સાળંગપુરધામમાં પૂનમ નિમિત્તે કષ્ટભંજનદેવનો દિવ્ય શણગાર, દાદાને રિયલ ડાયમંડનો મુકુટ અને સોના-ચાંદીના આભૂષણો ધરાવાયા


બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ સ્થિત શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પૂનમના પાવન અવસરે ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું.

શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી હનુમાનજી દાદાને દિવ્ય વાઘા અને વિવિધ ફૂલોથી આકર્ષક શણગાર ધરાવવામાં આવ્યો હતો. સાથે જ દાદાને વિવિધ પ્રકારની મીઠાઈઓનો ભવ્ય અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો.

પૂનમના પાવન અવસરે સાળંગપુરધામમાં સવારથી સાંજ સુધી વિવિધ ધાર્મિક વિધિઓ, દિવ્ય શણગાર, અન્નકૂટ અને આરતીના કાર્યક્રમો દ્વારા ભક્તિમય માહોલ સર્જાયો હતો.

ગર્ભગૃહમાં મોરની ભવ્ય અને કલાત્મક પ્રતિકૃતિઓ સાથે સફેદ રંગના મિક્સ ફૂલોથી સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. આ ફૂલોની સજાવટ અને કલાત્મક પ્રતિકૃતિઓએ મંદિરના ગર્ભગૃહને વિશેષ આકર્ષક બનાવ્યું હતું.

આ પ્રસંગે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને રિયલ ડાયમંડનો મુકુટ ધારણ કરાવવામાં આવ્યો હતો. સાથે જ સોના-ચાંદીના વિશેષ આભૂષણો અને દિવ્ય વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના આ દિવ્ય સ્વરૂપનાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે




