Dhanush News: 'ઓમ'ના ઓડિયો લોન્ચમાં ભારે અવ્યવસ્થા, ચાહકોને પ્રવેશ ન મળતાં ધનુષે માંગી માફી

Dhanush News: દક્ષિણ ભારતીય સિનેમાના અભિનેતા ધનુષની આગામી મલ્ટી-લિંગ્વલ એક્શન ફિલ્મ 'ઓમ: ચેપ્ટર 1 – ઉધિરામ: ધ બ્લડ વુડ'ના ઓડિયો લોન્ચ કાર્યક્રમમાં ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. કાર્યક્રમમાં હાજરી આપવા માટે
Nisha Parmar
Nisha Parmar
Dhanush apologizes to fans ઓમ ઓડિયો લોન્ચDhanush apologizes to fans ઓમ ઓડિયો લોન્ચ

Dhanush apologizes to fans ઓમ ઓડિયો લોન્ચ

Dhanush News: દક્ષિણ ભારતીય સિનેમાના અભિનેતા ધનુષની આગામી મલ્ટી-લિંગ્વલ એક્શન ફિલ્મ 'ઓમ: ચેપ્ટર 1 – ઉધિરામ: ધ બ્લડ વુડ'ના ઓડિયો લોન્ચ કાર્યક્રમમાં ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. કાર્યક્રમમાં હાજરી આપવા માટે હજારો ચાહકો પાસે માન્ય પાસ અને ટિકિટ હોવા છતાં તેમને સ્થળમાં પ્રવેશ મળી શક્યો નહોતો. આ ઘટનાને પગલે કાર્યક્રમ સ્થળની બહાર અફરાતફરી અને હોબાળો થયો હતો. હવે અભિનેતા ધનુષે નિરાશ થઈને પરત ફરેલા ચાહકોની માફી માંગી છે.

માન્ય પાસ હોવા છતાં ચાહકોને પ્રવેશ ન મળ્યો

શુક્રવારે સાઈરામ એન્જિનિયરિંગ કોલેજ ખાતે ફિલ્મ 'ઓમ'નો ઓડિયો લોન્ચ અને પ્રી-રિલીઝ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ચાહકો પહોંચ્યા હતા. જોકે, સ્થળ પર ભારે ભીડ અને અવ્યવસ્થાની સ્થિતિ સર્જાતાં સુરક્ષાનાં કારણોસર હજારો પાસધારક ચાહકોને અંદર પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

માન્ય પાસ અને ટિકિટ હોવા છતાં પ્રવેશ ન મળતાં ચાહકોમાં નારાજગી જોવા મળી હતી. અનેક ચાહકોને નિરાશ થઈને કાર્યક્રમ સ્થળેથી પરત ફરવું પડ્યું હતું.

ધનુષે સોશિયલ મીડિયા પર માંગી માફી

આ સમગ્ર ઘટનાની જાણ થતાં ધનુષે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને ચાહકોની માફી માંગી હતી. તેમણે લખ્યું હતું કે હાથમાં ટિકિટ હોવા છતાં હજારો ચાહકો કાર્યક્રમમાં પ્રવેશ મેળવી શક્યા નહીં અને તેમને પરત ફરવું પડ્યું, તેનું તેમને ખૂબ દુઃખ છે.

ધનુષે આ ઘટનાની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી હતી અને ખાતરી આપી હતી કે ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી ન સર્જાય તેની કાળજી રાખશે. અભિનેતાની આ પોસ્ટ બાદ કાર્યક્રમની વ્યવસ્થા અને આયોજનને લઈને ચર્ચા શરૂ થઈ છે.

લાલ ચંદનની તસ્કરીની આસપાસ ફિલ્મની વાર્તા

ફિલ્મ 'ઓમ: ચેપ્ટર 1 – ઉધિરામ: ધ બ્લડ વુડ'ની વાર્તા લાલ ચંદનની ગેરકાયદે તસ્કરી, જંગલોમાં સત્તા માટેના સંઘર્ષ અને વ્યવસ્થામાં વ્યાપેલા ભ્રષ્ટાચારની પૃષ્ઠભૂમિ પર આધારિત છે.

ફિલ્મમાં એક એવા વ્યક્તિની વાર્તા દર્શાવવામાં આવી છે, જે તિરુવન્નામલાઈના જંગલ વિસ્તારમાં પોલીસ દ્વારા પકડાયેલા તમિલ લાકડાકામદારોને બચાવવા માટે આગળ આવે છે.

ફિલ્મમાં દિગ્ગજ કલાકારોની ફોજ

રાજકુમાર પેરિયાસામીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં ધનુષ, મમૂટી, સાઈ પલ્લવી, શ્રીલીલા, નસીરુદ્દીન શાહ અને ઇન્દ્રાંસ સહિતના કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મનું નિર્માણ ધનુષની 'વન્ડરબાર ફિલ્મ્સ' અને શ્રદ્ધા અગ્રવાલના 'આર ટેક સ્ટુડિયોઝ' હેઠળ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ તમિલ, તેલુગુ, હિન્દી, મલયાલમ અને કન્નડ એમ પાંચ ભાષાઓમાં રિલીઝ થવાની છે.

આ પણ વાંચો : Mohammed Shami Retirement: મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટને કહ્યું અલવિદા, 13 વર્ષના સફરનો ભાવુક અંત