Ranbir Kapoor આ બે વ્યક્તિની આંખોમાં આંખ નાખીને વાત નથી કરી શકતો, KBCમાં કર્યો ભાવુક ખુલાસો

Ranbir Kapoor: "કૌન બનેગા કરોડપતિ" ના દિવાળી સ્પેશિયલ એપિસોડમાં આવેલા રણબીર કપૂરે અમિતાભ બચ્ચન સામે પોતાના બાળપણની યાદો તાજી કરી. તેને બિગ બીના વખાણ કર્યા.
Nancy ShuklaUpdated on: 27 Oct 2026 09:14 PM IST
Ranbir Kapoor આ બે વ્યક્તિની આંખોમાં આંખ નાખીને વાત નથી કરી શકતો, KBCમાં કર્યો ભાવુક ખુલાસોRanbir Kapoor આ બે વ્યક્તિની આંખોમાં આંખ નાખીને વાત નથી કરી શકતો, KBCમાં કર્યો ભાવુક ખુલાસો

Ranbir Kapoor

Ranbir Kapoor: બોલીવુડ એક્ટર રણબીર કપૂર ટૂંક સમયમાં લોકપ્રિય ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC)ના દિવાળી સ્પેશિયલ એપિસોડમાં જોવા મળશે. આ ખાસ એપિસોડમાં તેને અમિતાભ બચ્ચન સાથે જોડાયેલી કેટલીક યાદગાર વાતો શેર કરી હતી. આ દરમિયાન રણબીરે એવી વાત કહી, જેને સાંભળીને શોના સેટ પર હાજર દર્શકો ભાવુક થઈ ગયા હતા અને આખો સ્ટુડિયો તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યો હતો.

રણબીરે કહ્યું, આ બે વ્યક્તિ સામે નજર મિલાવવી મુશ્કેલ

અમિતાભ બચ્ચન પ્રત્યે પોતાનો પ્રેમ અને સન્માન વ્યક્ત કરતાં રણબીર કપૂરે કહ્યું કે તેમના જીવનમાં માત્ર બે જ વ્યક્તિ એવા રહ્યા છે, જેમની આંખોમાં આંખ નાખીને તેઓ વાત કરી શકતા નથી. આ બે વ્યક્તિમાં પ્રથમ તેમના પિતા અને દિવંગત એક્ટર ઋષિ કપૂર હતા, જ્યારે બીજા અમિતાભ બચ્ચન છે.

રણબીરની આ વાત સાંભળીને અમિતાભ બચ્ચનના ચહેરા પર સ્માઈલ આવી ગઈ હતી. આ ક્ષણે રણબીરનો પોતાના પિતા પ્રત્યેનો પ્રેમ અને અમિતાભ બચ્ચન માટેનું સન્માન સ્પષ્ટપણે જોવા મળ્યું હતું.

'અજૂબા'ના સેટ પરની યાદો કરી તાજી

રણબીરે બાળપણની યાદો વાગોળતાં અમિતાભ બચ્ચન સાથે જોડાયેલો ફિલ્મ 'અજૂબા'ના શૂટિંગનો એક પ્રસંગ પણ શેર કર્યો હતો. તેમને જણાવ્યું કે બાળપણમાં તેઓ ફિલ્મના સેટ પર ગયા હતા અને અમિતાભ બચ્ચનને નજીકથી જોયા હતા. આ મુલાકાતની એક તસવીર અમિતાભ બચ્ચને પોતાના સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી.

રણબીરે અમિતાભ બચ્ચનના વ્યક્તિત્વની પ્રશંસા કરતાં કહ્યું કે આજની જનરેશન જેને 'ઓરા ફાર્મિંગ' કહે છે, તે ગુણ તો અમિતાભ બચ્ચનમાં પહેલેથી જ હતો. તેઓ જ્યારે રૂમમાં પ્રવેશતા ત્યારે તેમનું વ્યક્તિત્વ અને પ્રભાવ આખા વાતાવરણમાં અનુભવાતાં હતાં.

ઋષિ કપૂર અને અમિતાભ બચ્ચન વચ્ચે હતો ખાસ સંબંધ

ઋષિ કપૂર અને અમિતાભ બચ્ચને 'અમર અકબર એન્થની', 'કૂલી', 'નસીબ' અને '102 નોટ આઉટ' જેવી અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. બંને કલાકારો વચ્ચે સારો સંબંધ હતો. રણબીર કપૂરે પણ અમિતાભ બચ્ચન પ્રત્યે પોતાના પિતાની જેમ જ ઊંડું સન્માન વ્યક્ત કર્યું હતું.

ક્યારે પ્રસારિત થશે KBCનો દિવાળી સ્પેશિયલ એપિસોડ?

રણબીર કપૂર અને ‘રામાયણ’ની ટીમ સાથે ફિલ્માવવામાં આવેલો KBCનો ખાસ દિવાળી એપિસોડ 29 અને 30 ઓક્ટોબરે રાત્રે 9 વાગ્યે સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન પર પ્રસારિત થવાનો છે. આ એપિસોડમાં રણબીરની ભાવુક વાતો, અમિતાભ બચ્ચન સાથેની યાદો અને બંને વચ્ચેનો સ્નેહ દર્શકો માટે ખાસ આકર્ષણ બની શકે છે.

આ પણ વાંચો: Tiger Shroff પર ફાયરિંગ બાદ ફિલ્મસિટીની સુરક્ષા વધારવાની માગ, અનેક એક્ટર્સની સલામતીનો મુદ્દો ચર્ચામાં

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.