Amitabh Bachchan: અમિતાભ બચ્ચનને રાત્રે નથી આવતી ઊંઘ, બ્લોગમાં જણાવી ઉંમરની અસર

Amitabh Bachchan: અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં ઊંઘની સમસ્યા અને જિમનું રૂટિન ફરી શરૂ કરવાની વાત કરી. તેમને લખ્યું કે મન તૈયાર છે, પરંતુ શરીર આરામ માગે છે.
Nancy Shukla
Amitabh Bachchan: અમિતાભ બચ્ચનને કેમ નથી આવતી ઊંઘ?Amitabh Bachchan: અમિતાભ બચ્ચનને કેમ નથી આવતી ઊંઘ?

Amitabh Bachchan: અમિતાભ બચ્ચનને કેમ નથી આવતી ઊંઘ?

Amitabh Bachchan: બોલીવુડ એક્ટર અમિતાભ બચ્ચન 83 વર્ષની ઉંમરે પણ કામ પ્રત્યેનો ઉત્સાહ જાળવી રાખે છે. ફિલ્મ સિવાય તેઓ પોતાના બ્લોગ દ્વારા પણ ફેન્સ સાથે જોડાયેલા રહે છે. તેઓ અવારનવાર પોતાના જીવનના અનુભવો અને દિનચર્યાની વાતો શેર કરતા હોય છે. આ વખતે અમિતાભે ઊંઘની સમસ્યા, સવારે વહેલા જાગી જવું અને જિમનું રૂટિન ફરી શરૂ કરવાની કોશિશ અંગે વાત કરી છે.

અમિતાભે સ્વીકાર્યું કે હવે તેમનું શરીર પહેલાંની જેમ દરેક કામ માટે તરત તૈયાર થતું નથી. મનમાં કંઈક કરવાની ઈચ્છા હોય છે, પરંતુ શરીર આરામ કરવાની સલાહ આપે છે.

અમિતાભ બચ્ચને કહી આ વાત

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં જણાવ્યું કે તેઓ આ દિવસોમાં બ્લોગ લખતી વખતે અક્ષરોના ફોન્ટ સાઈઝને લઈને મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેમને વાચકોને આ સમસ્યાનો ઉકેલ સૂચવવા પણ કહ્યું હતું. આ માટે તેમને ગૂગલ પર પણ માહિતી શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ મળેલી સૂચનાઓ સમજવામાં મુશ્કેલી પડી.

અમિતાભના જણાવ્યા અનુસાર, અગાઉની રાત્રે બ્લોગ પૂરો ન લખી શકવાની વાત તેમના મનમાં ચાલતી રહી હતી. તેના કારણે તેઓ સવારે વહેલા જાગી ગયા. તેમને ફરી ઊંઘવાનો પ્રયાસ કર્યો અને ઈન્ટરનેટ પર ઊંઘ લાવવા માટે સૂચવવામાં આવતી કેટલીક રીતો પણ અજમાવી, પરંતુ ખાસ ફાયદો થયો નહીં.

અમિતાભે મજાકિયા અંદાજમાં આરામ કરવાની જરૂરિયાત વ્યક્ત

ઊંઘના અનુભવ અંગે અમિતાભે પોતાના આગવા અંદાજમાં લખ્યું કે તેમને ધાબળામાં શરીરને સંકોચીને આરામથી સૂવું વધુ પસંદ છે. તેમને તેની સરખામણી માતાના ગર્ભમાં બાળક જે સ્થિતિમાં રહે છે તેની સાથે કરી હતી.

Amitabh Bachchan1.webp

તેમના કહેવા પ્રમાણે આ રીતે સૂવાનો પ્રયાસ કર્યા બાદ આખરે તેમને ઊંઘ આવી ગઈ અને તેઓ નસકોરાં બોલાવવા લાગ્યા. તેમને બ્લોગમાં બગાસાં આવવાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને મજાકિયા અંદાજમાં આરામ કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.

જિમનું રૂટિન ફરી શરૂ કરવાની કોશિશ

અમિતાભે પોતાની ફિટનેસ અને કસરત અંગે પણ વાત કરી હતી. તેમને જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી જિમ જવાનું નિયમિત થઈ શક્યું નથી. હવે તેઓ ફરીથી પોતાનું વર્કઆઉટ રૂટિન શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ અંગે તેમને લખ્યું હતું કે ‘મન કહે છે હા, પરંતુ શરીર કહે છે- થોભો મિત્ર.’ આ વાત દ્વારા તેમને ઉંમર વધવાની સાથે શરીરની બદલાતી ક્ષમતાઓ અને આરામની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું હતું.

તેમને ‘ડોન્ટ લેટ ધ ઓલ્ડ મેન ઈન’ એટલે કે ઉંમરને પોતાના પર હાવી ન થવા દેવાના વિચારનો પણ ઉલ્લેખ કર્યો હતો. અમિતાભના મતે, નિયમિત કસરત કરવી અને ફિટ રહેવું કહેવું જેટલું સરળ છે, તેને સતત જાળવી રાખવું એટલું જ મુશ્કેલ છે.

કામની સાથે આરામ અને ફિટનેસ પર પણ ધ્યાન

અમિતાભ બચ્ચનનો આ બ્લોગ તેમના રોજિંદા જીવનની એક અલગ જ ઝલક આપે છે. તેઓ આજે પણ કામ પ્રત્યે સમર્પિત છે, પરંતુ સાથે જ ઉંમર વધતાં શરીરની જરૂરિયાતો બદલાય છે તે વાત પણ સ્વીકારે છે. તેમના આ અનુભવથી સ્પષ્ટ થાય છે કે સક્રિય રહેવાની ઈચ્છા સાથે યોગ્ય આરામ અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે.

આ પણ વાંચો: King 100: 28 વર્ષ બાદ નાગાર્જુન સાથે તબ્બુ મળશે જોવા, જાણો ક્યારે રિલીઝ થશે ફર્સ્ટ લુક