
Salangpur Kashtabhanjan Dev : બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે પૂનમ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ભવ્ય દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ લાલ રંગના સુંદર વસ્ત્રો, રંગબેરંગી ગુલાબ-સેવંતીના ફૂલોનો શણગાર કરાયો હતો. વિઘ્નહર્તા શ્રી ગણેશજીની સુંદર અને તેજસ્વી મૂર્તિ વિરાજમાન હતી. ગર્ભગૃહમાં 'શુભ' અને 'લાભ' લખેલા પ્રતીકો સાથે સ્વસ્તિક ચિહ્નો અને સુંદર હાથીઓની પ્રતિકૃતિ દ્વારા દિવ્ય શણગાર કરાયો હતો.મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, સવારે 9:00 કલાકે શ્રીહરિ મંદિરમાં પવિત્ર બ્રાહ્મણો દ્વારા ગણપતિદાદાનું પૂજન અને અર્ચન કરવામાં આવ્યું. પૂજન બાદ, શ્રી પૂજારી સ્વામીએ ગણપતિજીની આરતી ઉતારી હતી. આ દિવ્ય અને અનેરા દર્શનનો ભક્તોએ લાભ લીધો હતો.

Salangpur : પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને અનોખો અને આકર્ષક ચોકલેટ શણગાર કરવામાં આવ્યો છે.

Mangal 2026: આ વર્ષે જેઠ મહિનો 2 મેથી 29 જૂન સુધી ચાલશે. અધિક મહિનાને કારણે જેઠ મહિનામાં કુલ 59 દિવસ રહેશે. તેથી, આ વર્ષે જેઠમાં ફક્ત ચાર કે પાંચ નહીં, પરંતુ આઠ મંગળવાર હશે. જ્યોતિષીઓ માને છે કે, લગભગ 19 વર્ષ પછી જેઠમાં આઠ મંગળવારનો સંયોગ પહેલીવાર બન્યો છે.

હનુમાન વિશે બીજી માન્યતા એ છે કે, આ દિવસે રામનું નામ લેવાથી પણ તેમના આશીર્વાદ મળે છે. પરંતુ શું તમે જાણો છો કે, હનુમાનજી પાસે આઠ સિદ્ધિઓ હતી. તો ચાલો જાણીએ તે આઠ સિદ્ધિઓ અને તેમના મહત્વ વિશે.