Get News Alerts

Never miss breaking news updates.

Deepika Padukoneએ બીજા બાળકના જન્મ પહેલા લીધા બાપ્પાના આર્શીવાદ, પતિ સાથે પહોંચી સિદ્ધિવિનાયક મંદિર

Deepika Padukone: રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે પરિવાર સાથે સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી. આ પહેલા રણવીર સિંહે લાલબાગચા રાજાના દર્શન કર્યાં.
Nancy ShuklaUpdated on: 18 Sep 2026 06:00 PM IST
Deepika Padukoneએ બીજા બાળકના જન્મ પહેલા લીધા બાપ્પાના આર્શીવાદ, પતિ સાથે પહોંચી સિદ્ધિવિનાયક મંદિરDeepika Padukoneએ બીજા બાળકના જન્મ પહેલા લીધા બાપ્પાના આર્શીવાદ, પતિ સાથે પહોંચી સિદ્ધિવિનાયક મંદિર

Deepika Padukone

Deepika Padukone: બોલીવુડના ફેમસ કપલ ​​રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે શુક્રવારે મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કર્યા. બંનેએ ભગવાન ગણેશના દર્શન કર્યા અને આશીર્વાદ લીધા. આ દરમિયાન રણવીરના માતા-પિતા પણ તેમની સાથે જોવા મળ્યા હતા. મંદિરમાં પહોંચીને કપલે આખા પરિવાર સાથે પૂજા કરી હતી.

દીપિકા પાદુકોણ હાલમાં તેની બીજી પ્રેગ્નેન્સી લઈને ચર્ચામાં છે અને મંદિરમાં તેનો બેબી બમ્પ પણ સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો. મંદિરની મુલાકાત દરમિયાન દીપિકા પાદુકોણે ઓરેન્જ અને પર્પલ કલરનો કુર્તા સેટ પહેર્યો હતો. રણવીર સિંહ વ્હાઈટ પેન્ટ સાથે પર્પલ કલરના કુર્તામાં જોવા મળ્યો હતો. બંનેના આ ટ્રેડિશનલ લુકની તસવીર સોશિયલ મીડિયા પર પણ ચર્ચા થઈ રહી છે. પરિવાર સાથે મંદિર પહોંચતી વખતે બંનેએ ભગવાન ગણેશની સામે હાથ જોડીને પ્રાર્થના કરી.

રણવીર એક દિવસ પહેલા જ લાલબાગચા રાજા પહોંચ્યો

સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લેવાના એક દિવસ પહેલા રણવીર સિંહે મુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજાના દર્શન કર્યા. ગણેશ ઉત્સવ પ્રસંગે રણવીરે બાપ્પાના આર્શીવાદ લીધી. ગણેશ ઉત્સવ દરમિયાન મંદિરોમાં જવા માટે રણવીરના ધાર્મિક અભિગમની ફેન્સ પ્રશંસા કરી રહ્યા છે. રણવીર અને દીપિકાનો સિદ્ધિવિનાયક મંદિર સાથે ખાસ સંબંધ છે. આ પહેલા તેઓ 6 સપ્ટેમ્બર, 2024 ના રોજ મંદિરની મુલાકાતે ગયા હતા. તે મુલાકાતના 2 દિવસ પછી 8 સપ્ટેમ્બરના રોજ, તેમની પુત્રીનો જન્મ થયો. તેઓએ તેમની પુત્રીનું નામ દુઆ રાખ્યું. તેથી બીજી પ્રેગ્નેન્સી દરમિયાન સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લેવી તેના માટે ઈમોશનલ રીતે ખાસ માનવામાં આવે છે.

View post on Instagram

બીજી વાર માતા-પિતા બનવાની તૈયારી

રણવીર અને દીપિકા હાલમાં તેમના બીજા બાળકના સ્વાગતની તૈયારી કરી રહ્યા છે. તેમને 19 એપ્રિલના રોજ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમની બીજી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. આ જાહેરાતમાં તેમની પુત્રી દુઆ પણ જોવા મળી હતી. તાજેતરમાં, રણવીર અને દીપિકાએ તેમના નવા મેટરનિટી ફોટોશૂટના ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ ફોટામાં, દીપિકા તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ ફોટાને ફેન્સ તરફથી ઘણો પ્રેમ મળ્યો.

દુઆના બીજા જન્મદિવસ પર એક ફેમિલી ફોટો શેર કરવામાં આવ્યો

8 સપ્ટેમ્બરના રોજ રણવીર અને દીપિકાએ તેમની પુત્રી દુઆનો બીજો જન્મદિવસ ઉજવ્યો. તેમને આ પ્રસંગે સોશિયલ મીડિયા પર કેટલાક ફેમિલી ફોટા શેર કર્યા.

રણવીર અને દીપિકાએ 2018 માં લગ્ન કર્યા

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે 14 નવેમ્બર, 2018ના રોજ ઈટાલીના લેક કોમોમાં લગ્ન કર્યા. આ કપલે બે અલગ અલગ રીતરિવાજો અનુસાર લગ્ન કર્યા. દીપિકાના પહેલા લગ્ન કોંકણી પરંપરાઓ અનુસાર થયા હતા, જ્યારે બીજા લગ્ન સિંધી પરંપરાઓ અનુસાર થયા હતા. આ કપલ પહેલી વાર 2013 માં આવેલી ફિલ્મ "ગોલિયોં કી રાસલીલા રામ-લીલા" ના સેટ પર મળ્યા હતા. લગ્ન કરવાનો નિર્ણય લેતા પહેલા તેઓ ઘણા વર્ષો સુધી ડેટિંગ કરતા હતા. 2015 માં તેમની સગાઈ થઈ હોવાની ચર્ચા છે.

આ પણ વાંચો: Ranveer Singh: 1000 છોકરીઓના શિક્ષણ માટે મદદ કરશે રણવીર સિંહ, 'સેવા સંકલ્પ અભિયાન'માં જોડાયો

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.