Share Market News: શેરબજારમાં સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સ 308 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી ફરી 23,000ને પાર

Share Market News: ભારતીય શેરબજારમાં 30 ઓક્ટોબર, 2026ના રોજ સતત બીજા દિવસે તેજી જોવા મળી હતી. સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને વધારા સાથે બંધ થયા હતા.
Kunjan ShuklaUpdated on: 30 Oct 2026 03:44 PM IST
Share Market News: શેરબજારમાં સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સ 308 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી ફરી 23,000ને પારShare Market News: શેરબજારમાં સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સ 308 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી ફરી 23,000ને પાર

Share Market News

Share Market News: ભારતીય શેરબજારમાં 30 ઓક્ટોબર, 2026ના રોજ સતત બીજા દિવસે તેજી જોવા મળી હતી. સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને વધારા સાથે બંધ થયા હતા. ખાસ કરીને IT અને ફાર્મા શેરોમાં મજબૂત ખરીદારીને કારણે નિફ્ટી ફરી એકવાર 23,000ની સપાટી પાર કરવામાં સફળ રહ્યો હતો. જોકે, મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં નબળાઈ જોવા મળી હતી.

1,233 શેર વધારા સાથે બંધ થયા

બજાર બંધ થતાં BSE સેન્સેક્સ 308.49 પોઈન્ટ એટલે કે 0.42 ટકાના વધારા સાથે 74,459.53ના સ્તરે બંધ થયો હતો. જ્યારે NSE નિફ્ટી 116.35 પોઈન્ટ એટલે કે 0.51 ટકા વધીને 23,053.10ના સ્તરે પહોંચ્યો હતો. જોકે, બજારમાં તમામ શેરોમાં તેજી જોવા મળી નહોતી. કુલ 1,233 શેર વધારા સાથે બંધ થયા હતા, જ્યારે 2,788 શેરમાં ઘટાડો નોંધાયો હતો. 146 શેરના ભાવમાં કોઈ ફેરફાર થયો નહોતો. નિફ્ટીમાં સૌથી વધુ તેજી નોંધાવનારા શેરોમાં ટાઈટન, ઈન્ટરગ્લોબ એવિએશન, HCL ટેક્નોલોજીસ, ઈન્ફોસિસ અને સન ફાર્માનો સમાવેશ થયો હતો. બીજી તરફ અદાણી પોર્ટ્સ, શ્રીરામ ફાઇનાન્સ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, M&M અને કોલ ઈન્ડિયાના શેરોમાં ઘટાડો નોંધાયો હતો.

ફાર્મા ઈન્ડેક્સમાં 1.7 ટકાનો નોંધપાત્ર ઉછાળો

સેક્ટર પ્રમાણે IT ઈન્ડેક્સમાં 2.5 ટકા અને ફાર્મા ઈન્ડેક્સમાં 1.7 ટકાનો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એનર્જી અને મીડિયા સેક્ટરમાં 1 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. ઓટો, નિફ્ટી બેન્ક, PSU બેન્ક અને FMCG સેક્ટરમાં પણ 0.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 0.4 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.6 ટકા ઘટ્યા હતા. આમ, મોટા શેરોમાં ખરીદારી છતાં વ્યાપક બજારમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.

નોંધ - શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ જરૂર લેવી.

આ પણ વાંચો: Adani Enterprises Q2 Result: અદાણી એન્ટરપ્રાઈઝિસનું શાનદાર પ્રદર્શન, આવકમાં 74 ટકાનો થયો વધારો

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.