Amitabh Bachchan: અમિતાભ બચ્ચનના સ્વાસ્થ્ય અંગેની અફવાઓ પર પૂર્ણવિરામ, આ તારીખથી KBC 18નું શૂટિંગ કરશે શરૂ

Amitabh Bachchan: અમિતાભ બચ્ચનના સ્વાસ્થ્ય અંગેની અફવાઓ પર પૂર્ણવિરામ મુકાયું છે. બિગ બી 10 નવેમ્બરથી KBC 18નું શૂટિંગ શરૂ કરશે, જ્યારે નવા એપિસોડ 16 નવેમ્બરથી આવશે.
Nancy Shukal
Nancy Shukal
Amitabh Bachchan: અમિતાભ બચ્ચન KBC 18ના શૂટિંગ શરૂ કરશેAmitabh Bachchan: અમિતાભ બચ્ચન KBC 18ના શૂટિંગ શરૂ કરશે

Amitabh Bachchan: અમિતાભ બચ્ચન KBC 18ના શૂટિંગ શરૂ કરશે

Amitabh Bachchan: બોલીવુડ એક્ટર અમિતાભ બચ્ચનના ફેન્સ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 2-3 દિવસથી એક્ટરની તબિયત ખરાબ હોવાની અને તેના કારણે તેમનો લોકપ્રિય ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ 18' (KBC 18)નું શૂટિંગ અટકાવી દીધું હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી. પરંતુ હવે તેમના સ્વાસ્થ્યને લઈને ફેલાયેલી અફવાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. મીડિયા રિપોર્ટ મુજબ અમિતાભ બચ્ચન હવે સંપૂર્ણ સ્વસ્થ છે અને ટૂંક સમયમાં ફરીથી શૂટિંગ શરૂ કરવાના છે.

મીડિયા રિપોર્ટ મુજબ, સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમિતાભ બચ્ચનના સ્વાસ્થ્ય અંગે માહિતી આપતાં જણાવ્યું છે કે ચિંતાજનક કંઈ નથી. હવામાનમાં આવેલા ફેરફારને કારણે તેમની તબિયત થોડી બગડી હતી, પરંતુ તેમને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા નથી. એક્ટર 10 નવેમ્બરથી ફરી એકવાર KBC 18ના સેટ પર પરત ફરવાના છે.

અમિતાભ બચ્ચનને શું થયું હતું?

છેલ્લા કેટલાક દિવસોમાં એવા અહેવાલો સામે આવ્યા હતા કે 84 વર્ષના અમિતાભ બચ્ચનની તબિયત વધુ ખરાબ થઈ છે. આ કારણે શોના મેકર્સે જૂના એપિસોડ અને ખાસ રી-રન બતાવવાનું આયોજન કર્યું હોવાની પણ ચર્ચા હતી. પરંતુ મળતી માહિતી પ્રમાણે તેમને માત્ર મોસમી ફ્લૂ એટલે કે હળવો તાવ અને શરદીની સમસ્યા થઈ હતી.

સતત શૂટિંગના વ્યસ્ત શેડ્યૂલ અને સુરક્ષાને લગતી ચિંતાઓને ધ્યાનમાં રાખીને ડોક્ટર્સ તથા શોના મેકર્સે તેમને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી હતી. આ જ કારણસર KBC 18નું શૂટિંગ થોડા સમય માટે રોકવામાં આવ્યું હતું.

ક્યારથી ટેલિવિઝન પર જોવા મળશે KBC 18ના નવા એપિસોડ?

મીડિયા રિપોર્ટ મુજબ, અમિતાભ બચ્ચન 10 નવેમ્બરથી ફરી શૂટિંગ શરૂ કરશે. તેમના જુહુ સ્થિત નિવાસસ્થાન 'જલસા' અને શૂટિંગ સેટ પર સુરક્ષાની તમામ જરૂરી વ્યવસ્થાઓની સમીક્ષા પણ કરવામાં આવી છે.

અમિતાભ બચ્ચન પોતાના સત્તાવાર બ્લોગ દ્વારા પણ ફેન્સ સાથે જોડાયેલા છે. હવે તેઓ શૂટિંગ પર પરત ફરતાં નવા એપિસોડનું કામ ફરી શરૂ થશે. માહિતી અનુસાર, KBC 18ના નવા એપિસોડ 16 નવેમ્બરથી ટેલિવિઝન પર પ્રસારિત થવાની શક્યતા છે. આ સમાચારથી બિગ બીના ફેન્સમાં ખુશીનો માહોલ છે.

આ પણ વાંચો: IPL 2028: IPLમાં રમતી જોવા મળશે 12 ટીમો? BCCI બે નવી ફ્રેન્ચાઈઝી સામેલ કરવાની તૈયારીમાં