Rajesh Power Results: રાજેશ પાવરના ચોખ્ખા નફામાં 35 ટકાનો વધારો, MGVCL પાસેથી મેળવ્યો 472 કરોડનો ઓર્ડર

Rajesh Power Results: પાવર EPC ક્ષેત્રે કાર્યરત રાજેશ પાવર સર્વિસિસ લિમિટેડે નાણાકીય વર્ષ 2027ના પ્રથમ છ મહિનામાં શાનદાર નાણાકીય પ્રદર્શન નોંધાવ્યું છે.
Kunjan Shukla
Rajesh Power ResultsRajesh Power Results

Rajesh Power Results

Rajesh Power Results: પાવર EPC ક્ષેત્રે કાર્યરત રાજેશ પાવર સર્વિસિસ લિમિટેડે નાણાકીય વર્ષ 2027ના પ્રથમ છ મહિનામાં શાનદાર નાણાકીય પ્રદર્શન નોંધાવ્યું છે. કંપનીનો એપ્રિલથી સપ્ટેમ્બર 2026ના સમયગાળામાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 35 ટકા વધીને રૂપિયા 79.22 કરોડ થયો છે. ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં કંપનીનો ચોખ્ખો નફો રૂપિયા 58.78 કરોડ નોંધાયો હતો.

કંપનીએ રૂપિયા 640.07 કરોડની આવક નોંધાવી

કંપનીની કુલ આવકમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. નાણાકીય વર્ષ 2027ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં રાજેશ પાવરની કુલ આવક આશરે 46 ટકા વધીને રૂપિયા 931.84 કરોડ થઈ છે. જ્યારે ગત વર્ષે સમાન સમયગાળામાં કંપનીએ રૂપિયા 640.07 કરોડની આવક નોંધાવી હતી. આ આંકડા કંપનીના વ્યવસાયમાં સતત થઈ રહેલા વિસ્તરણ અને મજબૂત કામગીરી દર્શાવે છે.

રાજેશ પાવર સર્વિસિસ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કુરાંગ પંચાલે જણાવ્યું હતું કે, કંપની પાસે હાલમાં આશરે રૂપિયા 4,000 કરોડની મજબૂત ઓર્ડર બુક છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ઓડિશામાં કંપનીની હાજરી સતત વધી રહી છે. આ વિસ્તરણને કારણે આગામી ત્રિમાસિક ગાળામાં કંપનીની આવકમાં વધુ વૃદ્ધિ થવાની સંભાવના છે.

MGVCL પાસેથી રૂપિયા 472 કરોડનો મોટો ઓર્ડર મળ્યો

તાજેતરમાં રાજેશ પાવર સર્વિસિસને સરકારની માલિકીની મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) પાસેથી આશરે રૂપિયા 472 કરોડનો ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર કંપનીના વ્યવસાયિક વિસ્તરણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે રાજેશ પાવર સર્વિસિસ લિમિટેડ એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (EPC) ક્ષેત્રની કંપની છે. કંપની મુખ્યત્વે પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન ક્ષેત્રમાં કામ કરે છે. કંપનીનો વધતો નફો, આવકમાં વૃદ્ધિ અને મજબૂત ઓર્ડર બુક આગામી સમયમાં તેના વિકાસ માટે સકારાત્મક સંકેત આપી રહ્યા છે.

નોંધ - શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ જરૂર લેવી.

આ પણ વાંચો: SBI Q2 Results: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના નફામાં 14.27 ટકાનો વધારો, સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રૂપિયા 23,038 કરોડનો નફો