Vaibhav Sooryavanshi અને અભિષેક શર્માની ફની વાતચીતનો વીડિયો વાયરલ, કહ્યું- સ્કોરકાર્ડ જોઈને ગામના લોકો શું કહેતા?


Vaibhav Sooryavanshi
Vaibhav Sooryavanshi અને અભિષેક શર્માની ફની વાતચીતનો વીડિયો વાયરલ, કહ્યું- સ્કોરકાર્ડ જોઈને ગામના લોકો શું કહેતા?


Vaibhav Sooryavanshi
Vaibhav Sooryavanshi: ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામેની 5 મેચની T20 સિરીઝમાં સતત 3 જીત મેળવીને સિરીઝમાં અજેય લીડ મેળવી લીધી છે. વેલિંગ્ટનમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં ભારતે 199 રનના ટાર્ગેટનો પીછો માત્ર 13.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને પૂર્ણ કર્યો હતો. આ જીતમાં અભિષેક શર્મા અને યુવા બેટર વૈભવ સૂર્યવંશીની આક્રમક બેટિંગે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
અભિષેકે 113 રનની શાનદાર સદી ફટકારી હતી, જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. બીજી તરફ વૈભવે પણ 45 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. હવે BCCI દ્વારા બંને ખેલાડીઓની ફની વાતચીતનો વીડિયો શેર કરવામાં આવ્યો છે, જે ક્રિકેટપ્રેમીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.
'ગામના લોકો કહેતા કે મેચ છત પર રમાઈ હશે'
BCCI દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં વૈભવ સૂર્યવંશીએ ફની અંદાજમાં કહ્યું કે જો મેચનું લાઈવ ટેલિકાસ્ટ ન થયું હોત, તો તેના ગામના લોકો સ્કોરકાર્ડ જોઈને કદાચ એવું માનત કે આ મેચ કોઈની છત પર રમાઈ હશે! વૈભવની આ વાત સાંભળીને તેની સાથે બેઠેલો અભિષેક શર્મા પણ હસવા લાગ્યો. વૈભવની આ ફની કોમેન્ચ તેની આક્રમક બેટિંગ અને મેચમાં બનેલી રનવર્ષાને લઈને હતી.
View post on Instagram
અભિષેકે ખોલ્યું વૈભવની પ્રેક્ટિસનું રહસ્ય
વાતચીત દરમિયાન અભિષેક શર્માએ વૈભવની બેટિંગ પ્રત્યેની દીવાનગી વિશે પણ ખુલાસો કર્યો હતો. અભિષેકે કહ્યું કે વૈભવ બેટિંગને લઈને એટલો ઉત્સાહી છે કે તેને નેટ્સમાંથી બહાર કાઢવો મુશ્કેલ બની જાય છે. તેને મજાકમાં કહ્યું કે જો તેની પાસે બે નેટ હોય, તો એક વૈભવને આપી દેવામાં આવે છે અને તેને કહેવામાં આવે છે કે તું રમતો રહે.
વૈભવે બીજી T20 મેચમાં વહેલા આઉટ થવા અંગે પણ વાત કરી હતી. તેને જણાવ્યું કે અગાઉની મેચમાં તે પોતાના સ્વભાવથી વિપરીત રમ્યો હતો, પરંતુ ત્રીજી મેચમાં તેનો ઈરાદો ટીમને ઝડપી શરૂઆત અપાવવાનો હતો, જેથી પાછળના બેટર્સ માટે લક્ષ્ય હાંસલ કરવું સરળ બને.
વૈભવની નિર્ભય બેટિંગથી પ્રભાવિત થયો અભિષેક
અભિષેક શર્માએ વૈભવની આક્રમક બેટિંગનાં વખાણ કરતાં કહ્યું કે પ્રથમ જ બોલ પર તેને જે શોટ ફટકાર્યો હતો, તેનાથી તેનો આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાતો હતો. અભિષેકના મતે, વૈભવે જે નિર્ભય અંદાજમાં બેટિંગ કરી તે ખરેખર પ્રશંસનીય હતી. બંને ઓપનરોની આક્રમક પાર્ટનરશીપે ભારતને મેચમાં મજબૂત સ્થિતિ અપાવી હતી. ન્યૂઝીલેન્ડ સામેની આ જીતથી ભારતીય ટીમે સિરીઝમાં 3-0ની લીડ મેળવી છે. હવે બાકીની 2 મેચમાં પણ ટીમ ઈન્ડિયા પોતાનું વિજય અભિયાન જાળવી રાખવાનો પ્રયાસ કરશે.





