Vinny Arora: ધીરજ ધૂપર અને વીની અરોરાના ઘરે ફરી ગૂંજશે કિલકારી, કપલે કરી બીજી પ્રેગ્નન્સીની જાહેરાત

Vinny Arora: ટીવી કપલ ધીરજ ધૂપર અને વીની અરોરાએ બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. વીની અરોરાએ બેબી બમ્પ સાથેનો સુંદર વીડિયો શેર કર્યો.
Nancy Shukal
Nancy Shukal
Vinny Arora: ધીરજ ધૂપર-વીની અરોરા બીજીવાર બનશે માતા-પિતાVinny Arora: ધીરજ ધૂપર-વીની અરોરા બીજીવાર બનશે માતા-પિતા

Vinny Arora: ધીરજ ધૂપર-વીની અરોરા બીજીવાર બનશે માતા-પિતા

Vinny Arora: ટીવી ઈન્ડસ્ટ્રીના જાણીતા કપલ ધીરજ ધૂપર અને વીની અરોરાના ઘરે ફરી એકવાર ખુશીઓ આવવાની છે. બંને બીજીવાર માતા-પિતા બનવા જઈ રહ્યાં છે. વીની અરોરાએ શનિવારે સોશિયલ મીડિયા પર એક ખાસ વીડિયો શેર કરીને પોતાની બીજી પ્રેગ્નન્સીની ખુશખબર ફેન્સ સાથે શેર કરી છે. છેલ્લા કેટલાક સમયથી એક્ટ્રેસની પ્રેગ્નન્સીને લઈને અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે વીનીએ પોતે આ સમાચારની પુષ્ટિ કરી છે.

ધીરજ ધૂપર તાજેતરમાં રિયાલિટી શો 'લોકઅપ 2'માં જોવા મળ્યો હતો. શોમાં તેની રમતને દર્શકોએ પસંદ કરી હતી, પરંતુ તે વિજેતા બની શક્યો ન હતો. હવે ધીરજના પરિવાર માટે વધુ એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. તેની પત્ની વીનીએ બેબી બમ્પ ફ્લોન્ટ કરતો વીડિયો શેર કરીને બીજીવાર માતા બનવાની જાહેરાત કરી છે.

વીનીએ ખાસ અંદાજમાં શેર કરી ખુશખબર

વીની અરોરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સુંદર વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં તે ગ્રીન ગાઉન પહેરીને બેબી બમ્પ ફ્લોન્ટ કરતી અને કેમેરા સામે પોઝ આપતી જોવા મળે છે. આ દરમિયાન તેના ચહેરા પર પ્રેગ્નન્સીની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે. વીડિયો સાથે તેણે કેપ્શનમાં લખ્યું, “એક નાનકડો ચમત્કાર, ફરી એકવાર.”

View post on Instagram

પહેલેથી જ એક દીકરાના માતા-પિતા છે ધીરજ-વીની

ધીરજ ધૂપર અને વીની અરોરા પહેલેથી જ એક દીકરાના માતા-પિતા છે. તેમના પુત્રનું નામ ઝેન છે, જેનો જન્મ 10 ઓગસ્ટ, 2022ના રોજ થયો હતો. તાજેતરમાં જ કપલે સાથે રહેવાનાં 10 વર્ષ પણ પૂર્ણ કર્યાં હતાં. આ ઉપરાંત બંનેએ અમૃતસરના સુવર્ણ મંદિરમાં દર્શન કર્યાં હતાં, જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

ટીવી સેલેબ્સે આપી શુભેચ્છાઓ

વીનીની બીજી પ્રેગ્નન્સીના સમાચાર સામે આવતાં જ ટીવી ઈન્ડસ્ટ્રીના કલાકારોએ કપલને શુભેચ્છાઓ પાઠવી છે. એક્ટ્રેસ વાહબિઝ દોરાબજીએ કોમેન્ટમાં લખ્યું કે આ તેમના માટે મોટું સરપ્રાઈઝ છે અને પાર્ટીમાં પણ તેને આ વાતનો અંદાજ ન હતો આવ્યો. જ્યારે ફલક નાઝે મજાકિયા અંદાજમાં લખ્યું કે આ વખતે દીકરી જ આવશે. બીજી તરફ સોશિયલ મીડિયા પર ફેન્સ પણ ધીરજ અને વીનીને પરિવારના નવા સભ્યના આગમન માટે અભિનંદન આપી રહ્યા છે.

આ પણ વાંચો: Kavya Anirudh Reception:કાવ્યા મારન-અનિરુદ્ધ રવિચંદરનું ગ્રાન્ડ રિસેપ્શન, દિગ્ગજ હસ્તીઓએ આપી હાજરી