Get News Alerts

Never miss breaking news updates.

Ganesh Chaturthi 2026: જાણો ગણપતિ બાપ્પાની સ્થાપનાનો શુભ સમય, વિસર્જનની તારીખ અને ચંદ્રદર્શન અંગેની માન્યતા

Ganesh Chaturthi 2026: ગણેશ ભક્તો માટે ગણેશ ચતુર્થીનો પર્વ આ વર્ષે 14 સપ્ટેમ્બર 2026, સોમવારના રોજ ઉજવવામાં આવશે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 02 Sep 2026 11:55 AM IST
Ganesh Chaturthi 2026: જાણો ગણપતિ બાપ્પાની સ્થાપનાનો શુભ સમય, વિસર્જનની તારીખ અને ચંદ્રદર્શન અંગેની માન્યતાGanesh Chaturthi 2026: જાણો ગણપતિ બાપ્પાની સ્થાપનાનો શુભ સમય, વિસર્જનની તારીખ અને ચંદ્રદર્શન અંગેની માન્યતા

Ganesh Chaturthi 2026

Ganesh Chaturthi 2026: ગણેશ ભક્તો માટે ગણેશ ચતુર્થીનો પર્વ આ વર્ષે 14 સપ્ટેમ્બર 2026, સોમવારના રોજ ઉજવવામાં આવશે. જાણીતા જ્યોતિષી ચેતન પટેલ અનુસાર ભાદરવા સુદ ચતુર્થી તિથિનો પ્રારંભ 14 સપ્ટેમ્બરે સવારે 7:06 વાગ્યે થશે અને ચતુર્થી તિથિ 15 સપ્ટેમ્બરે સવારે 7:44 વાગ્યે પૂર્ણ થશે. ઉદય તિથિની ગણતરી અનુસાર ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના 14 સપ્ટેમ્બરના રોજ જ કરવી શુભ માનવામાં આવે છે.

ગણેશ ચતુર્થી ક્યારે?

તારીખ: 14 સપ્ટેમ્બર 2026, સોમવાર

ચતુર્થી તિથિ શરૂ: 14 સપ્ટેમ્બર સવારે 7:06 વાગ્યે

ચતુર્થી તિથિ પૂર્ણ: 15 સપ્ટેમ્બર સવારે 7:44 વાગ્યે

ગણેશ વિસર્જન/અનંત ચતુર્દશી: 25 સપ્ટેમ્બર 2026, શુક્રવાર

મૂર્તિ સ્થાપના માટે શુભ સમય

જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા મુજબ 14 સપ્ટેમ્બરે ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના તેમજ મૂર્તિ ખરીદવા માટે નીચેના શુભ સમય માનવામાં આવે છે:

સવારે 7:07 થી 7:59: અમૃત

સવારે 9:31 થી 11:13: શુભ

બપોરે 2:07 થી 3:39: ચલ

બપોરે 3:39 થી 5:11: લાભ

સાંજે 5:11 થી 6:43: અમૃત

સાંજે 6:43 થી રાત્રે 8:11: ચલ

આ સમયગાળામાં પોતાની પરંપરા અને સ્થાનિક પંચાંગ અનુસાર ગણપતિ સ્થાપના કે મૂર્તિ ખરીદી કરી શકાય છે.

ગણેશ ચતુર્થીએ બનશે ત્રણ શુભ યોગ

14 સપ્ટેમ્બરના દિવસે રવિ, બ્રહ્મ અને ઇન્દ્ર નામના શુભ યોગ બનવાની માહિતી આપવામાં આવી છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આવા યોગને શુભ કાર્ય માટે અનુકૂળ માનવામાં આવે છે.

ગણેશ ચતુર્થીએ ચંદ્રદર્શન કેમ ટાળવું?

ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રદર્શન ન કરવાની પરંપરા છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ચંદ્રના દર્શન કરવાથી વ્યક્તિ પર ખોટા આરોપ અથવા ખોટા દોષનો સામનો કરવો પડી શકે છે. તેથી ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રદર્શન ટાળવું હિતાવહ માનવામાં આવે છે.

25 સપ્ટેમ્બરે થશે ગણપતિ વિસર્જન

ગણેશ ચતુર્થી બાદ ગણપતિ બાપ્પાની આરાધના અને ઉત્સવનો સમય ચાલુ રહેશે અને 25 સપ્ટેમ્બર 2026, શુક્રવારના રોજ અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવશે. ભક્તો પોતાની પરંપરા અનુસાર વિધિપૂર્વક બાપ્પાને વિદાય આપશે.

નોંધ: શુભ યોગ, મુહૂર્ત અને ચંદ્રદર્શન અંગેની માહિતી ધાર્મિક અને જ્યોતિષીય માન્યતાઓ તથા આપવામાં આવેલી પંચાંગ ગણતરી પર આધારિત છે.

આ પણ વાંચો : Greater Paris માં ગુંજ્યું ‘નમસ્તે’ : બુસી-સેંટ-જ્યોર્જેસમાં ભારતીય સંસ્કૃતિનું ભવ્ય શિલ્પ અનાવરણ

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.