Avinash Mishra: ઈશા સિંહ સાથે બ્રેકઅપની ચર્ચાને લઈને અવિનાશ મિશ્રાએ તોડ્યું મૌન, કહ્યું- 'સંબંધો જાહેર મનોરંજન માટે નથી...'

Avinash Mishra: અવિનાશ મિશ્રાએ ઈશા સિંહ સાથેના સંબંધોની ચર્ચા વચ્ચે પ્રાઈવસી જાળવવાની અપીલ કરી છે. બ્રેકઅપ અને વિશ્વાસઘાતના આરોપો પર શું કહ્યું?
Nancy Shukal
Nancy Shukal
Avinash Mishra: અવિનાશ મિશ્રાએ પોસ્ટ શેર કરી કહી આ વાતAvinash Mishra: અવિનાશ મિશ્રાએ પોસ્ટ શેર કરી કહી આ વાત

Avinash Mishra: અવિનાશ મિશ્રાએ પોસ્ટ શેર કરી કહી આ વાત

Avinash Mishra: ટીવી જગતના જાણીતા કલાકારો અવિનાશ મિશ્રા અને ઈશા સિંહ તેમની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. થોડા સમય પહેલાં સુધી બંનેના સંબંધોને લઈને સોશિયલ મીડિયા પર ઘણી વાતો થતી હતી. બંનેએ રોમેન્ટિક અંદાજમાં પોતાના પ્રેમનો સ્વીકાર પણ કર્યો હતો. પરંતુ હવે તેમના બ્રેકઅપની ચર્ચાઓ સામે આવતાં ફેન્સ હેરાન છે. સોશિયલ મીડિયા પર અવિનાશે ઈશા સાથે વિશ્વાસઘાત કર્યો હોવાના દાવા પણ થઈ રહ્યા છે. આ સમગ્ર વિવાદ વચ્ચે અવિનાશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.

અવિનાશે પોસ્ટમાં શું કહ્યું?

અવિનાશ મિશ્રાએ પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર એક નોટ શેર કરી હતી. તેમાં તેને કોઈનું નામ લીધું નથી કે બ્રેકઅપની અફવાઓની સીધી પુષ્ટિ પણ કરી નથી. પરંતુ તેની પોસ્ટને હાલ ચાલી રહેલી ચર્ચાઓ સાથે જોડવામાં આવી રહી છે.

અવિનાશે લખ્યું કે, “મિત્રો, ચાલો આ વાતને અહીં જ પૂરી કરીએ અને આગળ વધીએ. છેલ્લાં કેટલાંક અઠવાડિયાં ઘણા લોકો માટે મુશ્કેલ રહ્યાં છે. મીડિયા પેજને વિનંતી છે કે દરેકની પ્રાઈવસીનું સન્માન કરે. સંબંધો અંગત હોય છે, જાહેર મનોરંજન માટે નહીં. દરેક વસ્તુ માત્ર વ્યૂઝ અને એન્ગેજમેન્ટ માટે નથી હોતી. લોકોને શાંતિથી જીવવા દો.” તેની આ પોસ્ટ બાદ ફરી એકવાર અવિનાશ અને ઈશાના સંબંધોને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. પરંતુ એક્ટરે બ્રેકઅપ કે વિશ્વાસઘાતના આરોપો અંગે સ્પષ્ટ કંઈ કહ્યું નથી.

Avinash Mishra - Eisha Singh Break UP.webp

ઈશાની માતાના કથિત ઓડિયોથી વિવાદ વધ્યો

અવિનાશ અને ઈશા વચ્ચે અણબનાવ હોવાની અટકળો ત્યારે શરૂ થઈ, જ્યારે ઈશાએ ઈન્સ્ટાગ્રામ પર અવિનાશને અનફોલો કર્યો. ત્યારબાદ ઈશા અને તેની માતા તરફથી કેટલીક ક્રિપ્ટિક પોસ્ટ પણ શેર કરવામાં આવી હતી.

આ દરમિયાન ઈશાની માતાનો એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થયો હતો. તેમાં તે અવિનાશ પર ઈશા સાથે દગો કર્યો હોવાનો આરોપ લગાવતાં સંભળાય છે. ક્લિપમાં બ્રેકઅપ બાદ ઈશાને માનસિક તકલીફ થઈ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. પરંતુ આ ઓડિયોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. તેથી તેમાં કરવામાં આવેલા આરોપોને હાલ માત્ર દાવા તરીકે જ જોવામાં આવી રહ્યા છે.

ઈશાએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી

આ સમગ્ર મામલે ઈશા સિંહે અત્યાર સુધી જાહેરમાં કોઈ નિવેદન આપ્યું નથી. બીજી તરફ અવિનાશની પોસ્ટને તેમની પ્રથમ પ્રતિક્રિયા માનવામાં આવી રહી છે. તેને આરોપોનો સીધો જવાબ આપવાને બદલે લોકોને તેની પર્સનલ લાઈફમાં દખલ ન કરવાની અપીલ કરી છે. હાલ બંનેમાંથી કોઈએ પણ બ્રેકઅપની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

આ પણ વાંચો: Priyanka Chopra: પ્રિયંકા ચોપરાની દીકરી માલતીએ સંભળાવ્યો ગાયત્રી મંત્ર, ક્યૂટ વીડિયોએ જીત્યું ફેન્સનું દિલ