Amitabh Bachchan: ધમકી પણ ન રોકી શકી અમિતાભ બચ્ચનની પરંપરા, બુલેટપ્રૂફ ફ્રેમ વિના ફેન્સને મળ્યા બિગ બી

Amitabh Bachchan: ધમકી વચ્ચે અમિતાભ બચ્ચન જલસાની બહાર બુલેટપ્રૂફ ફ્રેમ વિના ફેન્સને મળ્યા. અભિષેક બચ્ચન પણ સાથે જોવા મળ્યા, જાણો બિગ બીએ બ્લોગમાં શું લખ્યું.
Nancy Shukal
Nancy Shukal
Amitabh Bachchan: અમિતાભ બચ્ચન બુલેટપ્રૂફ ફ્રેમ વિના ફેન્સને મળ્યાAmitabh Bachchan: અમિતાભ બચ્ચન બુલેટપ્રૂફ ફ્રેમ વિના ફેન્સને મળ્યા

Amitabh Bachchan: અમિતાભ બચ્ચન બુલેટપ્રૂફ ફ્રેમ વિના ફેન્સને મળ્યા

Amitabh Bachchan: બોલીવુડ એક્ટર અમિતાભ બચ્ચને સુરક્ષાને લઈને ચાલી રહેલી ચિંતાઓ અને તબિયત અંગેની ચર્ચાઓ વચ્ચે પણ પોતાની વર્ષો જૂની પરંપરા જાળવી રાખી છે. દર રવિવારે ફેન્સને મળવાની પરંપરા મુજબ અમિતાભ બચ્ચન આ વખતે પણ મુંબઈના જુહુ સ્થિત પોતાના બંગલા 'જલસા'ની બહાર આવ્યા હતા.

ખાસ વાત એ હતી કે ગયા રવિવારે બુલેટપ્રૂફ ફ્રેમ પાછળ જોવા મળેલા બિગ બી આ વખતે કોઈ પણ બુલેટપ્રૂફ ફ્રેમ વિના ફેન્સને મળ્યા હતા. આ દરમિયાન તેમનો પુત્ર અને અભિનેતા અભિષેક બચ્ચન પણ તેમની સાથે જોવા મળ્યો હતો.

બુલેટપ્રૂફ ફ્રેમ વિના ફેન્સને મળ્યા અમિતાભ

દર રવિવારની જેમ આ વખતે પણ સાંજે લગભગ 5:30 વાગ્યે અમિતાભ બચ્ચન પોતાના બંગલાની બહાર આવ્યા હતા. તેમને જોવા માટે મોટી સંખ્યામાં ફેન્સ એકઠા થયા હતા. અમિતાભે હાથ હલાવીને ફેન્સનું અભિવાદન કર્યું અને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.

તમને જણાવી દઈએ કે અગાઉ જલસાની સુરક્ષાને લઈને ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારબાદ ગયા રવિવારે અમિતાભ બુલેટપ્રૂફ ફ્રેમ પાછળ જોવા મળ્યા હતા. આ વખતે જોકે તેઓ સામાન્ય રીતે ફેન્સની સામે આવ્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસ દ્વારા જલસાની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

View post on Instagram

બ્લોગમાં ફેન્સનો માન્યો આભાર

અમિતાભ બચ્ચને પોતાના અંગત બ્લોગ પર એક ભાવુક સંદેશ શેર કરીને ફેન્સનો આભાર માન્યો હતો. તેમને લખ્યું કે ફેન્સ તરફથી મળી રહેલા પ્રેમ, શુભેચ્છાઓ અને ભેટો તેમના માટે ખૂબ જ ખાસ છે. હવે આ ગિફ્ટને સાચવીને રાખવા માટે જગ્યા પણ ઓછી પડી રહી છે. તેમને ફેન્સના પત્રોનો વ્યક્તિગત રીતે જવાબ આપવાનો પ્રયાસ કરતા હોવાનું પણ જણાવ્યું હતું.

હાથમાં તકલીફને કારણે પત્રોના જવાબ આપવામાં વિલંબ

બિગ બીએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે જે હાથથી તેઓ લખે છે તેમાં થોડી તકલીફ થઈ રહી છે. આ કારણે તેઓ ફેન્સના પત્રો અને શુભેચ્છાઓનો સમયસર જવાબ આપી શકતા નથી. આ વિલંબ બદલ તેમને સૌની માફી પણ માગી હતી.

આ સાથે જ તેમને તમામ ફેન્સના સારા સ્વાસ્થ્ય, સુખ-સમૃદ્ધિ અને ખુશહાલ જીવનની પ્રાર્થના કરી હતી. સુરક્ષાને લગતી ચિંતાઓ વચ્ચે પણ ફેન્સ સાથેનો વર્ષો જૂનો સંબંધ જાળવી રાખવાની અમિતાભની આ પરંપરાએ ફરી એકવાર સૌનું ધ્યાન ખેંચ્યું છે.

આ પણ વાંચો: Katrina Kaif: કેટરિના કૈફ અને વિકી કૌશલે આપી સરપ્રાઈઝ, દીકરા વિહાનની તસવીર કરી શેર