Allu Arjun: 'રાકા'એ રચ્યો ઈતિહાસ, ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થઈ અલ્લુ અર્જુનની ફિલ્મ


Allu Arjun
Allu Arjun: 'રાકા'એ રચ્યો ઈતિહાસ, ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થઈ અલ્લુ અર્જુનની ફિલ્મ


Allu Arjun
Allu Arjun: "પુષ્પા" અને "પુષ્પા 2" જેવી ફિલ્મોથી રાષ્ટ્રીય અને ગ્લોબલ લેવલે ઓળખ મેળવનાર તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુન, તેની અપકમિંગ ફિલ્મ "રાકા" માટે ફેન્સ એક્સાઈટેડ છે. આ મોટા બજેટવાળી ફિલ્મ હવે એક ખાસ કારણોસર ચર્ચાનો વિષય બની છે.
રિલીઝના લગભગ એક વર્ષ પહેલા "રાકા" એ ઈતિહાસ રચી દીધો છે. તેને એકસાથે 37 કલાકાર સાથે મોશન-કેપ્ચર ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
અલ્લુ અર્જુનની 'રાકા'એ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
અલ્લુ અર્જુન અને એટલીની અપકમિંગ ફિલ્મ રાકાનું નિર્માણ સન પિક્ચર્સના બેનર હેઠળ થઈ રહ્યું છે. સન પિક્ચર્સે સોમવાર, 21 સપ્ટેમ્બરના રોજ તેના સત્તાવાર હેન્ડલ પરથી આ મોટા સમાચાર શેર કર્યા. તેની પોસ્ટમાં સન પિક્ચર્સે લખ્યું છે કે "ઈતિહાસ રચાયો છે. એક જીત જે ભારતીય સિનેમાને ગ્લોબલ લેવલે ઉંચો કરે છે."
રાકાએ રીઅલ ટાઈમમાં સૌથી વધુ સંખ્યામાં લોકો (37 કલાકાર) ના મોશન-કેપ્ચરનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. એટલી અને અલ્લુ અર્જુનને આ ઐતિહાસિક સિદ્ધિ માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું. સન પિક્ચર્સે આ પોસ્ટ સાથે 2 ફોટા શેર કર્યા છે, જેમાં અલ્લુ અર્જુન અને એટલીને વર્લ્ડ રેકોર્ડ સર્ટિફિકેટ મેળવતા જોવા મળે છે.
https://twitter.com/sunpictures/status/2102007425884901743
આ રેકોર્ડ ફેબ્રુઆરી 2026 માં સ્થાપિત થયો
તમને જણાવી દઈએ કે રાકાએ ફેબ્રુઆરી 2026માં આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. સત્તાવાર પ્રમાણપત્ર 15 સપ્ટેમ્બર, 2026 ના રોજ એનાયત કરવામાં આવ્યું હતું. અલ્લુ અર્જુન અને એટલીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સના સિનિયર એડજ્યુડિકેટર સ્વપ્નિલ ડાંગરીકરે એક ખાસ કાર્યક્રમમાં પ્રમાણપત્રો રજૂ કર્યા હતા.
અલ્લુ અર્જુને આભાર માન્યો
અલ્લુ અર્જુને તેમની ફિલ્મના ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બદલ આભાર વ્યક્ત કર્યો. તેને કહ્યું કે "આ અસાધારણ સિદ્ધિ પર અમને ખૂબ ગર્વ છે. આ ગ્લોબલ લેવલે એક નવો માપદંડ સ્થાપિત કરવાનો અને સિનેમાની સીમાઓને આગળ વધારવાનો ક્ષણ છે. હું આ માટે આભારી છું."
'રાકા'નું બજેટ 1000 કરોડ રૂપિયા છે
અલ્લુ અર્જુન અને એટલીની ફિલ્મ રાકા 2 ભાગમાં બનાવવામાં આવશે. પહેલો ભાગ ડિસેમ્બર 2027 સુધીમાં રિલીઝ થવાની શક્યતા છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે બોલીવુડ સુપરસ્ટાર દીપિકા પાદુકોણ એક્ટિંગ કરશે.
આ પણ વાંચો: Karan Joharએ ફિલ્મની જાહેરાત કરી, પહેલા RAW ચીફની સ્ટોરીની રિલીઝ ડેટ જાહેર





