Shardiya Navratri 2026 : ગુજરાતનાં 5 યાત્રાધામોમાં નવરાત્રિના નવ દિવસ ગરબાની ધૂમ, અંબાજીથી ઊંઝા સુધી ભકિતનો સંગમ



Nine-Day Festivities Approved at Five Temples
Shardiya Navratri 2026 : ગુજરાતનાં 5 યાત્રાધામોમાં નવરાત્રિના નવ દિવસ ગરબાની ધૂમ, અંબાજીથી ઊંઝા સુધી ભકિતનો સંગમ



Nine-Day Festivities Approved at Five Temples
Shardiya Navratri 2026 : રાજ્યનાં પાંચ પ્રખ્યાત પવિત્ર યાત્રાધામોમાં નવરાત્રિના સમગ્ર નવ દિવસ દરમિયાન ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ આયોજન માટે કુલ રૂ. 2.90 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શ્રદ્ધાળુઓની આસ્થા અને લાગણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.
આ ભવ્ય આયોજન અંતર્ગત અંબાજી, બહુચરાજી, ઉનાઈ, મોઢેરા અને ઊંઝા ખાતે નવરાત્રિના નવ દિવસ ભક્તિ અને ગરબાનો અનોખો સંગમ જોવા મળશે. અગાઉ અમલમાં રહેલા ઠરાવ મુજબ આ યાત્રાધામોમાં એક દિવસીય નવરાત્રિ કાર્યક્રમ યોજવાની જોગવાઈ હતી. જોકે, માઈભક્તોની ધાર્મિક લાગણી અને નવરાત્રિ પ્રત્યેની શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને હવે સમગ્ર નવ દિવસ ગરબા કાર્યક્રમો યોજવાની મંજૂરી આપવામાં આવી છે.
નવ દિવસીય નવરાત્રિ કાર્યક્રમોને મંજૂરી
આ આયોજનમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, ઉનાઈ માતાજી મંદિર (વાંસદા), શ્રી મોઢેશ્વરી માતાજી મંદિર (મોઢેરા), શ્રી બહુચરાજી માતાજી મંદિર (મહેસાણા) અને શ્રી ઉમિયા માતાજી મંદિર (ઊંઝા)નો સમાવેશ થાય છે. આ પાંચેય સ્થળોએ કાર્યક્રમોના આયોજન, કલાકારોના ખર્ચ અને અન્ય આનુષાંગિક વ્યવસ્થાઓ માટે કુલ રૂ. 2.90 કરોડ ખર્ચવાની મંજૂરી આપવામાં આવી છે. નવરાત્રિ ગુજરાતનો વિશિષ્ટ સાંસ્કૃતિક અને ધાર્મિક ઉત્સવ છે. આ પર્વ દરમિયાન માતાજીની આરાધના સાથે ગરબા અને લોકસંસ્કૃતિનું વિશેષ મહત્ત્વ હોય છે.
બહુચરાજી સહિત પાંચ સ્થળોએ નવરાત્રિનો રંગ જામશે
યાત્રાધામોમાં નવ દિવસીય કાર્યક્રમો યોજાવાથી સ્થાનિક નાગરિકો ઉપરાંત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી દર્શનાર્થે આવતા માઈભક્તોને પણ ભક્તિમય વાતાવરણમાં ગરબા રમવાનો અને સાંસ્કૃતિક કાર્યક્રમો માણવાનો અવસર મળશે. આ આયોજનમાં ગુજરાતના લોકકલાકારોને પોતાની કલા રજૂ કરવાની તક પણ મળશે. તેના કારણે રાજ્યની પરંપરાગત લોકસંસ્કૃતિને પ્રોત્સાહન મળવાની સાથે ધાર્મિક પર્યટનને પણ વેગ મળવાની સંભાવના છે.
હવે નવરાત્રિ દરમિયાન અંબાજીથી ઊંઝા સુધીનાં આ પવિત્ર યાત્રાધામોમાં નવ દિવસ ભક્તિ, સંગીત અને ગરબાની રોનક જોવા મળશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી માઈભક્તોમાં ઉત્સાહ વધવાની સાથે નવરાત્રિ મહોત્સવને વધુ ભવ્ય બનાવવાનો માર્ગ મોકળો થયો છે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





