Ramayana: 'રામાયણ'ના સેટ પર દીકરી રાહાને તડકાથી બચાવતો જોવા મળ્યો રણબીર કપૂર, આલિયાએ શેર કરી BTS તસવીરો


Ramayana: રામાયણના સેટ પર રાહા સાથે રણબીરે શેર કરી તસવીરો
Ramayana: 'રામાયણ'ના સેટ પર દીકરી રાહાને તડકાથી બચાવતો જોવા મળ્યો રણબીર કપૂર, આલિયાએ શેર કરી BTS તસવીરો


Ramayana: રામાયણના સેટ પર રાહા સાથે રણબીરે શેર કરી તસવીરો
Ramayana: બોલીવુડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ: પાર્ટ 1' થિયેટરમાં રિલીઝ થયા બાદ ચર્ચામાં છે. નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી આ મેગા બજેટ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રીરામની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. તેની સાથે સાઈ પલ્લવી માતા સીતાની, યશ રાવણની અને રવિ દુબે લક્ષ્મણની ભૂમિકામાં છે.
આ દરમિયાન ફિલ્મના સેટ પરથી રણબીર અને તેમની દીકરી રાહાની 2 તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરો એક્ટ્રેસ આલિયા ભટ્ટે શેર કરી છે.
'રામાયણ'ના સેટ પર પિતા રણબીર સાથે જોવા મળી રાહા
રણબીર કપૂરે તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે તેની દીકરી રાહા ઘણીવાર 'રામાયણ'ના સેટ પર તેને મળવા આવતી હતી. હવે આલિયા ભટ્ટે સેટ પરથી બે BTS તસવીરો શેર કરીને આ ખાસ પળોની ઝલક ફેન્સને બતાવી છે.
આ તસવીરોમાં રણબીર ભગવાન શ્રીરામના ગેટઅપમાં દીકરી રાહા સાથે સમય વિતાવતા જોવા મળે છે. એક તસવીરમાં તે રાહાના ગાલ પર પ્રેમથી કિસ કરી રહ્યો છે, જ્યારે બીજી તસવીરમાં દીકરીને તડકાથી બચાવવા માટે છાંયડામાં ઊભા જોવા મળે છે. પરંતુ આલિયાએ તસવીરોમાં હાર્ટ ઈમોજી મૂકીને રાહાનો ચહેરો છુપાવ્યો છે.
View post on Instagram
આલિયાએ રણબીર અને ફિલ્મની ટીમનાં વખાણ કર્યાં
આ તસવીરો સાથે આલિયાએ એક ઈમોશનલ મેસેજ પણ લખ્યો છે. તેણે જણાવ્યું કે રણબીર કપૂરે આ ફિલ્મ માટે પોતાનું સર્વસ્વ આપી દીધું છે, તેમ છતાં વ્યસ્ત શેડ્યૂલમાંથી દીકરી માટે સમય કાઢ્યો છે.
આલિયાએ રણબીર પર ગર્વ વ્યક્ત કરતાં ફિલ્મની સમગ્ર ટીમનાં પણ વખાણ કર્યાં હતાં. તેના મતે કેટલીક વાર્તાઓ આપણા સૌ કરતાં મોટી હોય છે અને 'રામાયણ' પણ એવી જ એક સ્ટોરી છે. આલિયાની આ પોસ્ટને ફેન્સ તરફથી પ્રેમ મળી રહ્યો છે.
ફિલ્મને મળી રહી છે ફેન્સની પ્રશંસા
5 નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થયેલી 'રામાયણ: પાર્ટ 1'ને લઈને દર્શકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર ફિલ્મના VFX, 3D ઈફેક્ટ્સ અને ભવ્ય એક્શન દૃશ્યોની પ્રશંસા થઈ રહી છે. ખાસ કરીને ફિલ્મના ક્લાઈમેક્સ અને પોસ્ટ-ક્રેડિટ સીનની ચર્ચા છે.
પોસ્ટ-ક્રેડિટ સીનમાં સની દેઓલ બજરંગબલીની ભૂમિકામાં જોવા મળે છે, પરંતુ મેકર્સે હજુ તેમનો સંપૂર્ણ લુક જાહેર કર્યો નથી. આ દૃશ્યને કારણે ફિલ્મના બીજા ભાગને લઈને દર્શકોની ઉત્સુકતા વધી છે.
આ પણ વાંચો: Saif Ali Khan: સારા અને ઈબ્રાહિમ સાથે કરીના કપૂરનો કેવો છે સંબંધ? સૈફ અલી ખાને કર્યો ખુલાસો





