર્ટ પર દેખાયા શંકાસ્પદ ડ્રોન, 7 ફલાઈટ્સને તાત્કાલિક ડાવયર્ટ કરાઈPunjab ના અમૃતસર એરપોર્ટ પર દેખાયા શંકાસ્પદ ડ્રોન, 7 ફલાઈટ્સને તાત્કાલિક ડાવયર્ટ કરાઈ

Punjab

Punjab : એરપોર્ટના ઓપરેશનલ વિસ્તારમાં 2થી 4 જેટલા શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા હોવાની માહિતી સામે આવ્યા બાદ એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા તાત્કાલિક એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમૃતસર આવતી કુલ 7 ફ્લાઈટ્સને દિલ્હી અને ચંડીગઢ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.

અમૃતસર એરપોર્ટ પર ડ્રોન એલર્ટ

મળતી માહિતી મુજબ, આ ઘટના રાત્રે આશરે 10 વાગ્યાની આસપાસ બની હોવાનું જણાવવામાં આવે છે. એરપોર્ટના રનવે અને આસપાસના સંવેદનશીલ વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ જોવા મળતા ATCએ તરત જ જરૂરી સાવચેતીના પગલાં લીધા હતા. ડ્રોન થોડા સમય માટે રનવે અને તેની આસપાસના વિસ્તારમાં મંડરાતા જોવા મળ્યા હોવાની માહિતી છે.

અહેવાલ મુજબ, શંકાસ્પદ ડ્રોન અથવા ઉડતી વસ્તુઓ રજાલા ગામ તરફથી એરપોર્ટની દિશામાં આવતી જોવા મળી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને CISF, પંજાબ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવી છે. ઘટના બાદ રજાલા ગામ અને એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

મુસાફરોની સુરક્ષા માટે 7 ફ્લાઈટ્સ ડાયવર્ટ કરાઈ

સુરક્ષા એજન્સીઓ દ્વારા ડ્રોન ક્યાંથી આવ્યા, તેનો ઓપરેટર કોણ છે અને તેઓ કયા રૂટ પરથી આવ્યા હતા તે જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. ટેક્નિકલ ટીમો દ્વારા રડાર અને CCTV ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. ડ્રોનની શંકાસ્પદ હિલચાલને કારણે અમૃતસર આવતી કેટલીક ફ્લાઈટ્સને તાત્કાલિક ડાયવર્ટ કરવામાં આવી હતી. મલેશિયા એરલાઇન્સની MH-118 સહિત ઇન્ડિગો, એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ્સને દિલ્હી અથવા ચંડીગઢ તરફ મોકલવામાં આવી હતી.

કેટલાક વિમાનોને દિલ્હી પરત મોકલવામાં આવ્યા હતા. અમૃતસર સરહદી જિલ્લો હોવાથી એરપોર્ટની આસપાસની કોઈપણ શંકાસ્પદ હિલચાલને સુરક્ષા એજન્સીઓ ગંભીરતાથી લઈ રહી છે. હાલમાં સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને એરપોર્ટ પ્રશાસન સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન કરીને તપાસ આગળ ધપાવી રહ્યું છે.

આ પણ વાંચો : Bharuch ના છડી મેઘરાજા ઉત્સવની ભવ્ય પૂર્ણાહુતિ, વિસર્જન યાત્રામાં ઉમટયું માનવ મહેરામણ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.