Salangpur Kashtabhanjan Dev : સાળંગપુરમાં પૂનમ નિમિત્તે કષ્ટભંજનદેવનો દિવ્ય શણગાર, મીઠાઈઓનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો

Salangpur Kashtabhanjan Dev : બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે પૂનમ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ભવ્ય દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
Vivek Shah
Vivek Shah
Salangpur Kashtabhanjan Dev પૂનમે સાળંગપુરધામમાં ભક્તિનો માહોલSalangpur Kashtabhanjan Dev પૂનમે સાળંગપુરધામમાં ભક્તિનો માહોલ

Salangpur Kashtabhanjan Dev પૂનમે સાળંગપુરધામમાં ભક્તિનો માહોલ

Salangpur Kashtabhanjan Dev : 24 નવેમ્બર 2026, મંગળવારના રોજ પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી દાદાને વિશેષ વાઘા, સુંદર ફૂલો અને સોના-ચાંદીના આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિવિધ પ્રકારની મીઠાઈઓનો ભવ્ય અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો.

મંદિરના ગર્ભગૃહમાં મોરની ભવ્ય અને કલાત્મક પ્રતિકૃતિઓ સાથે સફેદ રંગના મિક્સ ફૂલોથી આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને રિયલ ડાયમંડનો મુકુટ પહેરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત સોના-ચાંદીના વિશેષ આભૂષણો અને દિવ્ય વાઘા ધરાવી કષ્ટભંજનદેવને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. સમગ્ર શણગારના કારણે મંદિરના ગર્ભગૃહમાં ભક્તિમય અને આકર્ષક માહોલ જોવા મળ્યો હતો.

પૂનમે સાળંગપુરધામમાં ભક્તિનો માહોલ

પૂનમ નિમિત્તે સવારે ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી હતી. સવારે 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 7:00 કલાકે કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી.

આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ દાદાનાં દિવ્ય દર્શન કરી આરતીનો લાભ લીધો હતો. મંદિરમાં દાદાને વિવિધ પ્રકારની મીઠાઈઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. દર્શન માટે આવેલા અનેક ભક્તોએ આરતી અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. પૂનમના પવિત્ર અવસરે સાળંગપુરધામમાં ભક્તોનો ઉત્સાહ અને શ્રદ્ધા જોવા મળ્યાં હતાં.

રંગબેરંગી ફૂલોનો શણગાર અને મીઠાઈઓનો અન્નકૂટ

આ ઉપરાંત પૂનમ નિમિત્તે સાંજે 5:00 કલાકે શ્રીકષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજન-અર્ચન યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક વિધિ દરમિયાન દાદાને ફળ, પુષ્પો, ડ્રાયફ્રૂટ સહિતની વિવિધ સામગ્રી અર્પણ કરવામાં આવશે. સાથે જ દાદા પર પુષ્પવર્ષા પણ કરવામાં આવશે.

દિવસના અંતે સાંજે 6:30 કલાકે દાદાની દિવ્ય સંધ્યા આરતી યોજાશે. આ આરતીમાં પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાઈ દાદાના આશીર્વાદ મેળવશે તેવી અપેક્ષા છે. આમ, પૂનમના પવિત્ર દિવસે સાળંગપુરધામમાં દિવ્ય શણગાર, મીઠાઈઓના અન્નકૂટ, મંગળા આરતી, શણગાર આરતી અને સાંજના વિશેષ પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કષ્ટભંજનદેવનાં દિવ્ય દર્શન માટે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Kutch Diljit Dosanjh : ધોરડોના રણોત્સવમાં પહોંચ્યા દિલજીત દોસાંઝ, સફેદ રણની સુંદરતા જોઈ થયા અભિભૂત