‘Hanuman Ansh’ની રિલીઝ પહેલાં પ્રેમાનંદ મહારાજને મળી હતી ટીમ, ફિલ્મ અંગે આપી હતી મોટી સલાહ; હવે બોક્સ ઓફિસ પર મચાવી રહી છે ધૂમ



‘Hanuman Ansh’
‘Hanuman Ansh’ની રિલીઝ પહેલાં પ્રેમાનંદ મહારાજને મળી હતી ટીમ, ફિલ્મ અંગે આપી હતી મોટી સલાહ; હવે બોક્સ ઓફિસ પર મચાવી રહી છે ધૂમ



‘Hanuman Ansh’
‘Hanuman Ansh’: ધર્મગુરુનીમ કરોલી બાબાના જીવનથી પ્રેરિત ફિલ્મ ‘હનુમાન અંશ’ હાલ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. શરૂઆતમાં ધીમી રહેલી ફિલ્મની કમાણીમાં ત્રીજા સપ્તાહથી અચાનક જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. રિપોર્ટ અનુસાર ફિલ્મે 26 દિવસમાં 63 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે. ખાસ વાત એ છે કે ફિલ્મની રિલીઝ પહેલાં તેની પ્રોડ્યુસર અનુપ્રીયા નાગર આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ મહારાજને મળવા પહોંચી હતી. આ મુલાકાત દરમિયાન ફિલ્મમાં મહાન સંતના જીવનને રજૂ કરવા અંગે તેમને કેટલીક મહત્વપૂર્ણ સલાહ આપવામાં આવી હતી.
પ્રેમાનંદ મહારાજે શું સલાહ આપી?
રિલીઝ પહેલાં અનુપ્રિયાએ પ્રેમાનંદ મહારાજને પૂછ્યું હતું કે શું ધાર્મિક માર્ગ પર ચાલીને ફિલ્મ બનાવી શકાય? તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે મહાન સંતો અને આધ્યાત્મિક વ્યક્તિઓના જીવનને પડદા પર રજૂ કરવું સરળ નથી, પરંતુ તે મોટી જવાબદારી છે. આવા જીવનને રજૂ કરતી વખતે તેમાં દુનિયાદારી કે માત્ર લોકપ્રિયતા મેળવવાનો હેતુ ન હોવો જોઈએ.
વૈરાગ્ય, ભક્તિ અને જ્ઞાન જરૂરી
પ્રેમાનંદ મહારાજે કહ્યું હતું કે આધ્યાત્મિક વ્યક્તિના જીવનને પડદા પર રજૂ કરવા માટે મનમાં વૈરાગ્ય, ભક્તિ અને જ્ઞાનની ભાવના હોવી જરૂરી છે. તેમણે નીમ કરોલી બાબાને ભગવતપ્રાપ્ત મહાપુરુષ ગણાવતા કહ્યું હતું કે આવા મહાપુરુષોના જીવનનું માત્ર બાહ્ય રીતે અનુસરણ કરવું શક્ય નથી. ફિલ્મમાં અભિનય કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે સમાજની પસંદગી માટે એવું કંઈ ન ઉમેરાય જે મહાપુરુષના જીવનથી અલગ હોય.
ફિલ્મમાં કંઈ ખોટું ન દર્શાવવાની હિદાયત
પ્રેમાનંદ મહારાજે મેકર્સને ખાસ સાવધાની રાખવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે ફિલ્મમાં મહાપુરુષના જીવનથી અલગ કંઈ રજૂ ન થવું જોઈએ. તેમના જણાવ્યા મુજબ, આવા મહાપુરુષોના ચરિત્રને અત્યંત પવિત્ર માનવામાં આવે છે, તેથી તેને રજૂ કરતી વખતે સત્યતા અને ગંભીરતા જાળવવી જરૂરી છે.
‘હનુમાન અંશ’ની કમાણીમાં મોટો ઉછાળો
બોક્સ ઓફિસ પર ફિલ્મની શરૂઆત ધીમી રહી હતી. પ્રથમ સપ્તાહમાં ફિલ્મે 1.08 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે બીજા સપ્તાહમાં કલેક્શન માત્ર 40 લાખ રૂપિયા રહ્યું હતું. જોકે ત્રીજા સપ્તાહથી ફિલ્મની કમાણીમાં અચાનક વધારો થયો અને હવે ફિલ્મે 26 દિવસમાં 63 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
‘ટૉક્સિક’ને પણ આપી ટક્કર
મંગળવારે ‘હનુમાન અંશ’એ 8.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું, જ્યારે યશની ફિલ્મ ‘ટૉક્સિક’એ 8.20 કરોડ રૂપિયા કમાયા હોવાનું જણાવાયું છે. આ સાથે ‘હનુમાન અંશ’એ એક દિવસના કલેક્શનમાં ‘ટૉક્સિક’ને પણ પાછળ છોડી દીધી છે. 7 ઓગસ્ટ 2026ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મમાં શોભિનવ સત્યએ નીમ કરોલી બાબાની ભૂમિકા ભજવી છે.




