Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ વધશે, અદાણી એરપોર્ટ અને ઈન્ડિગોએ લીધો મોટો નિર્ણય

મુંબઈના હવાઈ પ્રવાસીઓને આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે વધુ વિકલ્પો મળી શકે છે. ઈન્ડિગો અને અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટસનો વિસ્તાર કરાશે.
Kunjan ShuklaUpdated on: 25 Oct 2026 05:24 PM IST
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ વધશે, અદાણી એરપોર્ટ અને ઈન્ડિગોએ લીધો મોટો નિર્ણયNavi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ વધશે, અદાણી એરપોર્ટ અને ઈન્ડિગોએ લીધો મોટો નિર્ણય

Navi Mumbai Airport

Navi Mumbai Airport: મુંબઈના હવાઈ પ્રવાસીઓને આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે વધુ વિકલ્પો મળી શકે છે. ઈન્ડિગો અને અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL)એ નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (NMIA) પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનો તબક્કાવાર વિસ્તાર કરવાની જાહેરાત કરી છે. આ વિસ્તરણ ફેબ્રુઆરી 2027થી શરૂ થવાની યોજના છે.

12 આંતરરાષ્ટ્રીય ગંતવ્યો સાથે જોડાશે નવું એરપોર્ટ

આ યોજના હેઠળ ઈન્ડિગો છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA) પરથી દરરોજ સંચાલિત થતી 12 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને તબક્કાવાર નવી મુંબઈ એરપોર્ટ પર ખસેડશે. તેમાં બહેરીન, રિયાધ, દમ્મામ, જેદ્દાહ, મદીના, કુવૈત, રાસ અલ ખૈમાહ, ફુજૈરાહ, મસ્કત, ઢાકા અને જકાર્તા જેવા સ્થળોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કાઠમંડુ માટે નવી દૈનિક ફ્લાઇટ સેવા શરૂ કરવાની યોજના છે. ફેબ્રુઆરીથી જુલાઈ 2027 દરમિયાન નવી મુંબઈ એરપોર્ટથી ઈન્ડિગોના આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં કુલ 12 ગંતવ્યો જોડાવાની અપેક્ષા છે.

ડોમેસ્ટિક કનેક્ટિવિટી પણ વધારાશે

આંતરરાષ્ટ્રીય મુસાફરોને સરળતાથી કનેક્શન મળી રહે તે માટે ઈન્ડિગો કેટલીક જરૂરી સ્થાનિક ફ્લાઈટ્સ પણ જૂના મુંબઈ એરપોર્ટ પરથી નવી મુંબઈ એરપોર્ટ પર ખસેડશે. બંને એરપોર્ટ વચ્ચે મુસાફરોની અવરજવર અને ફ્લાઇટ કનેક્શન વધુ સુવ્યવસ્થિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

જૂના એરપોર્ટના પુનર્વિકાસમાં પણ મળશે મદદ

CSMIAના ટર્મિનલ-1ના 2030 સુધીના પુનર્વિકાસને ધ્યાનમાં રાખીને આ ફેરફાર મહત્ત્વપૂર્ણ છે. નવી મુંબઈ એરપોર્ટ પર કામગીરી વધવાથી જૂના એરપોર્ટ પર ક્ષમતાનું સંતુલન જાળવવામાં મદદ મળશે. ઈન્ડિગો તેના વધતા A320, A321 અને A321XLR વિમાનોના કાફલાનો ઉપયોગ કરીને એશિયા, આફ્રિકા અને યુરોપમાં નવી સેવાઓ શરૂ કરવાની તકો પણ ઊભી કરી શકશે. અદાણી એરપોર્ટ્સના જણાવ્યા અનુસાર, આ ફેરફાર મુંબઈના બંને એરપોર્ટ વચ્ચે ક્ષમતાનું સંતુલિત વિતરણ કરવામાં મદદ કરશે. જોકે, અંતિમ સમયપત્રક અને ફ્લાઈટ્સ ખસેડવાની તારીખો જરૂરી મંજૂરીઓ તથા કામગીરી સંબંધિત તૈયારીઓ પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો: India's First Bullet Train: જમીનથી 100 ફૂટ નીચે બનશે સ્ટેશન, સમુદ્રની અંદર 7 કિમી લાંબી ટનલમાંથી પસાર થશે ટ્રેન

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.