Adani Enterprises Q2 Result: અદાણી એન્ટરપ્રાઈઝિસનું શાનદાર પ્રદર્શન, આવકમાં 74 ટકાનો થયો વધારો

Adani Enterprises Q2 Result: અદાણી ગ્રૂપની અગ્રણી કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડે નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિક ગાળામાં મજબૂત નાણાકીય પ્રદર્શન નોંધાવ્યું છે.
Kunjan ShuklaUpdated on: 28 Oct 2026 05:27 PM IST
Adani Enterprises Q2 Result: અદાણી એન્ટરપ્રાઈઝિસનું શાનદાર પ્રદર્શન, આવકમાં 74 ટકાનો થયો વધારોAdani Enterprises Q2 Result: અદાણી એન્ટરપ્રાઈઝિસનું શાનદાર પ્રદર્શન, આવકમાં 74 ટકાનો થયો વધારો

Adani Enterprises

Adani Enterprises Q2 Result: અદાણી ગ્રૂપની અગ્રણી કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડે નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિક ગાળામાં મજબૂત નાણાકીય પ્રદર્શન નોંધાવ્યું છે. કંપનીની એકીકૃત આવક વાર્ષિક ધોરણે 74 ટકા વધીને રૂપિયા 38,023 કરોડ થઈ છે. કંપનીના નાણાકીય પરિણામોમાં EBITDA અને કરવેરા પહેલાંના નફા (PBT)માં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે.

PBT 146 ટકા વધીને રૂપિયા 2,002 કરોડ નોંધાયો

કંપનીના સ્ટોક એક્સચેન્જમાં રજૂ કરાયેલા આંકડા અનુસાર, બીજા ત્રિમાસિક ગાળામાં EBITDA 62 ટકા વધીને રૂપિયા 6,316 કરોડ થયો છે, જ્યારે સતત કામગીરીમાંથી PBT 146 ટકા વધીને રૂપિયા 2,002 કરોડ નોંધાયો છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે કંપનીના મજબૂત પરિણામો છેલ્લા કેટલાક વર્ષોમાં કરવામાં આવેલા રોકાણો અને વિવિધ વ્યવસાયોની વધતી ક્ષમતાનું પરિણામ છે. તેમણે જણાવ્યું કે ઊર્જા, એરપોર્ટ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે કરાયેલાં રોકાણો કંપનીના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

240 મેગાવોટનો નવો હાઇપરસ્કેલ ઓર્ડર પણ મળ્યો

નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ છ મહિનામાં પણ કંપનીએ નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરી છે. આ સમયગાળામાં એકીકૃત આવક 62 ટકા વધીને રૂપિયા 71,569 કરોડ થઈ છે, જ્યારે EBITDA 56 ટકા વધીને રૂપિયા 11,958 કરોડ નોંધાયો છે. સતત કામગીરીમાંથી PBT 45 ટકા વધીને રૂપિયા 3,297 કરોડ થયો છે. કંપનીના કોપર બિઝનેસે પણ આવક વધારવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. પ્રથમ છ મહિનામાં આ વ્યવસાયમાંથી રૂપિયા 2,033 કરોડનો EBITDA મળ્યો હતો. નાણાકીય વર્ષ 2027ના પ્રથમ છ મહિનામાં કોપરના વેચાણના જથ્થામાં વાર્ષિક ધોરણે 5.2 ગણો વધારો નોંધાયો હતો.

બીજી તરફ, અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે સપ્ટેમ્બર 2026માં 4.3 ગીગાવોટ ક્ષમતાની નવી TOPCon સોલર મોડ્યુલ ઉત્પાદન લાઇન શરૂ કરી છે. તેનાથી કુલ ઉત્પાદન ક્ષમતા 10 ગીગાવોટ થઈ છે. અદાણીકોનેક્સને નવી મુંબઈ ડેટા સેન્ટર માટે 240 મેગાવોટનો નવો હાઇપરસ્કેલ ઓર્ડર પણ મળ્યો છે. વધુમાં, કેર રેટિંગ્સે કંપનીનું લાંબા ગાળાનું ક્રેડિટ રેટિંગ વધારીને AA (સ્ટેબલ આઉટલુક) કર્યું છે.

નોંધ - શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ જરૂર લેવી.

આ પણ વાંચો: Jio IPO Listing : જિયોની શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રી, એરટેલને પાછળ છોડી દેશની બીજી સૌથી મોટી કંપની બની

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.