Vitthalnathji Rath Procession : દેવ ઉઠી એકાદશીએ માંડવીમાં ભગવાન વિઠ્ઠલનાથજીનો 217મો ભવ્ય વરઘોડો, 216 વર્ષ જૂની પરંપરા જીવંત

Vitthalnathji Rath Procession : દેવ ઉઠી એકાદશીના પવિત્ર પર્વ નિમિત્તે માંડવી પાસે આવેલા શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાં ભક્તિ અને પરંપરાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.
Vivek Shah
Vivek Shah
Vitthalnathji Rath Procession 216 વર્ષ જૂની પરંપરા આજે પણ જીવંતVitthalnathji Rath Procession 216 વર્ષ જૂની પરંપરા આજે પણ જીવંત

Vitthalnathji Rath Procession 216 વર્ષ જૂની પરંપરા આજે પણ જીવંત

Vitthalnathji Rath Procession : વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભગવાન વિઠ્ઠલનાથજીનો ભવ્ય વરઘોડો રાજવી પરિવાર દ્વારા પૂજન-અર્ચન કર્યા બાદ નીકળ્યો હતો. આ વર્ષે સતત 217મા વર્ષે પણ ભગવાનનો વરઘોડો આન, બાન અને શાન સાથે કાઢવામાં આવ્યો હતો.

છેલ્લા 216 વર્ષથી દર વર્ષે દેવ ઉઠી અગિયારસના દિવસે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળે છે. આ ઐતિહાસિક અને ધાર્મિક પરંપરા આજે પણ એટલી જ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે જાળવી રાખવામાં આવી છે. ભગવાન વિઠ્ઠલનાથજીને સુંદર રીતે શણગારેલી પાલકીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભક્તોની મોટી સંખ્યા સાથે વરઘોડો પ્રસ્થાન થયો હતો.

રાજવી પરિવારના પૂજન બાદ પ્રસ્થાન

રાજવી પરિવાર દ્વારા ભગવાનનું પૂજન-અર્ચન કરવામાં આવ્યા બાદ વરઘોડાની શરૂઆત થઈ હતી. વરઘોડામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને સમગ્ર માર્ગ દરમિયાન ભક્તિભાવપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું. ભગવાન વિઠ્ઠલનાથજીના દર્શન કરવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો માંડવીના એમ.જી. રોડ, લેહરીપુરા, ન્યાયમંદિર, પ્રતાપ ટોકીઝ, અમદાવાદ પોળ, રાવપુરા, કોઠી અને આરાધના ટોકીઝ થઈને ગેનેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચશે. અહીં ભગવાનના લગ્નની વિધિ પરંપરાગત ધાર્મિક રીતિ-રિવાજ મુજબ સંપન્ન કરવામાં આવશે.

વિઠ્ઠલનાથજીના વરઘોડામાં ઉમટી ભીડ

લગ્નની વિધિ પૂર્ણ થયા બાદ બપોરે બે વાગ્યે વરઘોડો પરત પ્રસ્થાન કરશે. પરત ફરતી વખતે નાગરવાડા, ઘીકાંટા રોડ, અમદાવાદી પોળ, જ્યુબિલીબાગ, પ્રતાપ ટોકીઝ અને ન્યાયમંદિર થઈ ભગવાન વિઠ્ઠલનાથજી પોતાના નીજ મંદિરે પરત ફરશે. દેવ ઉઠી એકાદશીનું ધાર્મિક મહત્ત્વ અને ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડાની 216 વર્ષ જૂની પરંપરાને કારણે આ ઉત્સવ માંડવીના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાનું વિશેષ પ્રતીક બની રહ્યો છે. દર વર્ષે આ વરઘોડામાં ભક્તોની ભાગીદારી પરંપરાની શ્રદ્ધા અને લોકઆસ્થાને વધુ મજબૂત બનાવે છે.

આ પણ વાંચો : Hatkeshwar Mahadev Temple : વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરને ‘ગુજરાતની કાશી’ તરીકે વિકસાવવાની હિમાયત