Ram Mandir: ટ્રસ્ટમાં 3 નવા ટ્રસ્ટીઓની એન્ટ્રી, જાણો કોણ-કોણ બન્યું ટ્રસ્ટી; CEOના નામની પણ રાહ



Ram Mandir
Ram Mandir: ટ્રસ્ટમાં 3 નવા ટ્રસ્ટીઓની એન્ટ્રી, જાણો કોણ-કોણ બન્યું ટ્રસ્ટી; CEOના નામની પણ રાહ



Ram Mandir
Ram Mandir: અયોધ્યાના રામ મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલી મોટી માહિતી સામે આવી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં ત્રણ નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવી છે. નવી નિમણૂકમાં દિલ્હીના મહેશ ભાગચંદકા, અયોધ્યાના મદન મોહન પાંડે અને શિકોહાબાદના નિર્મલા યાદવનો સમાવેશ થાય છે. મહેશ ભાગચંદકાનો સંબંધ પૂર્વ VHP નેતા અશોક સિંઘલના પરિવાર સાથે હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ત્રણ નવા ટ્રસ્ટીઓની નિમણૂક વચ્ચે હવે ટ્રસ્ટના પ્રથમ CEOને લઈને પણ નિર્ણય થવાનો છે.
કોણ બન્યા ત્રણ નવા ટ્રસ્ટી?
રામ મંદિર ટ્રસ્ટમાં દિલ્હીના મહેશ ભાગચંદકા, અયોધ્યાના મદન મોહન પાંડે અને શિકોહાબાદના નિર્મલા યાદવને નવા ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે. મહેશ ભાગચંદકાને અશોક સિંઘલના સંબંધી તરીકે ઓળખાવવામાં આવ્યા છે. નવી નિમણૂક બાદ ટ્રસ્ટની કામગીરી અને વહીવટી વ્યવસ્થાને લઈને ચર્ચા તેજ બની છે.
રામ મંદિર ટ્રસ્ટને મળશે પ્રથમ CEO
રામ મંદિર ટ્રસ્ટને તેનો પ્રથમ CEO મળવાની તૈયારી છે. CEOની પસંદગી માટે બનાવવામાં આવેલી કમિટીએ પોતાનો રિપોર્ટ ટ્રસ્ટને સોંપી દીધો છે. પસંદગી સમિતિએ ત્રણ નામ શોર્ટલિસ્ટ કર્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. ટ્રસ્ટની બેઠક બાદ CEOના નામની ઔપચારિક જાહેરાત થઈ શકે છે. આ બેઠક ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસના નિવાસસ્થાન મણિરામદાસ છાવણી ખાતે થઈ રહી છે.
CEOની રેસમાં કયા નામ?
CEO પદ માટે ચાર નામ ચર્ચામાં છે. તેમાં પૂર્વ IPS અધિકારી રાજેશ પાંડેનું નામ સૌથી આગળ હોવાનું જણાવાઈ રહ્યું છે. આ ઉપરાંત પૂર્વ IPS અધિકારી પરેશ સક્સેના તેમજ IAS અધિકારીઓ યોગેશ્વર રામ મિશ્રા અને દિનેશ ચંદ્ર સિંહના નામ પણ ચર્ચામાં છે.
CEO પદ માટે આવ્યા 5,500થી વધુ અરજીઓ
CEOની પસંદગી માટે રચાયેલી ત્રણ સભ્યોની કમિટીમાં નિવૃત્ત જસ્ટિસ પ્રમોદ કોહલી, સુરેશ હાવરે અને વિષ્ણુકાંત ચતુર્વેદીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. CEO પદ માટે 5,500થી વધુ અરજીઓ મળી હતી. ત્યારબાદ ઉમેદવારોને ગૂગલ ફોર્મ મોકલી 600 ગુણના પ્રશ્નોના આધારે તેમની યોગ્યતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
3,500થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યું
આ પ્રક્રિયામાં 3,500થી વધુ લોકોએ ફોર્મ ભરીને મોકલ્યું હતું. તેમાંથી 108 ઉમેદવારોએ 600માંથી 470થી વધુ ગુણ મેળવ્યા હતા. ત્યારબાદ તમામ ઉમેદવારોના વર્ચ્યુઅલ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા અને અંતે 17 ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા.
અયોધ્યામાં થયો અંતિમ ઇન્ટરવ્યૂ
17 ઉમેદવારોને ફાઇનલ ઇન્ટરવ્યૂ માટે અયોધ્યા બોલાવવામાં આવ્યા હતા. અહીં ઉમેદવારોની લીડરશિપ ક્ષમતા, આસ્થા, પડકારોને સમજવાની ક્ષમતા અને મંદિરની વ્યવસ્થા સંભાળવાની યોગ્યતા સહિતના વિવિધ માપદંડો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અંતે ત્રણ નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. હવે ટ્રસ્ટની બેઠક બાદ રામ મંદિર ટ્રસ્ટના પ્રથમ CEOના નામની ઔપચારિક જાહેરાત થવાની સંભાવના છે.
આ પણ વાંચો : Rajkot: ‘વિરાસતથી વિકાસ’ લોકમેળો રાઈડ્સ વગર ફીક્કો! પ્રથમ દિવસે 34 રાઈડ્સને મંજૂરી નહીં




